________________
પંચ પ્રતિકમાણસૂત્ર
૧૨૫
આજે પણ તેવા ઘણા છે. છતાં તેની પરવા વિના છડેચોક તેઓ લૂંટારા છે” એવો આરોપ, સાથે ધર્મના સિદ્ધાંતની નિંદા પણ ખરી કે “તેઓની અહિંસા અવ્યવહારુ છે.” મુશ્કેલી તો ત્યાં છે કે-આ બધી વાત પરિસ્થિતિથી અજ્ઞાત અને કેળવાયેલા ગણાતા આપણા જ ભાઈઓ સાચી માની ઉપાડી લે છે, એ આશ્ચર્ય છે.
પરદેશીઓની હરીફાઈમાં, કાયદાની મદદ, કોર્ટો અને બેંકોની મદદ વગેરે કારણોથી દેશી વેપારીઓ ટકી શકે જ નહીં, છતાં તે ટકી શકે છે, તેઓનું આ જમાનામાં અસાધારણ બુદ્ધિબળ સમજવું અને એમ ટકી રહેવા તેઓને નાના મોટા દોષો સેવવા પડે, તો તે હાલના કટોકટીના દેશકાળની દષ્ટિથી ક્ષમ્ય ગણાવા જોઈએ, અને તે દોષ રૂપે ન ગણાવા જોઈએ. એવાઓની બહાદુરી વખાણપાત્ર ગણાય. તેવી સ્થિતિમાં પણ રોટલો રળે, બાપદાદાની આબરૂ જાળવે, સાદાઈ અને સંયમમાં રહે, ધાર્મિક બાબતોના ખર્ચમાં થોડા-ઘણા ઊભા રહે, તો પણ તે ઉતારી પાડવા લાયક ગણાય જ નહીં. જે કે આવાં થોડાં જ કુટુંબો ટકવા પામ્યાં છે.
આવા વિચિત્ર દેશકાળમાં તેમને આંટીઘૂંટી કરવી પડે, થોડી અપ્રમાણિકતા કેળવવી પડે, તેમ કરીને પણ શાખ ટકાવે, તો તે ક્ષમ્ય ગણાય. પ્રામાણિકતા કરતાં શાખની કિંમત મોટી છે.
સતી સ્ત્રી જૂઠું બોલીને, છેતરીને, છટકી જાય, ને શિયળ બચાવે, તો તે જૂઠાણું કે છેતરપિંડી દોષ રૂપ નથી.
પ્રામાણિકતા કરતાં શાખની કિંમતે મોટી છે. શાખ ખાતર થોડી ઘણી નછૂટકે અપ્રામાણિકતા દોષ રૂપ નથી. કહ્યું છે કે પ્રત્યપિ પ્રત્યય રક્ષિતવ્ય: તે “પ્રાણ જાય પણ પ્રત્યય-વિશ્વાસ, નોક, શાખ ટકાવવાં.” અને હાલના વિષમ દેશકાળમાં ભીખ માંગવાનો કે કોઈના આશ્રિત થવાનો વખત આવે, કે હલકો ધંધો કરવો પડે તેવો પ્રસંગ આવે તેમ હોય, તો મૂળ વસ્તુ ટકાવવા નછૂટકે બુદ્ધિબળ વાપરીને આંટીઘૂંટીમાંથી છટકી જઈ પોતાની સ્થિતિનો ટકાવ કરવો. એ હાલના દેશકાળમાં વાસ્તવિક રીતે દોષરૂપ જણાતું નથી.
કારણ કે, પરદેશીઓ બહારથી પ્રામાણિક દેખાય છે. પણ કાયદેથી, લાગવગથી વેપારી હકો મેળવીને બેઠા હોય છે. એટલે તેમાં છૂપો મોટો અન્યાય હોય છે ત્યારે દેશીઓની અપ્રામાણિકતા ઉઘાડી દેખાય છે, અને નિંદાના સૂક્ષ્મદર્શક યંત્રમાં તે મોટી દેખાય છે. માટે આ વિચારણીય છે.
શાખને માટે તો પ્રાણ આપવા સુધી દેશીઓની લાગણી પહોંચવાના પ્રાચીન કાળમાં સેંકડો દાખલા છે. તેમજ આજે પણ કાયદા બહાર ગયેલા અને નાદાર થાય તો કાંઈ પણ આપવાની ફરજ ન પડે તેમ હોય, છતાં પણ સંપૂર્ણ દેવું આપી દેવા સુધી પહોંચેલાઓ દેશીઓમાં મળી શકે છે. આ પૂર્વના સંસ્કારને આભારી છે. પરંતુ, નાદારી લેવાના કાયદાની સગવડને અંગે જો કે આ બાબતની નબળાઈ પ્રજામાં પેસતી જાય છે. પણ તે ઈષ્ટ નથી. ન્યાય, નીતિ અને વ્યવહારના ધોરણ સમજદારે એવા કાયદાના આશ્રય નીચે હજારો વર્ષથી ચાલતી આવતી શાખ ગુમાવવી ન જોઈએ. તમારા કુટુંબનો ઇતિહાસ તપાસશો, તો પ્રાય: કરીને કોઈ પણ વ્યક્તિએ આજ સુધીમાં શાખ ગુમાવી નહીં હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org