________________
૧૧૦
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો
"આણઉપયોગ, રિાજાદિક] અભિયોગ, અને અધિકારને લીધે [મિથ્યાદષ્ટિઓના સ્થાનમાં-] “આવવાથી, યિાં જવા પોતાને ઘેરથી નીકળવાથી, ઊભા રહેવાથી કે “ફરવાથી અને સૂવા બેસવાથી] જે કર્મ (દર્શનના અતિચાર રૂ૫] બાંધ્યું હોય, “દિવસ સંબંધી તિ] સર્વનું પ્રતિક્રમણ કરું છું.
અિથવા અણઉપયોગે જવા, આવવા, ઊભા રહેવા તથા ફરવાથી અને રાજાદિકનાઅભિયોગથી કે અધિકારને લીધે જે કર્મ બાંધ્યું હોય, દિવસ સંબંધી ]િ સર્વનું પ્રતિક્રમણ કરું છું. ૫.
વિશેષાર્થ :- આ ગાથા દર્શનાચારના અતિચારોના પ્રતિક્રમણ રૂપ છે. એટલે સામાન્ય રીતે જવું, આવવું, ઊભા રહેવું, ચાલવું, કામ કરવું, તથા મુશ્કેલી પ્રસંગે કેટલીક છૂટો લઈ માર્ગ કાઢવો. તથા નોકરી કરતાં કે જવાબદારી ઉપાડતાં કયાંય વિવેકથી ચકાઈ ન જવાય કે જેથી કરીને અન્યને તેમાં હાંસીનું કારણ ન થાય, પણ ઊલટું અનુકરણ કરવાનું મન થાય, તેમ જ હિંસાદિક દોષો ન થાય, વગેરે જાળવીને વર્તવામાં એક રીતે દર્શનાચારની શુદ્ધિ છે. તથા મિથ્યાષ્ટિના-મંદિર વગેરેમાં જવું પડ્યું હોય, ઊભા રહેવું પડ્યું હોય, ત્યાં આજુબાજુ ફરવું પડ્યું હોય, નોકરીને અંગે જવું આવવું પડ્યું હોય, રાજા વગેરેના બળાત્કારને લીધે તેને લગતું કાંઈ પણ કરવું પડ્યું હોય, અજાણતાં કાંઈ થઈ ગયું હોય વગેરે અતિચારોનું પ્રતિક્રમણ આ ગાથામાં છે. પાંચ અભિયોગ-રાજા ગણસ્વજન-પરજન લોકોનો સમૂહ. બળ=લશ્કર કે બળવાન. ગુરૂવડીલો, વિદ્યાગુરુ-માતા-પિતા વગેરે. વૃત્તિકાંતાર આજીવિકા અને ખરેખરી મુશ્કેલીનો પ્રસંગ. આ પાંચ કારણોથી નિરુપાયે સમજવા છતાં ધર્મથી વિરુદ્ધ આચરણ કરવું પડ્યું હોય, તો પણ અનાચાર લાગી વ્રતભંગ ન થતાં અતિચાર લાગે છે.
અથવા બીજા અર્થ પ્રમાણે આ પાંચમી ગાથા અનુક્રમ પ્રમાણે દર્શનાચારના અતિચારોના સામાન્ય પ્રતિક્રમણરૂપે છે. અથવા ગૃહસ્થનું જવું, આવવું, પણ નકામી કાયચેષ્ટા રૂપ ન હોય, અને પ્રયોજનને ઉદ્દેશીને જવું, આવવું પડે, તે પણ યતનાપૂર્વક જ હોય, આ બન્નેય વ્યાખ્યા આ ગાથાની કરેલી છે.
૬. વિગતવાર ચારિત્ર-આચારના અતિચારોનાં પ્રતિક્રમણોની શરૂઆત.
હવે ગાથા ૬ થી ૩૫ ગાથા સુધી ચારિત્રાચારના અતિચારોનું પ્રતિક્રમણ છે.
૧. સમ્યત્વવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- સંકા શંકા, અવિશ્વાસ. કંખાકાંક્ષા, ઈચ્છા. વિગિચ્છા વિચિકિત્સા, કંટાળો. પ્રશંસા=પ્રશંસા, વખાણ. સંથવો સંસ્તવ સ્તુતિ. કુલિંગી સુરકુલિંગીઆઓ સાથે. સમસ્સઈઆરે સમ્યકત્વના અતિચારો.
'સંકા કંખ વિગિચ્છા, પસંસતહ સંથવોકુલિંગીસ સમ્મતસઇઆરે, પડિફમે દેસિસÖ'),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org