________________
૧૫૦
પંચ પ્રતિકમણસૂત્રો
મધ, માંસ, ફૂલ, ફળ અને ગંધ-માળા વગેરે ઉપભોગ-પરિભોગના પ્રમાણપૂર્વક પ્રત્યાખ્યાન રૂ૫] બીજ ગુણવતમાં દિોષ લાગ્યો હોય, તેની નિંદા કરું છું. ૨૦.
વિશેષાર્થ :- આ વ્રતના ભોગોપભોગ, અને ઉપભોગ-પરિભોગ એ બે નામો શાસ્ત્રમાં જોવામાં આવે છે.
૧. ભોગ - અન્ન, ફૂલની માળા વગેરે એક વાર કે ટૂંક વખત સુધી જ ભોગવી શકાય, તે. ૨. ઉપભોગ - વસ્ત્ર, સ્ત્રી, ઘર, ઘરેણાં વગેરે વારંવાર ભોગવાય તે.
૧. ઉપભોગ: એટલે એક વાર ભોગવાય, તે. ઉપ શબ્દ એક વાર અર્થમાં છે. અથવા અંતર અંતર શરીરમાં ભોગવાય તે ઉપભોગ-આહારદિક.
૨. પરિભોગ : વારંવાર ભોગવાય તે પરિભોગ. પરિ એટલે વારંવાર અથવા પરિ એટલે બાહ્ય ભોગ.
આ રીતે પણ બન્નેય નામોનું તાત્પર્ય એક જ છે.
આ વ્રતની મર્યાદા :- એ તો સમજી જ રાખવાનું છે કે જૈન ધર્મની દરેક ક્રિયાઓમાં ત્રણ રત્ન, છ આવશ્યક, કે અહિંસા, સંયમ અને તપ એ વગેરે મૂળ ધર્મતત્ત્વોના બંધારણપૂર્વક રચના ગોઠવવામાં આવી હોય છે. અને સમ્મચારિત્ર અંશમાં અહિંસા, સંયમ અને તપનું પ્રાધાન્ય ખાસ જોવામાં આવે છે. આ દષ્ટિથી ધર્મની અનેક વ્યાખ્યાઓને ગૌણ રાખીને શ્રી દશવૈકાલિક સૂત્રમાં ધર્મની વ્યાખ્યામાં અકિંસા, સંયમ અને તપ જણાવ્યાં છે. તેથી શ્રાવકના બાર વ્રત રૂપ ચારિત્ર ધર્મમાં પણ એ જ તત્ત્વ ગૂંથાયેલું હોય, એ સ્વાભાવિક છે.
તેથી આ સાતમું વ્રત પણ એ તત્ત્વો ઉપર જ હોય એ સ્વાભાવિક છે, છતાં આમાં અહિંસા તત્ત્વનું પ્રાધાન્ય જણાય છે, એટલે પહેલા પ્રતને વિશેષ પાળવા માટે આ વ્રતની યોજના ખાસ કરીને જણાય છે.
અનુપયોગી કે બિનજરૂરી ભોગોપભોગો વગેરેનો નિષેધ તો અનર્થ દંડ વ્રતથી થઈ જાય છે. પરંતુ જરૂરી ભોગપભોગમાં પણ જેમ બને તેમ અહિંસા સંયમ, અને તપ સચવાય માટે આ વ્રત છે. એટલે સામાન્ય રીતે જૈન ગૃહસ્થનાં ખાનપાન અને જીવન-વ્યવહારનાં સાધનો પ્રાસુક, એષણીય અને નિર્દોષ હોવાં જોઈએ.
આ વ્રતની દૃષ્ટિથી જીવન :- છતાં, સર્વથા એમ ન બની શકે તો-અભક્ષ્ય અને સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, તેમ પણ ન બની શકે તેમ હોય, તો બહુ સાવદ્ય-મધ, માંસ, વગેરે મહાવિગય અને અનંતકાય તથા અભણ્યોનું તો વર્જન હોવું જોઈએ. તેમજ દરેક ચીજો, અચિત્ત અને ભક્ષ્યનું પણ-કે જે ખાસ વાપરવાની જરૂર પડતી હોય, તેનું પણ પ્રમાણ કરવું જોઈએ. વિશેષમાં કૂમતાં છોગાં, કસબ વગેરેથી ભરેલાં કપડાં, તથા તેવા પ્રકારના દાગીના, વગેરે ઉત્સાદિક કારણ વિના પહેરવાં નહિ જોઈએ, કે જેથી અત્યન્ત ગૃદ્ધિ, વિલાસિતા, છેલબટાઉપણું, અવિવેક વગેરે જણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org