________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૦૯
અન્યને ન નમવું” વગેરે પ્રતિજ્ઞાના નિર્વાહ માટે કડક થવું પડે, તે પ્રશસ્તમાન. દીક્ષા લેવા કે હિંસા થતી અટકાવવા જે માયા પ્રપંચ કરવો પડે તે પ્રશસ્ત માયા. જ્ઞાનાદિક સાધનોનો સંગ્રહ કરવો પડે તે પ્રશસ્ત લાભ.
યોગ-ધર્મ તથા શુકલ ધ્યાનમાં પ્રશસ્ત મનોયોગ. દેવ ગુર્નાદિકના ગુણ વર્ણન ધર્મ સૂત્ર-વ્યાખ્યાન-પઠન પાઠન વગેરે સ્વપર હિતકર વાણી વ્યાપાર પ્રશસ્ત વચન યોગ. સામાયિક, પ્રતિક્રમણ, શાસન માલિન્ય નિરાકરણ વગેરે પ્રસંગે કરતો શરીર વ્યાપાર પ્રશસ્ત કાય યોગ છે.
રાગ-દ્વેષ = પણ ઉપર પ્રમાણે સમજી લેવા. - રત્નત્રયી, દેવ, ગુરુ, ધર્મ કે મંદિરો, ગુરુઓ કે પ્રવચન ખાતર સમ્યગ્દર્શનીની પ્રવૃત્તિ પ્રશસ્ત પ્રવૃત્તિ છે. ઈતર સર્વ અપ્રશસ્ત પ્રવૃત્તિ છે.
પ્રશસ્ત પ્રવૃત્તિ આચાર છે. અપ્રશસ્ત પ્રવૃત્તિ જાયે કરીને કરી હોય, તો અનાચાર છે. કરવી પડી હોય, તો અતિચાર છે.
ઇંદ્રિયો, કષાયો, યોગો અને રાગદ્વેષો સર્વ કર્મના બંધનના ખાસ આત્યંતર કારણ રૂપ છે. બાહ્ય કારણો પણ તેઓને આધીન છે. એટલે તેનું પ્રતિક્રમણ ખાસ શરૂઆતના ભાગમાં મૂકવામાં આવ્યું છે. બાર વ્રતધારીઓનું પણ આ બધી મુખ્ય બાબતો તરફ સામાન્ય રીતે પહેલું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. “સાધુઓ માત્ર વ્રતોની બાધાઓ આપે છે. પણ જૂઠ, ત્યાગ, ક્ષમા વગેરે ગુણો શીખવતા નથી” એ ગેરસમજ આથી દૂર થાય છે.
બીજી ગાથામાં જ્ઞાન-દર્શન-ચરિત્ર એ ત્રણ મુખ્ય ગુણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ કમની દષ્ટિથી આ ગાથામાં બતાવેલા દોષો જ્ઞાનાચારના અતિચારો છે. એમ પણ ટીકાકાર આચાર્ય મહારાજાએ પણ જણાવ્યું છે.
૫. દર્શનાચારના અતિચારોનું અથવા સમ્ય દર્શનવંત ગૃહસ્થની સર્વ પ્રવૃત્તિઓ સવિવેક અને યોગ્ય સંયમપૂર્વક હોવી જોઈએ, તેમાં થયેલી ખામીઓનું પ્રતિક્રમણ :
શબ્દાર્થ :- આગમાણે=આગમન-આવવું. નિગ્નમણે નિર્ગમન-નીકળવું. ઠાણેકસ્થાન-ઊભા રહેવું. ચંકમાણેકચંક્રમણ, હરવું, ફરવું, ચાલવું. આણાભોગે બેધ્યાનથી-ભાવ વિના થતી ક્રિયા-ઉપયોગ વિના થયેલી ક્રિયા. અભિયોગે=રાજાદિકના બળાત્કારના પ્રસંગો. નિઓગે અધિકાર, ફરજનો ઉપયોગ.
"આગમણે 'નિષ્ણમણે, ઠાણે “ચંકમણે અણાભોગે ! “અભિયોગે અનિયોગે, પડિકકમે દલિએ સવ્વાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org