________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પાઠો, ૫. શાંતિ સ્તોત્રો. ૬. સ્તુતિઓ. આ છ ઐચ્છિક હોય છે. આ છ સિવાયનો કોઈ પણ
વિધિનો લગભગ તમામ ભાગ આવશ્યક સૂત્રમાંનાં મુખ્ય સૂત્રોથી જ ગૂંથાયેલો હોય છે. ૨૬. એટલે વિધિઓમાં “અશાસ્ત્રીય તત્વો ઘૂસી ગયાં છે.” એમ બોલવાનો કોઈને માટે અવકાશ
પણ નથી. ઉપરના છ માટે વ્યકિતને છૂટ છે. જે એટલી છૂટ ન હોય, તો કોઈ પણ વિધિ તે તે વ્યકિતગત ન બની શકતાં, માત્ર યાંત્રિક બની જાય. વ્યક્તિનું સ્વારસ્ય તેમાં ન ઉમેરાત, તેથી તે માત્ર જડ રટણ બની જાત. ચૈત્યવંદન કરવાની દશ જણાની ઈચ્છા થઈ, પરંતુ મારી ઇચ્છા મહાવીર સ્વામી પ્રભુનું ચૈત્યવંદન કરવાની હોય અને મને તેમના નિર્વાણ પ્રસંગના વર્ણનનું સ્તવન સુંદર આવડતું હોય, અને તેથી મારા ભાવમાં વૃદ્ધિ થતી હોય, તો હું તે પ્રમાણે કરી શકું. એટલે એ સ્તવન સાથે મેં કરેલું ચૈત્યવંદન વિધિ મારો જ ગણાય. અને બીજાએ પોતાની ઈચ્છા પ્રમાણે ચૈત્યવંદન, સ્તવન, થોય કહી હોય, તો તે તેનો ગણાય. આ રીતે સર્વ સામાન્ય વિધિને-વ્યકિતગત બનાવવાની પણ સગવડ થઈ શકે છે, અને દરેક વ્યક્તિ ઉલ્લાસપૂર્વક પોતાના સંજોગો અનુસાર પોતપોતાની ક્રિયા કરી શકે છે. આથી જ જિનમંદિરમાં ઘોંઘાટનું બહાનું કાઢીને વ્યક્તિગત ઉલ્લાસને રોકવા નહિ જોઈએ. દરેકને છૂટથી બોલવા દેવાની છૂટ છે. શાંતિ રાખવાની સૂચના આપનારાં પાટિયાં વિપરીત જણાય છે. સામાયિક પ્રતિક્રમણાદિક સાથે ભણાવાય, તે
ઈષ્ટ છે. ૨૭. પરંતુ દરેક બાળજીવો એ પ્રમાણે ચૈત્યવંદનાદિક એ છયેય રીતસર જૈન શૈલી અનુસાર બનાવી
શકે અને ઉપયોગ કરી શકે, તેમ સંભવિત ન હોવાથી, તે તે વિશિષ્ટ વ્યકિતઓએ બનાવેલાઓનો ઉપયોગ કરવાની પણ છૂટ રહે છે. માત્ર રચનાર તે વિશિષ્ટ વ્યક્તિ પ્રામાણિક હોવી જોઈએ. તેમાંના કોઈ પણની બનાવટનો મન ફાવતી રીતે કોઈ પણ ઉપયોગ કરી શકે છે. માટે સ્તવનો, ચૈત્યવંદનો વગેરે અનેક અને અનેક વિરચિત પ્રસિદ્ધ છે. એટલા જ માટે કોઈ કોઈ વિધિઓમાં, અન્ય ગચ્છાચાર્યકૃત હોય, તો પણ તે બોલવામાં વાંધો લેવામાં આવતો નથી. ત્યારે અમુક
વિધિઓમાં સ્વગચ્છાચાર્યકૃત હોવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે બન્નેય સહેતુક હોય છે. ૨૮. આ પ્રમાણે સેંકડો બબ્બે હજારો અનુષ્ઠાનોના વિધિઓ હોય છે, તે દરેકની, દિવસના, રાતના,
પાક્ષિકના, ચોમાસાના અને વર્ષના[તથા જિંદગીના એમ કોઈ પણ પ્રકારના મુખ્ય છ આવશ્યકોમાં સમાવેશ થાય છે.
સામાયિકવંત એટલે કે, સમ્યત્વવંત, શ્રુત સામાયિકવંત, દેશ વિરતિ શ્રાવકશ્રાવિકા અને સર્વવિરતિ સાધુ-સાધ્વીઓને દિવસમાં અને રાત્રિમાં પક્ષમાં, ચોમાસામાં અને વર્ષમાં [તથા જિંદગીમાં] ઓછામાં ઓછા છ આવશ્યકો કરવાનાં હોય છે. દાખલા તરીકે – શ્રાવકની વાત લઈએ, તેમણે ૧. તીર્થંકર પરમાત્માના અનુકરણરૂપ દરરોજ એક, કે તેથી વધારે અનુકૂળતા પ્રમાણે સામાયિક
કરવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org