________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
આદર્શ રાખવાથી, અસંયમથી થતાં નુકસાનોમાંથી પ્રજા બચતી રહે છે. પશુઓને કોઈ કાંઈ શીખવતું નથી, પ્રજાનું આરોગ્ય સારું થાય તો બધું સુવ્યવસ્થિત જ થાય. તેને બદલે આ વિષે જાહેર સંસ્થાઓમાં જ્ઞાન આપવાથી સંયમી થવાને બદલે મોટો ભાગ અસંયમી અને હલકી મનોવૃત્તિ તરફ દોરવાઈ જશે જ. આ મોટી કમનસીબી છે. પછી બાજી હાથમાં નહીં રહે. જ્યારે પરદેશીઓ પોતાના દેશમાં કાયદા કરી સંયમ પોષે છે.
૧૩૮
પોતાની સ્ત્રીમાં પણ આ જાતની અનંગક્રીડાને શાસ્ત્રકારોએ શ્રાવકને અતિચાર તરીકે ગણેલ છે. તેમાં પણ ખાસ હેતુઓ છે. એક તો શ્રાવકની સભ્યતાને એ ચેષ્ટાઓ કોઈ પણ રીતે ઉચિત નથી. તેમાંની કેટલીક બુદ્ધિ ભ્રષ્ટ કરનારી છે, કેટલીક પાપમય છે, કેટલીક બીભત્સ છે, કેટલીક અનાર્ય જાતિની છે, કેટલીક રોગ કરી ઉદ્વેગ કરનારી છે. તેથી તેનું સેવન સર્વથા વર્જવા યોગ્ય તો છે જ. પરંતુ ખરી રીતે આવા કામોદ્દીપક પ્રયોગોનું સેવન એ નબળાં સ્ત્રી-પુરુષની નિશાની છે. અને તેથી પરિણામે ભયંકર રોગો તથા અત્યન્ત અશકિત વૈદ્યક તથા કામશાસ્ત્રકારોએ જણાવેલ છે.
અશકત અને સહજ કામવાસનાની જાગૃતિ વગરનાં સ્ત્રીપુરુષો કૃત્રિમ કામોદ્દીપન કે સંતોષ માટે ઉપરના પ્રયોગોનો આશ્રય કરે છે. અર્થાત્ આવા પ્રયોગોનો આશ્રય એ નપુંસકતાનું સૂચક ચિહ્ન છે, એમ પૂર્વ પુરુષોએ કહ્યું છે. કુળવાન શ્રાવક સંયમી હોય છે, યથાયોગ્ય શરીરના આરોગ્યવાળો હોય છે. જે પુરુષ કે સ્ત્રી યથાયોગ્ય આરોગ્યવાળાં હોય છે, તેમની કામવાસના ક્ષણે ક્ષણે ઉશ્કેરાઈ જનારી નથી હોતી. અને સાધારણ કામવાસનાની ઉત્પત્તિમાં પણ તે સંયમી રહે છે. ગમે તેવા સંજોગોમાં પણ તેઓ પોતાની વાસનાને કાબૂમાં રાખે છે. તેમની ઇચ્છા સહજ રીતે જ બ્રહ્મચર્ય પાળવા તરફ હોય છે. તેઓનું ઉત્તમ આરોગ્ય બ્રહ્મચર્યમાં મદદગાર હોય છે. ‘“કમજોર ગુસ્સા બહોત’’ આવા નબળા મનના માણસોની વિષયવાસનાઓ જ ક્ષણિક અને ક્ષણમાં ઉશ્કેરાય તેવી હોય છે. સુંદર આરોગ્યવાળાં સ્ત્રીપુરુષો કુદરતી રીતે જ સંયમ ન પાળી શકે તેવી સ્થિતિમાં આવી પડે ત્યારે જ વ્રતને સાપેક્ષપણે રહી સહજ વાસનાજન્ય વિષયવાસના તૃપ્ત કરે છે. સહજ વિષયવાસનાના તૃપ્તિજન્ય સાંસારિક ક્ષણિકસુખમાં પોતાની પ્રવૃત્તિ માટે માનસિક પશ્ચાત્તાપ પણ કરે છે. પરંતુ તેવા સહજ વિષયી સ્ત્રીપુરુષોને ઉપર જણાવેલા ચાતુ:ષષ્ઠીના પ્રયોગોની જરૂર જ નથી, પરંતુ તે સિવાયના નબળાને માટે જ કામશાસ્ત્રકારોએ પણ એ પ્રયોગો બતાવ્યા છે. અર્થાત્ એ પ્રયોગોનું સેવન એ ઊતરતો નંબર છે. નબળાની અને ખાસ કરીને નપુંસકની નિશાની છે. માટે પણ ઉત્તમ શ્રાવકને સ્વદારાને વિષે પણ અનંગક્રીડા એ અતિચાર રૂપ જણાવેલ છે. છતાં સહજ રીતે પ્રવર્તે તો તે અનાચાર રૂપ નથી. જે પુરુષ અનંગક્રીડાના પ્રયોગો વિના સ્ત્રીને, અને સ્ત્રી પુરુષને, સહજ ઉત્પન્ન વિષયવાસનાની તૃપ્તિ ઉત્પન્ન કરી શકે, તે જ સ્ત્રી અને પુરુષો ખરાં સ્રી-પુરુષો છે. તેમાં બ્રહ્મચર્યનું પાલન મુખ્ય આવશ્યક છે.
હાલના વખતમાં જે ધોળાં, ફિકકાં, રૂપાળાં મોંવાળાં, જાડાં, ખોટાં ટાટોપવાળાં, નકામી કુચેષ્ટાઓ કરનાર, સુકાઈ ગયેલાં સ્ત્રી-પુરુષો હોય, તે રીતસર સ્ત્રી-પુરુષો નથી. કાબુલી, અંગ્રેજો, બંગાળી વગેરેમાં પણ કેટલાક જાડા, મોટા, ઊંચા છતાં અલ્પ વીર્યવાળા હોવાથી તેઓ પણ યોગ્ય પુરુષો ગણાતા નથી. કારણ કે લોહી, માંસ, મેદ કે હાડકાં વધી ગયેલા હોય અને ખાનપાનના રસનો પ્રવાહ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org