________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૦૭.
‘જો "મે 'વયાઈચારો,નાણે તહસણે ચરિતે અા
સુહુમોય બાયરો વા, તનિકેત ચ "ગરિહામિારા
વતોમાં તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ન સમજાય તેવો, અથવા સમજી શકાય તેવો જે અતિચાર મને લાગ્યો હોય, તેને આત્મસાક્ષીએ નિંદુ છું, અને તેને ગુરુ સાક્ષીએ) "ગણું . ૨
વિશેષાર્થ:-ચકારથી સંલેખનાના અતિચારો તથા તપ આચાર અને વીર્યાચારના પણ અતિચારોનું તથા બીજા પણ શ્રાવકોના આચારોને અતિચારોનું પ્રતિક્રમણ સમજવું. ૩. ગૃહસ્થને સર્વ પાપના મૂળરૂપ પરિગ્રહ અને બહુસાવદ્ય આરંભનું પ્રતિક્રમણ :
શબ્દાર્થ:- પરિગ્રહમિ=પરિગ્રહમાં. સાવજે સાવધ પાપથી ભરેલા. બહુ-વિહે બહુ પ્રકારના. આરંભે આરંભમાં. કારાવણે કરાવવા. કરણે કરવા. પડિકકમે પ્રતિક્રમણ કરું છું. દેસિએ=દિવસ સંબંધી.
'દુવિહે પરિગ્નેહમિ, “સાવજે બહુ-વિહેઅ આરંભે
કારાવણે “અકરણે, “પડિકમે દેસિ સળંગ
બે પ્રકારના પરિગ્રહ અને અનેક પ્રકારના સાવદ્ય આરંભો કરવા, “કરાવવા અને [અનુમોદવાથી દિવસમાં લાગેલા સર્વ [અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ૩.
વિશેષાર્થ :- સચિત્ત-નોકર, રસોઈયા, ગાય, ઘોડા વગેરે; અચિત્ત-સોનું, રૂપું વગેરે; એ બે પ્રકારનો પરિગ્રહ. અથવા એ સચિન અને અચિત્ત એ બાહ્ય પરિગ્રહ; અને મિથ્યાત્વ, આવિરતિ, કષાય વગેરે આવ્યેતર પરિગ્રહ.
કેટલાક પરિગ્રહો-મિલકતો તથા ખેતી, કારખાનાં વગેરે ધંધાઓ, વારસાથી ચાલ્યા આવતા હોય છે. અથવા - ધનસંચયની બુદ્ધિ કે સ્પર્ધા ખાતર ગૃહસ્થ સ્વયં ઉત્પન્ન કરે છે. તથા બનેય પ્રકારના પરિગ્રહ અને સાવધ આરંભો જ એવા છે કે, તેમાં કેટલુંક જાતે કરવું પડે, કેટલુંક બીજા પાસે કરાવવું પડે; અને બીજાએ કર્યું હોય, તેનાં વખાણ કરવા પડે, અથવા તો મનમાં પણ ઠીક, અઠીક સમજવું પડે. આવું કાંઈ ને કાંઈ અવશ્ય થાય છે. તેથી અનિચ્છાએ પણ ગૃહસ્થને દોષના પાત્ર થવું પડે છે. અર્થાત્ તેને લીધે જ ગૃહસ્થજીવનમાં અને ત્યાગી મુનિના જીવનમાં મોટો ફેર પડે છે. સાદું અને પવિત્ર જીવન ગાળવા ઈચ્છતા વ્રતધારી ગૃહસ્થને પોતાની સામાન્ય જરૂરિયાતને અંગે થતી પ્રવૃત્તિઓ કરતાં આ પરિગ્રહેચ્છા અને બહુસાવદ્ય આરંભો તેને વિશેષ પ્રકારે પ્રવૃત્તિ કરાવે છે, અને તેથી તેને દોષો લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org