________________
ભૂમિકા
૨. પ્રભુને સાત ચૈત્યવંદન કરવાં જોઈએ, છતાં ન બને તો એક પણ ચૈત્યવંદન, પૂજા કે ચૈત્યપરિપાટી
રૂપ ચતુર્વિશતિ સ્તવ દિવસમાં ઓછામાં ઓછું કે વધુમાં વધુ કરવું જોઈએ. ૩. દુવિહાર, તિવિહાર, ચોવિહાર, ગંઠસી, વેઢમી, એકાસણું, ઉપવાસ કે એવું કાંઈ પણ જઘન્ય,
મધ્યમ, ઉત્કૃષ્ટ પ્રત્યાખ્યાન કરવું જોઈએ. ૪. સવાર, સાંજ, બપોરે એમ ત્રણ વખત ગુરુવંદન કરવું જોઈએ. ગુરુની સેવા વૈયાવચ્ચ પણ
ગુરુવંદન છે. ૫. આખા દિવસમાં કરવાના છ આવશ્યકમાં આવેલી ખામીઓના પ્રતિક્રમણ રૂપ પ્રતિક્રમણ
સાંજે દેવસિઅ પ્રતિકમણ હાઉ? થી અઢાઇજજેસુ સુધી કરવું જોઈએ. ૬. અને દિવસના પ્રાયશ્ચિત્ત-દોષો નિવારવા તથા સંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ માટે દિવસમાં અવકાશે કાયોત્સર્ગ કરવો જોઈએ.
અતિચારમાં આવે છે કે, “કર્મક્ષય નિમિત્તે દશ વશ લોગસ્સનો કાઉસગ્ન ન કર્યો” તે ઉપરથી રોજ કાઉસ્સગ્ન કરવાનું વિધાન જણાય છે. વળી ઉપધાન, નવપદ આરાધના, અક્ષયનિધિ તપ, ચૌદ પૂર્વતપ વગેરે તપોમાં – નોકારવાલી, ખમાસમણાં, દેવવંદન તથા કાયોત્સર્ગ તે તે દિવસના આરાધ્યને ઉદ્દેશીને કરવાના છે તે વિધિઓમાં હોય છે. માટે દિવસમાં શ્રાવકે યથાશકિત કાઉસ્સગ્ન કરવા જોઈએ.
આમ છ આવશ્યકો આખા દિવસમાં સાચવવાની આશા છે. પછી તે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટમાંથી યથાશક્તિ ગમે તેનું આચરણ કરે અને તે શ્રાદ્ધ, બાલ શ્રાવક, મધ્યમ શ્રાવક, ઋદ્ધિવંત શ્રાવક કે મહાથાવકને ઉચિત હોય તે કરે. પણ આખા દિવસમાં જુદે જુદે વખતે ખાસ છ આવશ્યક સાચવવાના હોય છે. સંઘ કાઢવો એ મહાશ્રાવકનું વિસ્તૃત ચતુર્વિશતિસ્તવ છે. તે જ પ્રમાણે સંઘ સાથે ગુરુવંદન કરવા બહારગામ જવું, એ વિસ્તૃત ગુરુવંદન છે.
એ જ પ્રમાણે શ્રાવિકાને માટે. એ જ પ્રમાણે મુનિવર્ગ માટે, સર્વ વિરતિ સ્વરૂપ છ આવશ્યક સાચવવાનાં હોય છે. ૨૯. તેમાંનાં છ આવશ્યકો જ શ્રાવક શ્રાવિકા આખા દિવસમાં ન સાચવી શક્યા હોય, તેમણે તે
છયેય-આવશ્યકો સાંજે પ્રતિક્રમણ વખતે પણ સાચવવાં. ૧. પ્રથમ સામાયિક લેવું તે સામાયિક આવશ્યક સાચવવું. ૨. પછી એ દિવસનું ગુરુવંદન સાંજે બે વાંદણાથી કરવું. ૩. પછી દિવસ ચરિમનું પ્રત્યાખ્યાન લેવાય છે. ૪. ચાર થોયોથી દેવ વાંદી ચતુર્વિશતિ સ્તવ કરવું. ૫. દેવસિઅ પડિટ કાઉ? થી અઢાઇજેસુ સુધી છ આવશ્યકમય દેવસિય પ્રતિક્રમણ કરવું.
જે કર્યાનો “સામાયિક, ચઉવિસત્થો વગેરે કર્યું છે.” એમ બોલીએ છીએ. એ ઉચ્ચાર નમોસ્તુ પહેલાં કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org