________________
૧૦૮
પંચ પ્રતિકમાગસૂત્રો
ધર્મની સાધનાના મુખ્ય સાધન રૂપ જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં શ્રાવકને લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ બીજી ગાથામાં બતાવ્યું. અને તેથી વિરોધી ધર્મની વિરાધનાનાં મુખ્ય મથકો પરિગ્રહ અને સાવદ્ય આરંભ : આ ત્રીજી ગાથામાં બતાવ્યાં છે. તે ઈરાદાપૂર્વક કર્યા હોય, વગર જરૂરિયાત કર્યા હોય તો અનાચાર રૂપ છે. પણ કરવો, કરાવવો અને અનુમોદવો પડ્યો હોય, તો તે અતિચાર રૂપ છે. ગૃહસ્થને ધર્મની આરાધનામાં ખલેલ પાડનાર અને વિશેષ વિરાધના કરાવનાર એ બે મુખ્ય તત્ત્વો છે.
ઉપરની ગાથામાં-મુખ્ય આદર્શ તરફ લક્ષ્ય ખેંચ્યું છે. તેવી જ રીતે આ ગાથામાં મુખ્ય પતનના સાધન તરફ પણ લક્ષ્ય ખેંચ્યું છે. ગૃહસ્થપણામાં રહીને ધર્મ પાળવાની ઈચ્છાવાળાને માટે ટૂંકામાં બનેય પ્રકારનાં મૂળ તત્ત્વો આ બે ગાથાથી બતાવ્યાં છે. એકમાં સર્વ આરાધનાના પ્રકારો અને બીજીમાં લગભગ સર્વ વિરાધનાના પ્રકારોનો સમાવેશ થાય છે.
જિનમંદિર વગેરે કરાવવામાં અતિચાર નથી, પણ આરાધના છે. એટલે તે જુદા પાડવા સાવદ્ય શબ્દ મૂકેલો છે. તેની જ રીતે કેટલાક આરંભો કુટુંબપાલન ખાતર કરવા પડે, નછૂટકે કરવા પડે, તેને કંઈક જુદા પાડવા બહુવિધ શબ્દ આપ્યો છે. તેનો ભાવાર્થ એ છે કે બિનજરૂરિયાતથી નિ:શુક-નિ:સંકોચપણે બેધડક થઈ કરવામાં આવ્યા હોય, તો દોષ લાગે જ છે.
૪. જ્ઞાનાચારના અતિચારોનું-અથવા આરંભ પરિગ્રહ રૂપ કર્મબંધનનાં મુખ્ય બાહ્ય કારણો હોય યા ન હોય, તો પણ સર્વ દોષોના મૂળરૂપ કર્મબંધનોનાં ખાસ આવ્યંતર કારણો ઇંદ્રિયો અને કષાયો વગેરે હોય છે, તેનું પ્રતિક્રમણ
શબ્દાર્થ :- અપ્પસત્યેહિ અપ્રશસ્ત, અયોગ્ય ભાવથી પ્રવર્તેલા.
જંબુદ્ધમિંદિએહિં, ચઉહિં કસાએહિ 'અપ્પસચૅહિં “રાગણ વદોએણવં', તે નિંદે તે ગરિણામિજા
“અપ્રશસ્ત ભાવથી પ્રવર્તેલા ઇદ્રિય વ્યાપાર), ચાર કષાયો ત્રણ યોગો અને “રાગ ‘તથા ષથી મેિં ‘જે [જ્ઞાનાચારના અતિચાર રૂપ, કે કોઈ પણ કર્મ બાંધ્યું હોય, તેની નિંદા કરું અને તેની ગહ કરું છું. ૪.
વિશેષાર્થ :- પ્રશસ્ત, અપ્રશસ્ત ઈન્દ્રિયો વગેરે નીચે પ્રમાણે સંભવે છે, પ્રશસ્ત ઇંદ્રિયો-જિનેશ્વરાદિકના ગુણગાનથી જિહા, ગુણશ્રવણથી શ્રોત, દર્શનાદિકથી ચક્ષુ, “પાદિક પૂજા સામગ્રીની પરીક્ષા કરવાથી નાક, અને સ્નાત્ર-પખાળ વગેરેથી સ્પર્શનેન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ થાય છે. કષાયો-શિષ્યાદિકને વિનય શીખવવા કોધ પડે. તે પ્રશસ્ત ક્રોધ, “સુદેવ વગેરેને નમવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org