________________
૧૦૬
પંચ પ્રતિકમાણસૂત્રો
૭. પ્રતિકમણને અને પરમ ભાવનાઓ. ગાથા ૪૬, ૧. પ્રભુના ગુણ ગાનમાં મારા દિવસો વ્યતીત થાઓ. ગાથા ૪૭. ૨. અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ એ ચાર મને મંગળરૂપ હો. ૩. સમ્યગ્દષ્ટિ દેવ સમાધિ અને સમકિત આપો.
૮. પ્રતિક્રમણ કરવાના ખાસ હેતુઓ. ગાથા ૪૮. ૧. નિષિદ્ધનું આચરણ ૨. વિહિતનું અનાચરણ ૩. અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણા: આ ચાર મુખ્ય દોષ દૂર કરવા પ્રતિક્રમણ કરવામાં આવે છે.
ગાથા ૪૯. સર્વ જીવોની ક્ષમાપના અને મૈત્રી ભાવના. ગાથા ૫૦. છેવટનો ઉપસંહાર અને અંત્ય મંગળ.
૩૪. વંદિત્ત-શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર-૨-૭.
૧. મંગળાચરણ અને વિષય નિર્દેશ. શબ્દાર્થ :- વંદિત્ત-વંદન કરીને. સવ્ય-
સિસર્વ સિદ્ધ ભગવંતોને, ધમ્માયરિએ ધર્માચાર્યોને. સબ-સાહૂ સર્વ સાધુ મુનિરાજોને. સાવગ-ધમ્માઈયારસ્સ-શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારોનું.
*વંદિતુ સવ્યસિદ્ધ, ધમ્માયરિએ આ સવ્વસાહૂ આ
ઇચ્છામિ પડિકકમિઉં, “સાવગ-ધમ્માઈયારસ્સાના
સર્વ સિદ્ધો, ધર્માચાર્યો અને સર્વ મુનિરાજને વંદન કરી, શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. ૧
વિશેષાર્થ :- આથી ઉપાધ્યાય પણ લેવા. સવ્ય એટલે સાર્વ. સાવ એટલે સર્વને હિત કરનારા ઋષભદેવ પ્રભુ વગેરે તીર્થકરો પણ સમજવા.
પ્રતિક્રમણ એટલે આત્માએ અતિચારો રૂપ પર સ્થાનથી પાછા ફરવું, અને વ્રતરૂપ સ્વસ્થાનમાં આવવું. પ્રતિક્રમણ, પ્રતિચરણ, પ્રતિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, મહી, શુદ્ધિ. આ પાઠ પ્રતિક્રમણનાં સાર્થક નામો પણ છે.
૨. વ્રતો તથા જ્ઞાનાદિ આચારોમાં લાગેલા અતિચારોનું સામાન્યથી પ્રતિક્રમણ :
શબ્દાર્થ :- વયાઇયાર વ્રતમાં અતિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org