________________
૧૩૬
પંચ પ્રતિકમાણસૂત્રો
ગમન કરવાથી ઇત્વર પરિગૃહીતા ગમન અતિચાર લાગે છે.
૩. અનંગફીડા : અનંગ એટલે કામ, તેને લગતી ચેષ્ટાઓ અથવા મૈથુન સેવવાનાં પ્રધાન અંગો સિવાયનાં દાંત, મુખ, ઓષ્ઠ, સ્તન વગેરે સ્વ સ્ત્રી કે પરસ્ત્રીનાં અંગો વિષે ચેષ્ટા તે પણ અનંગક્રીડા કહેવાય છે.
શ્રાવકને પરસ્ત્રી તરફ કે તેના કોઈ પણ અંગ તરફ વિકારપૂર્વક જોવાનું પણ ન હોય તો પછી તેને લગતી કામચેષ્ટા વિષે તો પૂછવું જ શું?
સ્ત્રીનાં રાગોત્પાદક ઢાકેલાં અંગોને ખાસ ઈરાદાપૂર્વક જોવાં પણ નહીં, તેમજ તેના સ્પર્શથી પણ સર્વથા દૂર રહેવું. અને તેના જેવાના કે સ્પર્શવાના જેટલા જેટલા પરિચય પ્રસંગો હોય, તે સર્વનો સર્વથા ત્યાગ કરવો, કદાચ અજાણતાં, કાંઈ એવા સંજોગોમાં દર્શન કે સ્પર્શ થઈ જાય, તો રાગ ઉત્પન્ન ન થાય, તેમ વર્તવું, અને શુદ્ધ ભાવના જળથી તેને ધોઈ નાંખવો. કારણ કે, કેટલીક વખત અજાણતાં દર્શન કે સ્પર્શ થઈ જાય છે, પરંતુ વિવેકી પુરુષોએ તે વખતે રાગ ન થવા દેવો, તે તો પોતાને આધીન જ છે. માટે તે ઉત્પન્ન ન થવા દેવાથી તેથી ઉત્પન્ન થતા દોષો લાગી શકતા નથી.
કારણે–ગોમૂત્ર ગ્રહણ કરવાની જરૂર પડે, તેને પ્રસંગે પણ સહજ રીતે જ મૂત્ર ગ્રહણ કરવું, પરંતુ યોનિમર્દનાદિ ક્રિયા ન જ કરવી.
કામચેષ્ટાના સ્વપ્ન વગેરે પ્રસંગે વિષયસુખો કેવાં ક્ષણિક છે? તેની ભાવના ભાવવી. નવકાર મંત્રના જાપપૂર્વક જ સૂવું કે જેથી કરીને એવાં ખરાબ સ્વપ્નાં આવે જ નહીં. છતાં કદાચ એવાં સ્વપ્ન આવી જાય, તો ઊઠીને ઈરિયાવહીય પડિકકમી એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો.
જેમ સ્ત્રીનાં અંગોપાંગોનાં દર્શન, સ્પર્શ વર્જવાનાં છે, તેમજ ખાસ પ્રસંગે જ બોલવામાં પણ સંયમ રાખવાની શાસ્ત્રકારોની ખાસ ભલામણ છે. અને એ જ દષ્ટિથી ગૃહસ્થોએ પણ બ્રહ્મચર્ય વ્રતની નવગુપ્તિ પાળવામાં આદરવાળા થવાની જરૂર છે. તે જ પ્રકારે સ્ત્રીઓએ પણ પુરુષોને લગતી નવવાડો પાળવાની છે. હાલમાં સ્ત્રીપુરુષના અંગસ્પશને પ્રસંગો શહેરમાં એક રિવાજ-રૂઢિ રૂપે વધતા જાય છે, તે કુરૂઢિ છે. તેથી પ્રજાનું ચારિત્ર ઘણું શિથિલ બનશે અને સંતતિ ઉત્તરોત્તર હીન સત્ત્વશીલ પાકશે તેમજ પ્રજાનો અધ:પાત થશે. એમ હાલના અન્ય વિદ્વાનો પણ ચોકકસ માને છે.
શાસ્ત્રમાં સ્ત્રી દેખીને તેનો શબ્દ સાંભળીને કે તેનો સ્પર્શ થવાથી જે પુરુષ, કે પુરુષના રૂપ વગેરે દેખીને જે સ્ત્રીઓ તરત જ ચંચળ બની જાય છે, અથવા તેઓનાં મન નબળાં પડી જાય છે, એકદમ વિકારવશ થઈ જાય છે, તેઓને જુદી જુદી જાતના નપુંસકોમાં ગણાવ્યા છે. યોગ્ય સ્ત્રીપુરુષો અને તેની ઇંદ્રિયો એકાએક ક્ષુબ્ધ થતાં નથી. તેઓ ધીર, વીર અને ગંભીર હોય છે. ખરી ધીરતા, વીરતા અને ગંભીરતા આ પણ છે.
કાળા રંગના નહીં, પરંતુ લાલ, પાતળીયા અને મોઢે શામળા પુરુષો અને તેવી જ સ્ત્રીઓથી ઉત્પન્ન થયેલાં સંતાનો જ આ દેશમાં યોગ્ય સંતાનો હોય છે. યોગ્ય સંતાન પ્રાપ્તિની દૃષ્ટિથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org