________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૩૭
ગૃહસ્થો કામનું સેવન કરતા હોય, તેઓએ પણ પોતાનું આરોગ્ય સાચવવું જોઈએ. લાલ અને પાતળું શરીર તથા મોટું શામળું ત્યારે જ હોય છે, વીશય ઉપરાંત શરીરમાં સર્વ ધાતુઓમાં અને અવયવોમાં વીર્ય તથા ઓજ વ્યાપક હોય, જેમ જેમ વીર્ય ઘટતું જાય છે, કે અલ્પ હોય, તેમ તેમ સ્ત્રી-પુરુષો વધારે ફિકકા, ધોળા, જાડા હોય છે, અને તેઓની કામચેષ્ટાઓ રમત રૂપ, ક્ષણિક, વારંવાર અને નીરસ હોય છે. માટે આ દષ્ટિથી પણ શ્રાવક શ્રાવિકાએ બ્રહ્મચર્ય જેમ બને તેમ વધારે પાળવું, અને આરોગ્યનું રક્ષણ કરવું, જેથી કરીને શરીરમાંથી ઓજસ ઘટે નહીં.
ઓજસ્વી સ્ત્રી-પુરુષો દીર્ધાયુષી હોય છે, સંતોષી ને સુખી હોય છે, શાંત અને સંયમી હોય છે, ચપળ અને આનંદી હોય છે, દીર્ધદષ્ટિવાળા અને પરિશ્રમી હોય છે, નીરોગી અને રૂપાળાં હોય છે. ઓજસ્વી સ્ત્રી-પુરુષોનાં જ સંતાનો લાયક પ્રજા તરીકે થઈ શકે છે. લાયક પ્રજા ઉત્પન્ન કરવા પણ ઓજસુ ટકાવવું જોઈએ. ઓજસ્વી સ્ત્રી-પુરુષોને જ વિષયભોગ પણ સહજ હોય છે, અને નીરસ હોતા નથી. આ બધા લાભો ખાતર પણ બ્રહ્મચર્ય જેમ બને તેમ પાળવું, એ શ્રાવક, શ્રાવિકાઓને તેમજ સર્વ સ્ત્રી-પુરુષોને માટે, એકંદર પ્રજાને માટે, દેશને માટે, માનવ વંશને માટે અને જગતના હિતને માટે ખાસ ઉપકારક છે. ઓજસનો આધાર શુદ્ધ વીર્ય ઉપર છે. શુદ્ધ વિર્યનો આધાર યોગ્ય આહાર, બ્રહ્મચર્ય અને યોગ્ય આરામ ઉપર છે. આર્ય પ્રજાનું આ ખાસ ભૂષણ છે, પ્રજાકીય સભ્યતા છે. વારસામાં પણ આવા ગુણો ઊતરતાં ભવિષ્યનાં સંતાનો પણ સંયમી અને લાયક થાય છે, વંશવારસો સારો ચાલે છે. પુત્રી વગેરે પર ઘર જઈને કુટુંબને ઉજાળે છે, અને પર ઘરથી આવેલી પુત્રવધૂઓ વગેરે સાસરાના કુટુંબની યોગ્ય રીતભાત જોઈને યોગ્ય બને છે. તેનાં પણ પુત્ર, પુત્યાદિક સંતાનો લાયક થાય છે. આમ ઉત્તરોત્તર યોગ્ય વારસાની દૃષ્ટિથી પણ ઓજસ્વી થવાને કે રહેવાને સ્ત્રી-પુરુષોએ ઘણો જ સંયમ રાખવાનો છે.
આ રીતે પણ અનંગક્રીડા શાસ્ત્રકારોએ શ્રાવકને અતિચાર રૂપે ગણાવેલ છે, તેમાં ઘણી જ દીર્ધદષ્ટિ અને ઉપકાર ભરેલો છે. અનંગક્રીડાથી વારંવાર ઈદ્રિયો ઉશ્કેરાઈ ખરી રીતે નબળાઈમાં વધારો કરે છે, ખોટી રીતે ધાતુઓ ગળે છે ને નપુંસકતા વધે છે.
અનંગક્રીડા એટલે પોતાની પત્ની વિષે પણ કામશાસ્ત્રમાં બતાવેલાં આલિંગન, ચુંબન, દંતક્ષત, નખક્ષત, આસનો, પુરુષોપમૃપ્તક, સીત્કાર વગેરે ચતુઃષષ્ઠી-ચોસઠ પ્રકારની કામોદ્દીપક-બાહ્ય ચેષ્ટાઓ, તથા સ્ત્રી તથા પુરુષાકારના નપુંસકોનું સેવન, હસ્તાદિ કર્મ, કૃત્રિમ સાધન વગેરે, કામોદ્દીપક ઔષધો, આસનો, મંત્રો, તંત્રો, યોગો, વશીકરણો વગેરેથી કામસેવા કરવી તે અનંગક્રીડા છે. તેનો આશ્રય સહજ યોગ્ય સ્ત્રી-પુરુષો કરતા જ નથી, કરવાની જરૂર પણ હોતી નથી. પરંતુ, નબળા અને અસંયમીને માટે એ સાધનોનો આશ્રય સૂચવ્યો છે-એ જ સાબિત કરે છે કે કામ-શાસ્ત્રકારોને પણ એ સાધનોનો ઉપયોગ આદર્શ સ્થિતિમાં સમ્મત નથી જ. હાલના જમાનામાં જાતીય વિજ્ઞાનના નામ નીચે આવાં અનેક પુસ્તકો ફેલાય છે. તેમજ સંતતિ નિયમનના કાયદા તથા ઔષધો વિશે પ્રચાર ચાલે છે, તેમજ કૉલેજોમાં તેને લગતા શિક્ષણની વ્યવસ્થાની વાતો ચાલે છે, એ ખરેખર આર્ય પ્રજાનો ઉત્તરોત્તર નાશનો એક માર્ગ છે. પ્રાણી માત્ર કુદરતી રીતે જ કામવાસના તરફ દોરવાયેલ છે. પ્રજા સામે સંયમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org