________________
૧૨૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તેમજ પારકી પડેલી, પડી ગયેલી, કે ભૂલી જવાયેલી ચીજ ઉપાડીને રાખી લેવી, એ એક જાતની ચોરી છે, અથવા હિસાબમાં ભૂલ થાપ ખવરાવવી એ પણ એક જાતની ચોરી છે.
તે તે જાતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંજોગો પ્રમાણે કરેલા વ્યાજના દરથી વધારે વ્યાજ લેવું, એ પણ એવી જ રીતે આ અતિચારમાં સમાય છે.
દાખલા તરીકે :- સામાન્ય શરાફી વ્યાજ શહેરમાં ૮-આઠ આના હોય, પણ ગામડામાં-સામાન્ય રીતે ૧૨-બાર આના ગણાય, તે પણ સધ્ધર માટે. પણ નબળી આસામી માટે રૂપિયો લેવો ગેરવાજબી ન ગણાય. તેમજ નાણાંની ઉઘરાણી કરવી પડે તેમ હોય, મિલકત ન હોય, માત્ર છૂટક મજૂરી ઉપર આધાર હોય, અને ખેતી કે ધંધા વગેરે સિવાયના અનુત્પાદક કામ માટે નાણાં આપવાનાં હોય, તો તેથી પણ વધારે વ્યાજ અન્યાય ન ગણાય. કારણ કે, તેની પાછળ જોખમ જેમ વિશેષ તેમ વ્યાજનો દર ચડે, તેમાં અન્યાય ન ગણાય. તેમજ શહેર નજીક ન હોય, તેવા રોકડની દુર્લભતાવાળા પ્રદેશમાં તેથી પણ વ્યાજ વિશેષ હોય તો તે અન્યાય નથી જણાતો. વળી મોસમમાં નાણાભીડ વખતે દરેક ઠેકાણે વ્યાજ વધારે રહે. અને ચોમાસા વગેરે નિરુદ્યમી વખતમાં વ્યાજનો દર ઓછો રહે એ સ્વાભાવિક છે. તેથી એવા વ્યવહારો અન્યાયી નથી પણ ન્યાયસરના છે. દેશી વ્યાપારીઓના વ્યાજના આવા અનેક પ્રકારના દર સહેતુક હોય છે. અને તે નાણાપ્રકરણી પરિસ્થિતિને બંધબેસતા અને વાજબી હોય છે, છતાં હવે “દેશી વ્યાપારીઓ મોટા વ્યાજ રાખે છે, અને ખેડૂતોને ચૂસે છે. માટે તેઓના કેસો તરફ બહુ ધ્યાન ન આપતાં ખેડૂતોની તરફેણ કરવી તેમજ ખેડૂતોને સસ્તા વ્યાજના દરથી નાણાં ધીરવાં. દેશી વેપારીઓ જુલમી છે, અને તેમાંના જૈનો તો નાના જીવોને મારતા નથી પણ આમ મોટા જીવોને દબાવી મારીને હિંસા કરે છે, માટે જૈનોની અહિંસા અવ્યવહારુ છે.” આવા આક્ષેપો પરદેશીઓની સ્વાર્થી વૃત્તિમાંથી ફેલાયેલા છે. કારણ કે, તેઓની ઈચ્છા ખેતી હાથ કરવાની હોવાથી ખેડૂતોને હાથ કરવા ઉપરના વિચારો ફેલાવી દેશી વેપારીઓ તરફ અણગમો ઉત્પન્ન કરવામાં આવ્યો છે જેથી જાહેર વાતાવરણમાં તેમની નિંદા કરવાથી ખેડૂતો સાથેનો તેઓનો સંબંધ તૂટે તો નાણાંની સહકારી મંડળીઓ દ્વારા ધીરધાર કરી શકાય. પણ દેશી વેપારીઓ ઉપર આ મોટો અન્યાય છે. વ્યાજના દરોના અનેક જુદા જુદા દરો હોવાનાં સ્વાભાવિક કારણો ઉપર જણાવ્યાં છે. અને તે જ શેરોના ભાવોમાં, હૂંડિયામણોમાં, વગેરેમાં ફેરફાર આપણને બીજી રીતે દેખાય છે અને જે સહજ હોય છે. તેમ આ પણ વેપારી અને નાણાં પ્રકરણી ધોરણે હોય છે, તેમાં દેશી વેપારીઓનો દોષ કાઢવો, એ એક ખોટું આળ છે.
એવા પણ દાખલા મળી શકે, કે-કોઈ કોઈ દેશી વેપારીએ ખોટાં તોલમાપ રાખ્યાં હોય, દેશકાલના ધોરણ ઉપરાંત વ્યાજ લીધાં હોય, ખોટા દસ્તાવેજ લખાવી દીધા હોય, થાપણ રાખી પાડી હોય. આવા આવા દાખલા બન્યા હોય. પરંતુ શું કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે આવા દાખલા બને જ નહીં ? અને આવા કવચિત્ દાખલાઓ ઉપરથી તેવા ધંધામાં પડેલા લાખો માણસોને એવા જ ગણી લેવાય ? આ દેશમાં વ્યાપારીઓની શાખ પ્રથમ દરજ્જાની હતી. તેઓના વચનની કિંમત ટંકશાળના સિકકા જેવી હતી. અને પ્રમાણિકતા તથા ખાતર જાનની પણ પરવા તેઓ નહોતા કરતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org