________________
- ૧૧૪
શ્રી પંચ પ્રતિકમાણસૂત્રો
ત્રણ ગુણ વ્રતો :- દિ૫રિમાણ, ભોગપભોગ વિરમણ અને અનર્થદંડ વિરમાણ :- એ ત્રણેય વ્રતો, અણુવ્રતો એટલે મહાવ્રતોથી નાનાં વ્રતો, મહાવ્રતોમાં સ્કૂલ અને સૂક્ષ્મ હિંસાદિકનો ત્યાગ થાય છે, માટે તે વ્રતો મહાન કહેવાય છે. ત્યારે અણુવ્રતોમાં માત્ર હિંસાદિકના અમુક ભાગનો જ ત્યાગ થાય છે. તેથી તે વ્રતોનું નામ પૂલવતો કહેવાય છે. ગૃહસ્થ પોતાની જોઈએ તેટલી સગવડો જાળવીને વ્રતથી હિંસાદિકનો જે ત્યાગ કરે છે, તે ઉપરચોટિયો – સ્કૂલ જ ત્યાગ કરે છે. ઘણો અત્યાગ બાકી રહી જાય છે, પણ આ ગુણવ્રતોથી યુકિતપૂર્વક તેને કાબૂમાં લેવાનો માર્ગ બતાવ્યો છે. “આપણે આજીવિકા માટે પ્રયત્નો કરવાની છૂટ છે. છતાં દેશાવરમાં બહુ દૂર જઈ જઈને કેટલેક જઈ શકીશું ? માટે અમુક સો કે હજાર યોજનથી દૂર ન જવું. એટલું દિશાઓનું પ્રમાણ કરી લેવામાં શો વાંધો છે ?” એમ વિચારી તેમાં પણ સંયમ કરી દિગુ વ્રત લે, એટલે અણુવ્રતો કંઈક વિશેષ કડક બને છે, અને સંયમ વધે છે. એ જ રીતે ધંધાઓ અને ખાનપાનમાં પણ. કેવા ધંધા ન કરવા? તથા કઈ ચીજ ખાવી કે ન ખાવી ? વગેરેનાં પરિણામો કરવાથી સંયમ વધારે આગળ વધે છે. તે જ રીતે અનર્થ દંડ-નકામી પ્રવૃત્તિઓ-વધારે પડતી પ્રવૃત્તિઓનું વિરમણ-રૂકાવટ કરવાથી પણ સંયમ ઘણો જ આગળ વધે છે. પછી તો માત્ર ખાસ જરૂરિયાત પૂરતી જ છૂટો રહે છે. અને ગૃહસ્થનું આઠ વ્રતોથી જ લગભગ સ્વાશ્રયી, સંયમી, નિયમિત, સભ્ય, શાંત અને લાયક જીવન થઈ જાય છે.
તેટલેથી ન અટકાવતાં ગુરુઓ-વિશેષ સંયમની તાલીમ આપવા–પરમ પુરુષોએ સેવેલા પરમ ત્યાગની તાલીમ આપવા-સામાયિક વગેરે શિક્ષાવ્રતોમાં સંયમી ગૃહસ્થને દોરે છે. અને અગિયાર પ્રતિમાઓના વહન સુધી લઈ જઈને પરમ ત્યાગની ભૂમિકાની ઝાંખી કરાવે છે.
આમ, આ બાર વ્રતોમાં-પ્રથમનાં આઠ વ્રતો-ત્યાગ પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. અને પાછળનાં ચાર વ્રતો આરાધના-સામાયિક સ્વરૂપ છે. દરેકનું મૂળ સમ્યત્વવ્રત તે દેવગુરુની આરાધના સ્વરૂપ છે. એટલે ચતુર્વિશતિ તવરૂપ છે. અને એકંદર ધર્મની આરાધના કાયોત્સર્ગ સ્વરૂપ છે. કારણ કે-મન, વચન, કાયાના ભોગો આપ્યા વિના એ શક્ય નથી. વ્રતો પાળતાં અતિચારોથી ડગલે ને પગલે સાવચેતી રાખી તેનાથી દૂર રહેવાથી-પ્રતિક્રમણ કરવાથી વ્રતો પાળી શકાય છે. આ દષ્ટિથી આ સમ્યકત્વ સહિત બાર વ્રતો ગૃહસ્થની આખી જિંદગીનાં છ આવશ્યક છે, સમ્યકત્વ વ્રત સહિત બાર વ્રતો મુખ્યપણે પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. કેમકે-તેમાં જેમ બને તેમ સાવદ્યયોગોની જુદા જુદા દરજજાની વિરતિઓ છે અને વ્રતરૂપે લેવાય છે. માટે જિંદગીના કે વધારે વખતના પ્રત્યાખ્યાન સ્વરૂપે છતાં તેમાં ગર્ભિત રીતે ઉપર પ્રમાણે છ આવશ્યકો પણ સમાયેલા છે. મૂળ આવશ્યક સૂત્રોમાં બાર વ્રતનાં સૂત્રો પ્રત્યાખ્યાન આવશ્યકમાં છે.
- પાંચ આચાર એ મુનિ તથા ગૃહસ્થના ધર્માચરણની જૈનદૃષ્ટિથી બનેયની સામાન્ય ભૂમિકા છે. પરંતુ ગૃહસ્થની સ્પષ્ટ સમજ માટે દર્શનાચારને સમ્યકત્વવ્રત તરીકે રચીને જુદું જ સ્વતંત્ર વ્રત લેવડાવાય છે જેથી તે પોતાના ધર્મમાં મકકમ રહી શકે. દર્શનાચારની વ્યાખ્યા ઘણી જ બહોળી છે. તેના ઉત્સર્ગ અપવાદો ઘણા છે. તે ગૃહસ્થના ધ્યાનમાં ન રહે ને કટોકટીને વખતે કોનું આચરણ કરવું, કોનું ન કરવું ? એ બધું રીતસરની ગીતાર્થતા વિના સમજાય નહીં. એટલે પછી દર્શનાચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org