________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૧૫
ગૃહસ્થ પૂરતું અમુક બંધારણનું વ્રત બનાવી, અને ઉપર પ્રમાણે ચારિત્રાચારનાં બાર વ્રતો બનાવી બધાંય વ્રતો ગૃહસ્થ પાસે લેવરાવાય છે. એટલે વ્રત રૂપ ચારિત્રમાં દરેકનો સમાવેશ કર્યો. છતાં સમ્યકત્વ સહિત બાર વ્રતમાં જ ગૃહસ્થનું ધાર્મિક જીવન સમાઈ જાય છે, એમ સમજવાનું નથી. પણ સાધુઓ પાંચ આચાર પાળે છે. તેમાંથી પણ ગૃહસ્થ યથાયોગ આચરી શકે છે. અર્થાત્ શ્રાવકોએ પણ પાંચેય આચારો પાળવાના હોય છે. તેમાં માત્ર ચારિત્રાચારમાં ઉપર પ્રમાણે વ્યવસ્થા કરી છે, છતાં તેમાં પણ વિશેષ પાળે, તેનો નિષેધ આથી થતો નથી. અને તેથી જ અગિયાર પ્રતિમાઓ, બીજાં તપ વગેરેનાં વ્રતો ગૃહસ્થો માટે પણ છે. શાસનની પવિત્રતા, વાત્સલ્ય, સ્થિરીકરણ વગેરે ગૃહસ્થો પણ કરી શકે છે. જ્ઞાનાચાર પણ આચરી શકે છે. આ રીતે વિચારતાં જૈન ગૃહસ્થનું ધાર્મિક જીવન કેટલું ભવ્ય, ઉત્કૃષ્ટ અને સુંદર હોય છે, તે સમજાશે. બાર વ્રતમાં ન આવતા કેટલાક રિવાજે જૈન સંઘમાં પરંપરાથી પ્રચલિત જોવામાં આવે છે. તે ઉપર જણાવેલા પંચાચારની દષ્ટિથી હોય છે. શ્રાવક સમકિતના પાંચ અતિચારો જાળવીને બાર વ્રત સાચવે, તેમાં જૈન ધર્મના પાલનની ઈતિકર્તવ્યતા સમાતી હોય, તો શાસનનાં મહાન મહાન કામો કરે છે, મોટાં મોટાં ઉત્સવો, સમારંભો, તીર્થો, પ્રભાવનાઓ વગેરે પ્રવર્તે છે, તે કયા આધારથી ? એ પ્રશ્ન થશે. પણ એ પંચાચારની વિશાળ વ્યવસ્થાની દષ્ટિથી છે. શાસનનો વહીવટ ચક્રવર્તીના રાજ્ય વહીવટ કરતાંયે વિશાળ, અને સૂક્ષ્મ વ્યવસ્થાથી બંધાયેલો પ્રવર્તે છે. તે પાંચ આચારની દૃષ્ટિથી, અને તેમાં ત્યાગી અને ગૃહસ્થ પોતપોતાની મર્યાદાઓ પ્રમાણે યથાશક્તિ એટલે સંપૂર્ણ શક્તિ ફોરવીને ભાગ લઈ શકે છે અને ભાગ લેવો પણ જોઈએ, એ પ્રત્યેક જૈને નામ ધારણ કરનારની ફરજ છે.
પહેલેથી આઠમી ગાથા સુધીમાં વિષયનો અનુક્રમ નીચે પ્રમાણે છે.
૧. પ્રકાર - પહેલી ગાથામાં મંગળાચરણ અને માત્ર અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. એ બે મુખ્ય વિષયો છે. બીજી ગાથામાં વ્રતો અને આચારોનું સામાન્ય પ્રતિક્રમણ, નિંદા, ગહ છે. ત્રીજી ગાથામાં સર્વ પાપોના મૂળરૂપ પરિગ્રહ અને સાવદ્ય આરંભનું પ્રતિક્રમણ છે. પછી અનુક્રમે જ્ઞાનાચારનું પ્રતિક્રમણ આવે છે. પછી ચારિત્રાચારના પ્રતિક્રમણમાં છઠી ગાથામાં સમ્યકત્વવ્રતનું પ્રતિક્રમણ અને સાતમીમાં જીવદયાની ખામીની નિંદા આવે છે. અને આઠમીમાં સામાન્ય બાર વ્રતનું પરિક્રમણ આવે છે. પછી વિગતવાર પ્રતિક્રમણ આવે છે. ઠેઠ ૩૫ ગાથા સુધી ચાલે છે.
૨. પ્રકાર - બીજી ગાથામાં વ્રતો અને આચારોનું સામાન્યથી પ્રતિક્રમણ બતાવ્યું છે.
ત્રીજી ગાથામાં દોષોનાં બાહ્ય મોટાં કારણ બતાવ્યાં છે. ગૃહસ્થના પંચાચારનો સામાન્યક્રમ અને તેના દોષો લાગવાનાં કારણો બરાબર સમજી ન શકે તેમને પણ સામાન્ય રીતે પરિગ્રહ અને સાવદ્ય આરંભમાં દોષ બતાવ્યા છે. ચોથી ગાથામાં અપ્રશસ્ત ઇંદ્રિયો, કષાયો વગેરેથી કર્મ બંધાય છે. એમ સમજાવી તેવા દોષોની નિંદા સમજાવી છે. હવે ગૃહસ્થ ઓછો પરિગ્રહ કર્યો, બહુ સાવદ્ય આરંભ ન કર્યો, ઈદ્રિયો કષાયો વગેરે ઉપર પણ યથાશક્તિ સંયમ રાખ્યો, છતાં ખાસ કામકાજે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે, તે પ્રવૃત્તિઓ પણ બરાબર વિવેકથી થવી જોઈએ, એમ પાંચમી ગાથામાં સમજાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org