________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૫૧
તેવો ઉદ્ભટ વેશ પણ શ્રાવક શ્રાવિકાએ ધારણ કરવો ન જોઈએ.
તે જ પ્રમાણે ફાટેલાં, તૂટેલાં, મેલાં, બેડોળ વેશ પણ ધારણ કરવો ન જોઈએ; પરંતુ પોતાનું કુળ, વૈભવ, ઉમ્મર, નિવાસસ્થાન, વગેરેને અનુસરીને ઉચિત વેષમાં પણ યોગ્ય પ્રમાણ કરી સંયમ રાખવા સુધીની શ્રી શાસ્ત્રકારોની શ્રાવક શ્રાવિકાને ભલામણ છે.
તથા દાતણ, શરીરને ચોપડવાના તેલ વગેરે દ્રવ્યો, સ્નાન, વસ્ત્ર, વિલેપન, દાગીના, ફળ, ફૂલ, અત્તર, આસન, પથારી, મકાન વગેરે; તથા ખાવાના પદાર્થો-ભાત, દાળ, રોટલી, રોટલા, શાક, ખાંડ, વગેરે આહાર, પાણી, સ્વાદિમ, અને ખાદિમ ચીજોમાંની જેનો ત્યાગ ન કરી શકાય, તેનું તેનું વિગતવાર પ્રમાણ કરવું જોઈએ, અને પ્રમાણ સિવાયની વસ્તુઓનો તો ત્યાગ જ જોઈએ.
આજીવિકા માટે ધંધો તો કરવો પડે, પરંતુ ધંધાઓમાં પણ જેમ બને તેમ અલ્પ પાપારંભવાળો ધંધો કરવો જોઈએ. પોતાના કુટુંબના ભરણપોષણ તથા કુટુંબની આબરૂને અનુસરીને યોગ્ય કરકસરથી યોગ્ય ખર્ચ નભી શકે તેટલું જ ઉત્પન્ન થાય, તો પણ બનતા સુધી અલ્પ આરંભવાળો ઉત્તમ ધંધો શોધવો જોઈએ. એવો ધંધો ન મળે તો પણ વિવેકી લોકો નિંદા કરે તેવા તથા દારૂ વેચવો વગેરે પ્રકારનો હલકો ધંધો તો ન કરવો. અને જે ધંધા કરવાનો પોતાને માટે સંભવ ન હોય, તેનું પણ પ્રમાણ તો કરી લેવું. તેમ જ ઘરના રોજનાં સ્ત્રીઓનાં કામો જેવું કે-દળવું, ખાંડવું, ધોળવું, લીંપવું વગેરે પણ પર્વ તિથિઓમાં સ્ત્રીઓએ બંધ કરવાં જોઈએ; એકંદરે તેનું પણ પ્રમાણ કરવું જોઈએ, તથા ખાનપાનની ચીજો કેવી રીતે મૂકવી ? કયાં મૂકવી તેનું રક્ષણ કેમ કરવું? તે બગડે નહીં, તેનાથી જીવજંતુ મરે નહીં, તેમાં જીવજંતુ પડે નહીં, તેને કાઢવામાં, નાંખવામાં, વાપરવામાં જીવજંતુ મરે નહીં. કાઢતાં ઘી ઢોળાય, ગોળની કણીઓ પડે, ખાંડ વેરાય, તો કીડીઓ થાય. ઘી તેલનાં વાસણ ઉઘાડાં રહે તો તેમાં ઉદર ગરોળી વગેરે પડે. થેંક, લીંટ ઉપર માખી બેસે, ઘરમાં મંકોડા થાય, કપડાં રખડતાં રહેવાથી મેલા થાય, તેને ધોવાનો ખર્ચ તથા વખત લાગે અને ક્રિયા લાગે. અનાજ, કરિયાણાં કયારે ખરીદવાં ? કેમ સાચવવાં ? વગેરે આ વ્રતમાં જીવનવ્યવહારને લગતું ઘણું ધ્યાન આપવાનું છે. કેટલીક ચીજો વિના ચલાવવું, નકામી જરૂરિયાત વધારી ન દેવી, જેમ બને તેમ સાદા જીવનથી ચલાવવું. ખાવાપીવામાં ઘણાં દ્રવ્યો ન વાપરવાં જોઈએ, ઓછાથી સારી રીતે ચાલી શકે, તેથી આરોગ્ય સારું રહે છે. ખરીદી, સાચવણ, વપરાશ, લેવડદેવડ, વગેરેમાં ઘણી જ સંભાળ રાખવાની હોય છે. સામાન્ય રીતે શ્રાવકે કદી ન વાપરવાની અનેક ચીજોનો તો ત્યાગ જ કરવો જોઈએ. અને છૂટી રાખેલી હોય, તેનો પણ ઋતુ વિશેષમાં ત્યાગ કરવો જોઈએ. તેમ છતાં હમેશની વાપરવાની બાકી રહે, તેને માટે પણ ચૌદ નિયમ ધારીને રોજનો હિસાબ રોજ નકકી કરી લેવો જોઈએ. આટલી હદ સુધી આ વ્રતની મર્યાદા છે. ચૌદ નિયમો પાછળ સમજાવ્યા છે.
જેમ ખાનપાન અને ઘરના વ્યવહારમાં આ વ્રતને લીધે ઘણી જ સાવચેતી રાખવાની છે, તેમજ વેપાર-ધંધામાં પણ યતના, દીર્ધદષ્ટિ, સાવચેતી, સારસંભાળ વગેરે પણ રાખવાનાં છે. તે સિવાય, મુસાફરી, ઊઠવું, બેસવું, આહાર, નિહાર, જવું, આપવું, વાતચીત વગેરેમાં પણ અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org