________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૫૩
સ્થિતિમાં આંધળા, લૂલા, લંગડા તરફ કુટુંબીજનો ખ્યાલ આપે એ તેઓની ફરજ છે. પરંતુ જેમ બને તેમ આશ્રય ન લેવાની વ્યકિતની તો ફરજ છે.
છાપરું પડી જવા છતાં એક વૃદ્ધ અને અશકત શ્રાવકનો કોઈની પણ અંત સુધી સેવા ન લેવાનો દાખલો અમદાવાદમાં નજરોનજર જોયો છે. ધાર્મિક ખાતાંઓ ચલાવવામાં પણ આશ્રિતતાનું તત્ત્વ
સ્વીકારીને કામ કરવા કરતાં સ્વાશ્રયીનું થોડું પણ કામ ઘણું કિંમતી ગણાય છે. આ પુસ્તક છપાવનાર સંસ્થાના ઉત્પાદક શેઠ ણીચંદ સુરચંદ અનેક ધાર્મિક કાર્યોમાં જિંદગીનો લગભગ બધો ભાગ આપતા હતા. અને ઘણા લાગણીવાળા સદગૃહસ્થોએ તેમના નામે રકમ જમા કરાવવાની ઈચ્છા દર્શાવેલી, ત્યારે તેઓએ ચોખ્ખી ના પાડી અને વધારામાં કહ્યું કે, “મહેરબાની કરીને હવે પછી મારે માટે આપ આવો વિચાર પણ કરશો નહીં. કારણ કે, તેથી હું કામ કરતો અટકી જઈશ અને મારા કામમાં કશું તત્ત્વ નહીં રહે.” એટલે અનુકંપ્ય બનવું કે આશ્રિત થવું, શ્રાવક માટે કોઈ રીતે ઉચિત નથી. તેમજ નોકરી કરવી તે પણ ઊતરતો જ દરજજો છે. નાના પણ ધંધાથી તેનો ક્રમ ઘણો જ ઊતરતો અને કનિષ્ઠ છે.
હવે ધંધા અને નોકરી વચ્ચે તથા સટ્ટો ધંધા તરીકે હાલમાં પ્રચલિત છે, તેને નોકરીની ઉપર સ્થાન આપવું કે નોકરીની નીચે આપવું ? આ વિચારણીય પ્રશ્ન છે. સમજ પ્રમાણે સટ્ટાનું સ્થાન નોકરી કરતાં ઉપરનું યોગ્ય લાગે છે. તે નીચે પ્રમાણે :
માલનું સાટું એ તો આપણા દેશમાંયે પ્રચલિત છે. પણ હાલ જે સટ્ટાનું સ્વરૂપ છે તે પરદેશની આયાત છે. તેણે આપણા દેશમાં કેવી રીતે જમાવટ કરી ? તેનો વિચાર કરતાં એમ સમજાયું છે કે દેશના વેપારીઓ અને મોટે ભાગે જૈનોના હાથમાં આપણા દેશના નાના મોટા અનેક ધંધાઓ હતા. ભાગ્યે જ કોઈક ધંધા વગરનું હશે. નોકરી તથા ગુમાસ્તી કરનાર તો બહુ જ કવચિત્ સંખ્યા હતી, એ ગુમાસ્તી પણ લગભગ શીખવા પૂરતી પ્રાય: હતી.
પરંતુ, પરદેશી કંપનીઓએ આખા દેશમાં અનેક જાતની લાગવગથી ઘણા વેપારી અને ધંધા હાથ કર્યા, એટલે અનેકના હાથમાંથી ધંધા છૂટી ગયા. તેમાંના જે ગરીબ હતા તે નિશાળોમાં ભણી નોકરીએ લાગ્યા. પણ જેમની પાસે મૂડી હતી, વેપારની આવડત હતી, ધંધો તેઓની પાસે ન હતો. તેની સામે આ સટ્ટો, તેના હાથમાંથી ધંધો ગયા પહેલાં બાજુમાં આવીને બેઠો હતો. અને જાયે શેઠને વિનંતિ કરતો હોય કે “શેઠ મારો આશ્રય લો, હું ન્યાલ કરીશ.” બસ, દેશમાં વ્યાપકપણે સટ્ટો શરૂ થઈ ગયો.
દેશીઓના હાથમાંથી ધંધાઓ છૂટી જવાથી હાલની નોકરી અને સટ્ટો, એ બન્નેય જુદા જુદા સ્વરૂપના તેનાં જ પરિણામો છે. પૈસાદાર સટ્ટામાં દોરાયા, અને ગરીબ નોકરીમાં દોરાયા. અલબત્ત, હજુ દેશનો કેટલોક ભાગ મૂળ ધંધા ઉપર છે. કેટલાક મૂડીદારો એ પરદેશી ધંધાઓની સ્કીમમાં ભાગ લે છે, અને કેટલાક મૂડીદારો સટ્ટામાં દોરાયા છે. ભણેલાઓમાં પણ કેટલાક દેશોત્તેજક ધંધાઓમાં અને લગભગ તેની નોકરીમાં ગોઠવાયા છે. આ દષ્ટિથી નવા ધંધામાં ગોઠવાયેલ છે, તેમાં પણ દેશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org