________________
૧૫૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પ્રકારનો વિવેક આ વ્રતની મર્યાદામાં આવી જાય છે. ઘરમાં, ઘરકામમાં, ધંધામાં અને અન્યત્ર પણ જે અનેક પ્રકારનો વિવેક શ્રાવકોએ અને શ્રાવિકાઓએ રાખવાની જરૂરી છે, તે સઘળું આ વ્રતની મર્યાદામાં આવે છે.
ધંધાઓની મર્યાદા :- શ્રાવકે નિરવદ્ય ધંધો કરવો જોઈએ. આજીવિકાદિ માટે ધન ઉપાર્જન કરવા જે પ્રયત્ન કરવા, તે ધંધો કહેવાય છે. ધંધાના અનેક પ્રકાર છે, અને દરેક પ્રકારમાં પણ અનેક પેટા ભેદો હોય છે. ધંધામાં જવાબદારી હોય છે, થોડી ઘણી સાવધતા રાખવાની હોય છે, પરંતુ પરાશય કે ભીખ માંગવા વગેરેમાં જવાબદારી તથા સાવધતા ઓછા ગણાય, છતાં તે શ્રાવકને સર્વથા વર્યું છે. “અનુકંપા કરવી, પણ પોતે અનુકંપ્ય ન થવું જોઈએ.” નોકરીમાં જવાબદારી સ્વતંત્ર ધંધા કરતાં ઓછી જ હોય છે, લાભ-હાનિની જવાબદારી સ્વતંત્ર ધંધાદારીને જ હોય છે. તેથી મોટી નોકરી કરતાં પણ નાના ધંધામાં પુરુષાર્થ વધારે જોઈએ છીએ. અને શ્રાવક પુરુષાર્થ કરીને રોટલો ખાનાર હોવો જોઈએ. તેથી જ્યાં સુધી બની શકે ત્યાં સુધી શ્રાવકે કોઈ પણ ધંધો પસંદ કરવો જોઈએ. અને તેમાં પણ જેમ બને તેમ ઉત્તમ ધંધો હાથ કરવો જોઈએ.
કેટલાંક વર્ષો પૂર્વે એવા પણ શ્રાવકો હતા કે અમુક એક ધંધો પસંદ કરીને તેમાં જ યથાયોગ્ય મહેનત કરી પોતાનું વાર્ષિક ખર્ચ મેળવી લેતા હતા, અને તેમાં સંતોષ રાખતા હતા. પોતે જે ધંધો પસંદ કર્યો હોય, તેના ગ્રાહકોની વાર્ષિક સંખ્યા નકકી કરી રાખી હોય, પોતાનો નફ અમુક પ્રમાણમાં નકકી કરી રાખ્યો હોય, તેવા પ્રમાણમાં લગભગ પોતાને જરૂરી ખર્ચ મળી રહે, અને નિયત નફો હોવાથી લોકોને પણ છેતરવા વગેરેનો ભય નહીં. આવા પણ વ્રતધારી શ્રાવકો નજીકના ભૂતકાળમાં હતા, અને આજે પણ કોઈ કોઈ છે. અમુક પ્રમાણમાં મિલકત થયા પછી, તેમજ પુત્રાદિક કમાવા લાગ્યા પછી ધંધો બંધ કરીને નિવૃત્તિ લઈ ધર્મારાધન કરનારા હતા અને આજે પણ છે. આ વ્રતધારી શ્રાવક ઘણું ધન પેદા ન કરતાં નિવૃત્તિ રાખી પરોપકાર કે ધર્મ-ધ્યાનમાં રહે, તેથી લોક લોકોત્તર બન્નેય દષ્ટિથી ઈચ્છવા યોગ્ય છે.
પરંતુ, જેઓ એવા ત્યાગી નથી, તેઓએ પણ યથાશક્તિ પરિગ્રહ પરિમાણ સાથે આરંભ પરિગ્રહમાં સંયમ તો રાખવો જ જોઈએ. એમ પણ જે નથી રાખી શકતા, તેવા શ્રાવકોએ ધંધાની હરીફાઈમાં બીજાથી પાછળ તો ન જ પડવું જોઈએ. વ્રતધારી ત્યાગી શ્રાવકને લગભગ હરીફાઈ જેવું હોય નહીં, તેનો તેને સ્વેચ્છાથી ત્યાગ હોવાથી હરીફાઈમાં ન પડે, તેમાં પુરુષાર્થની ખામી પણ ન ગણાય. પરંતુ વ્રતધારી ન હોય, તેવા શ્રાવકો હરીફોની હરીફાઈમાં પાછળ પડે, તો પુરુષાર્થની ખામી ગણાય, અને તેમાં પરિણામે અંશત: સમ્યગુદર્શનશુદ્ધિમાં ક્ષતિ પડવા સંભવ ગણાય.
શ્રાવક યાચક વૃત્તિના ધંધાની મનથી સ્વપ્નેય કલ્પના ન કરે. તેમજ બીજાના આશ્રય નીચે રહી ઓશિયાળા રોટલા ખાવાનું પણ પસંદ ન કરે, પોતાના સગાભાઈને ત્યાં સ્વમાનપૂર્વક રોજ જમવા જાય, પરંતુ સ્વમાન વિના “હશે આપણો નાનો ભાઈ છે, ભલે બિચારો જમી જાય.” બિચારા તરીકે સગા ભાઈને ત્યાં પાણી પીવું પણ હીણપત લગાડનારું છે, માટે વર્ષ છે. છતાં અપંગ, અશકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org