________________
૧૨૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
આપણી પ્રજામાં શાખ પણ વારસે ઊતરે છે, અને તે પણ એક મોટામાં મોટી મિલકત છે. દશ્યમાન ધન કરતાં એ એક ગુપ્ત અજબ ધન છે, મૂડી છે.
આ વ્રત પાળવાથી-સર્વને વિશ્વાસ યોગ્ય થવાય છે, શાહુકારી ગણાય છે, સમૃદ્ધિ વધે છે, ટકે છે, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, અને સ્વર્ગાદિ મળે છે. -
૪. ચોથા અણુવ્રતનું સ્વરૂપ અને તેના અતિચારોનું પ્રતિક્રમણ બ્રહ્મચર્ય શબ્દના સામાન્ય રીતે વ્યુત્પત્યર્થ પ્રમાણે અને પ્રવૃત્તિનિમિત્ત પ્રમાણે શાસ્ત્રમાં કેટલાક અર્થ કરેલા છે. તો પણ બ્રહ્મચર્યના અમૈથુન અને ગુરુકુળ વાસ એ બે પ્રવૃત્તિનિમિત્તક અર્થ જૈન શાસ્ત્રમાં વિશેષ પ્રચલિત જોવામાં આવે છે. અમૈથુન અર્થ વિષે વિચાર સમજવાનો છે. તે ઉપરાંત, આત્મલીનતા, સર્વથા સર્વ ઇન્દ્રિયોનો સંયમ વગેરે પણ તેના અર્થો થાય છે. પણ તે દરેક એક બીજા સાથે ઘણો જ સંબંધ રાખે છે એટલે મુખ્ય અર્થમાં લગભગ બધાનો સમાવેશ થાય છે. વળી અમૈથુન રૂપ સ્થિતિ પણ ગુરુકુળ વાસમાં ટકાવી શકાય છે. માટે તેના એક સાધન તરીકે ગણીને બ્રહ્મચર્ય એટલે ગુરુકુળ વાસ એવો અર્થ કરવામાં આવ્યો છે. તે પણ યોગ્ય જણાય છે.
અમૈથુનભાવ રૂપ આદર્શ બ્રહ્મચર્ય તો એ કહેવાય કે-દરરોજ ગ્રહણ કરવામાં આવતો આહાર એવી રીતે પરિણત થાય કે જેમાંથી સાતેય ધાતુઓ સમતોલપણે ઉત્પન્ન થાય, અને વ્યવસ્થિત ગોઠવાય. સાત ધાતુઓ-રસ, લોહી, માંસ, મેદ, હાડ, મજજા, શુક્ર, આહારમાંથી ઉત્પન્ન થયેલા રસ વગેરેમાંથી ઠેઠ શુક્ર સુધીની તમામ ધાતુઓ પ્રમાણસર બન્યું જાય અને પોતપોતાના આશયોમાં યોગ્ય રીતે ગોઠવાયે જાય. પણ જે યોગ્ય રીતે ન ગોઠવાય, તો કાં તો રસ વધી જાય, કાં તો લોહી વધીને માણસ લાલ થઈ જાય, મેદ કે માંસ વધીને માણસ જાડો થઈ જાય, વગેરે. અથવા તેમાં વિકારો ઉત્પન્ન થઈ જુદા જુદા રોગો ઉત્પન્ન થાય, પરંતુ શુદ્ધ શુક્ર સંપૂર્ણ ઉત્પન્ન ન થાય.
શુક સંપૂર્ણ ઉત્પન્ન થયા પછી પણ આખા શરીરમાં તે ચડી જવું જોઈએ, અને તે પણ પાકીને તેના કસરૂપે આખા શરીરમાં એક જાતનું ઓજસ - તેજ પથરાઈ જાય છે. આવી વ્યક્તિનું બ્રહ્મચર્ય આદર્શ કહેવાય. આવા ઓજસ્વી સ્ત્રીપુરુષનું મન ચંચળ હોતું નથી. તેનાં આહાર, વિહાર, નિદ્રા, શ્રમ, આરામ વગેરે સમ પ્રમાણમાં હોવાથી તેને રોગો થતા નથી. તેના શરીરમાં એક જાતની તરાવટ, શાંતિ, ઠંડક હોય છે, તેનું મગજ શાંત, તીવ્ર વેગવાન, સુંદર વિચાર કરવા સમર્થ રહે છે. સ્વભાવ શાંત, કાર્યદક્ષ, અગ્લાન, ઉદ્યમી, પરિશ્રમ સહ હોય છે. દરેક ઋતુઓની સમ-વિષમ દશાઓ તેના શરીર ઉપર અસર કરી શકતી નથી. વિષય-વાસના, આહાર-લોલુપતા વગેરે દોષો આવા બ્રહમચારીઓને અસર કરી શકતા નથી. તેનાં મન, વચન, કાયા સંયમી અને સહજ પવિત્ર હોય છે.
હવે, ઉપર પ્રમાણે જેઓના શરીરના બંધારણ પૂર્વભવના તથાવિધ સુકર્મને અભાવે તથાવિધ નથી હોતાં એટલે કે જેઓ અલ્પ ઓજસ્વી છે. તેઓનાં આહાર, નિદ્રા અને બ્રહ્મચર્યમાં વિષમતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org