________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૫
ગાથા ૧૭-૧૮. સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રત અને તેના અતિચારોનું પ્રતિકમણ. ગાથા ૧૯. દિ૫રિમાણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૨૦ થી ૨૩. ભોગપભોગ વિરમણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૨૪ થી ૨૬. અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ર૭. સામાયિક વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૨૮. દેશાવકાશિક વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ર૯. પૌષધવ્રતના અતિચારોનું પ્રતિકમાણ. ગાથા ૩૦ થી ૩૨. અતિથિ વિભાગ વ્રતના અતિચારોનું પ્રતિકમાણ. ગાથા ૩૩. સંલેષણા વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ.
બાર વ્રતો સિવાયના પરચૂરણ આચારોના અતિચારોનું પ્રતિક્રમણ ગાથા ૩૪. સર્વવ્રતોમાં ત્રણ યોગથી થયેલા સર્વ અતિચારોનું સામાન્ય પ્રતિકમણ.
ગાથા ૩૫. વંદન, વ્રત, શિક્ષા, ગૌરવ, સંજ્ઞા, કષાય, ત્રણ દંડ, ગુપ્તિ, સમિતિ, વગેરે આચરણ અને ત્યાગરૂપ આચારોના સામાન્ય અતિચારોનું ટૂંકામાં પ્રતિક્રમણ. .
૪. પ્રતિક્રમણથી કાયદો અને અંતિમ ફળ. ગાથા ૩૬ થી ૪૦. સમ્યત્વવંતને સામાન્યથી કર્મબંધ ઓછો થાય છે. અને તે પ્રતિક્રમણ કરે, એટલે મંત્રના મૂળને જાણનારા જેમ જલદી ઝેર ઉતારે છે, તેમ તેના આઠેય પ્રકારનાં કર્મ જલદી નાશ પામે છે. આમ બને છે, માટે ગુરુ પાસે આલોચના તથા નિંદા અને પ્રતિક્રમણ કરવાથી, ભાર બાજુએ મૂકીને જેમ મજૂર હલકો થાય છે, તેમ સમ્યત્વવંત જીવ પણ સંજોગવશાત્ કર્મો બાંધવા છતાં પ્રતિક્રમણ કરીને હળવો થઈ જાય છે.
૫. પ્રતિકમણની મહત્તા ગાથા ૪૧. આ પ્રતિક્રમણ આવશ્યક આચરવાની મહત્તા.
ગાથા ૪૨. પ્રતિક્રમણ વખતે યાદ આવેલા દોષોની પણ સાથે સાથે આલોચના તથા પ્રતિક્રમણ, અને ઉપસંહાર.
૬. છેવટની આરાધના. ગાથા ૪૩. ઊભા થઈ [પ્રથમ વિરાસન કર્યું, તે પ્રતિક્રમણ કરવામાં લીનતામય ૧. કાયોત્સર્ગ આવશ્યક] પ્રતિક્રમણ કર્યાનો આનંદ અને ત્રિવિધે પ્રતિક્રમણ [૨. પ્રતિકમણાવશ્યક] કરી, વિરાધનાથી દૂર થઈ [૩. પ્રત્યાખ્યાનાવશ્યક], આરાધના માટે તત્પર થઈ [૪. સામાયિક આવશ્યક];
ગાથા ૪૪-૪૫. ૧. પ્રથમ ચોવીસ તીર્થકરોને અને ૨. સર્વ ચૈત્યોને વંદન કરે છે. [૫. ચતુર્વિશતિસ્તવાવશ્યક] ૧ અને સર્વ મુનિરાજેને વંદન કરે છે. [૬. ગુરુવંદનાવશ્યક] વંદિત્તાસૂત્રમાં સમાવેલા છ આવશ્યકો ઉપર પ્રમાણે સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org