________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૧૧
અવિશ્વાસ, અન્યની] ઇચ્છા, કંટાળો,” [અન્ય]" કુદર્શનીઓનાં વખાણ અને પરિચય એિ પાંચ સમકત્વ વ્રતના અતિચારોથી જે કર્મ બાંધ્યું હોય દિવસ સંબંધી°તિ સર્વનું પ્રતિક્રમણ
વિશેષાર્થ :- જો કે દર્શનાચારમાં સમ્યકત્વ આવી જાય છે. છતાં દર્શનાચારની એટલી બધી બહોળી વ્યાખ્યા છે, અને તેનું યથાયોગ્ય આચરણ ગીતાર્થ મહામુનિઓ કે તેની નિશ્રામાં રહેલા મહામુનિઓથી જ થઈ શકે છે. તો પછી શ્રાવકનું ગજું શું ? તેથી શ્રાવક માટે તેમાંથી જેટલું પાળી શકાય તેટલું જુદું પાડી આપીને તેનું એક વ્રત નકકી કરવામાં આવ્યું છે. બાર વ્રત લેતાં પહેલાં આ સમ્યકત્વનું પણ વ્રત ખાસ લેવું જોઈએ. એટલે સમ્યકત્વ વ્રત મૂળમાં છે, અને તે ઉપર બાર વ્રતોનો આધાર છે. આમ વ્રતરૂપે ઉચ્ચારાતું હોવાથી આ વ્રતનો તથા બાર વ્રતોનો સમાવેશ શ્રાવકના ચારિત્રાચારમાં થાય છે. તેથી કરીને શ્રાવકને જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર-વિમર્યાચાર-વગેરે પાળવાના નથી, એમ ઠરતું નથી. પરંતુ તે પણ યથાશક્તિ પાળવાના જ છે. એ દૃષ્ટિથી તીર્થભક્તિ, સંઘભકિત, શાસનની ઉડ્ડાહના દૂર કરવી વગેરે કામો શ્રાવકો કરી શકે છે. તેમજ ગીતાર્થ ગુરુઓની નિશ્રામાં શાસન પ્રભાવનાનાં પણ કામો મહાશ્રાવકો કરી શકે છે. અથવા મહાન ગુરૂઓનાં તેવાં કાર્યોમાં શ્રાવકો ભાગ લઈ શકે છે. એ દર્શનાચારની, દષ્ટિથી જ છે. મહાયાત્રા, મહામંદિરો, મહોત્સવો વગેરે દર્શનાચારની દષ્ટિથી જ પ્રવર્તતા આવ્યા છે અને પ્રવર્તે છે.
શંકા- અરિહંત ભગવાનની આજ્ઞાઓમાં અશ્રદ્ધાપૂર્વક અવિશ્વાસ, મનમાં સંશયો તે બે પ્રકારે છે. દેશાંકા અને સર્વશંકા : ધર્મ છે કે નહીં ? અથવા જૈન ધર્મ સારો હશે કે ખોટો ? તે સર્વ શંકા. જીવ સર્વવ્યાપી હશે ? કે અસર્વવ્યાપી ? પૃથ્વીકાય વગેરે સજીવ કેમ સંભવે ? નિગોદનું સ્વરૂપ ખરું હશે? અથવા હાલમાં કોઈ શુદ્ધ ચારિત્ર પાળનારા હશે કે કેમ ? એવા એવા અશ્રદ્ધારૂપ વહેમો તે દેશ શંકા. તે શંકા અતિચાર.
આકાંક્ષા - બીજા દર્શન-ધર્મવાળામાં કોઈ વ્યક્તિના ક્ષમાદિગુણો તથા બીજા ચમત્કારો વગેરે જોઈને તે ધર્મ પાળવાની ઈચ્છા થવી, તે આકાંક્ષા. દરેક ઈતર ધર્મો તરફ મનનું લલચાવું, તે સર્વ આકાંક્ષા. અને અમુક કોઈપણ એકાદ ધર્મ તરફ મનનું લલચાવું, તે દેશ આકાંક્ષા.
વિચિકિત્સા ધર્મના ફળનો અવિશ્વાસ. શંકા-દ્રવ્યાનુયોગને લગતી હોય છે, અને વિચિકિત્સા ધાર્મિક ક્રિયા અને તેના ફળને લગતી છે. પૂર્વકર્મના દોષથી કાંઈ દુ:ખ આવી પડે, તો તે ધર્મક્રિયાથી છે, એમ માનવામાં તો અનાચાર જ છે. સાધુસાધ્વીના મળમલિન અવયવો જોઈને મનમાં કંટાળો લાવવો, તે પણ વિચિકિત્સા અતિચારમાં આવે છે.
કુલિંગીની પ્રશંસા- મિથ્યાદર્શનીઓનાં વખાણ કરવાથી પણ સમ્યકૃત્વમાં અતિચાર લાગે છે.
કુલિંગીને સંસ્તવ- તેવાઓની સાથે પરિચય કરવાથી શ્રદ્ધા ઢીલી થાય છે અને સમ્યકત્વને ન છાજે તેવાં કૃત્યો કરવાનું મન થાય છે. માટે તેવા પરિચયથી દૂર રહેવું. નિનવના પ્રશંસા અને પરિચય પણ આ બે અતિચારમાં સમાય છે. સંસ્તવ એટલે પરિચય સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org