________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૪૯
૪. વૃદ્ધિ અતિચાર: એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય, ત્યારે, એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી દિશાનું પ્રમાણ વધારી નાંખે. તે આ એક તરફની વૃદ્ધિનો અતિચાર લાગે છે.
૫. ઋત્યન્તર્ધાન અતિચાર : પ્રમાદ, ગભરાટ કે કોઈ એવા કારણથી ભૂલી જાય કે “મેં સો યોજનનું પ્રમાણ કર્યું છે કે પચાસ યોજનનું ?” તે યાદ ન રહેવાથી સો યોજનનું પ્રમાણ કરવાવાળો પણ પચાસ યોજન ઉપર જાય, તો અતિચાર લાગે. અને સો ઉપરાંત જાય તો તો ભંગ જ થાય. પરંતુ સો યોજનનો નિયમ કર્યો હોય, અને બસો યાદ હોય, તો પણ સો ઉપરાંત જતાં અનાભોગજન્ય અતિચાર લાગે. કરેલા પ્રમાણથી અધિક અનાભોગથી જવાયું હોય, તેથી જે લાભ મળ્યો હોય, તેનો ત્યાગ કરવો જોઈએ. તેમજ બરાબર સમજાય ત્યારે ત્યાંથી પાછા ફરવું જોઈએ, તો વ્રત સચવાય. અતિચાર લાગે. પણ ભંગ ન ગણાય. બીજો માણસ પણ આપણા મોકલવાથી લાભ મેળવી લાવેલ હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ.
પરંતુ તીર્થયાત્રાદિ ધર્મ કાર્ય નિમિત્તે પ્રમાણ કરતાં વધારે જવામાં વ્રત ભંગ થતો નથી. કારણ કે વ્રત માત્ર ઐહિક અને સાંસારિક કાર્ય નિમિત્તે જવા આવવાનો નિયમ કરવા માટે છે.
જો કે આ અતિચાર સામાન્ય રીતે દરેક વ્રતમાં સંભવી શકે છે. દરેક વ્રત યાદ રાખવા જોઈએ, ને ઉપયોગ જાગ્રત રાખવો જોઈએ, તે જ પ્રમાણે આ વ્રત વિષે પણ છે. પરંતુ પાંચ અતિચારોની સંખ્યા પૂરવા આ અતિચાર આ વ્રતમાં જુદો ગણાવ્યો છે. અથવા દિવ્યામોહ વગેરે કારણથી, ઘણે ભાગે સ્મૃતિભ્રંશ થવાનો સંભવ આ વ્રતમાં ગણાય, તેથી આ વ્રતના અતિચાર તરીકે ખાસ ગણાવવામાં આવેલ હોય, તો પણ યુકત જણાય છે.
મુનિ મહારાજાઓને આ વ્રત નથી હોતું, તેનું કારણ એ છે કે તેઓને પંચ મહાવ્રતમાં સર્વ સંયમ હોય છે. છતાં કાંઈ પણ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી પડે છે, તે કેવળ સંયમ ખાતર કે સમિતિ ગુપ્તિ જાળવવા પૂર્વક જ થાય છે. અને ગૃહસ્થ તો તપેલા લોઢાના ગોળા જેવો હોય છે, એટલે જ્યાં જાય ત્યાં કાંઈને કાંઈ આરંભ સમારંભ વગેરે તેનાથી થઈ જાય, એટલે તેને નિયમની ખાસ જરૂર છે.
७. लोगोपभोग परिभाश
૨. ગુણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- મજ્જમ્પિ મા. મસમ્પિકમાંસ. પુરૂં પુષ્પ, ફલેગફળ. ગંધગદ્ધગંધ અને માળા. વિભોગ-પરિભોગે ઉપભોગ પરિભોગમાં.
મજ્જમ્મિ ય મંસમ્મિ ય, પુણે અ ફલે અ ગંધ-મલ્લે અને વિભોગ-પરીભોગે, બીઅમ્મિ ગુણવએ નિંદે પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org