________________
૧૦૦
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૨. વંદન કયારે ન કરવું?- ગુરુનું મન વ્યાક્ષિપ્ત-ડહોળાયેલું હોય, પરાડમુખ-વંદન તરફ ખ્યાલ ન હોય, પ્રમાદમાં હોય, અને આહારદિક કરતાં પણ વંદન ન કરવું.
૧૩. વંદન કરવાના ૩૨ દોષ - આદર વિના, ૨. અકકડાઈથી. ૩. ઉતાવળથી, એકી સાથે બધાયને વંદન અથવા શરીરને જેમ તેમ વાળીને. ૪. અવ્યકત સૂત્રનો ઉચ્ચાર કરવો. કૂદકા મારતા મારતા વંદન. ૬. રજોહરણ-ચરવળો-હાથીના અંકુશની માફક પકડવો અથવા પરાણે વંદન કરવું. ૭. આગળ પાછળ હલન ચલન કરવું. ૮. પાણીમાં માછલાની માફક વંદન કરતી વખતે ફર્યા કરે. ૯. મનમાં દ્વેષ રાખીને વંદન કરે. ૧૦. બે હાથ ઘૂંટણની બહાર રાખવા. ૧૧. ભયથી. ૧૨. ભજન. ૧૩. મૈત્રીની ઇચ્છાથી. ૧૪. હોશિયારી બતાવવા. ૧૫. સ્વાર્થબુદ્ધિથી. ૧૬. ચોરી છૂપીથી વંદન. ૧૭. અયોગ્ય વખતે વંદન. ૧૮. ક્રોધથી વંદન. ૨૦. રાજી રાખવા વંદન. ૨૧. નિંદા કરતાં કરતાં વંદન. ૨૨. વંદન કર્યું ન કર્યું ને બીજી વાતો કરવા મંડવું. ર૩. કોઈ દેખી જાય તો વંદન કરે. અંધારું કે આંતરી હોય તો એમને એમ ઊભો રહે. ૨૪. અહોકાયંના આવર્ત વખતે હાથ બરાબર લલાટે ન અડકાડે. આજુબાજુ શિંગડાને સ્થાને અડકાડે. ૨૫. વેઠ ચૂકવવી પડશે એમ ધારી વંદન કરે. ૨૬. વંદન કરીને મન્ત્રણ વંદામિ ખૂબ ઊંચેથી બોલે. ર૭. બરાબર ઉચ્ચાર કર્યા વિના મનમાં મનમાં વંદન કરે. ૨૮. ખૂબ ઊંચેથી બોલીને વંદન કરે. ર૯. ચૂડલી વંદન હાથ ભમાવીને એકી સાથે બધાને વંદન કરે. અથવા રજોહરણાદિકને એવી વિચિત્ર રીતે પકડે. આ બત્રીસ દોષ વજીને વંદન કરવાથી ફાયદો થાય છે, તે વિના મહેનત લગભગ નકામી જાય છે.
૧૪. વંદનના ખાસ આઠ પ્રસંગો - પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, અપરાધની ક્ષમાપના, પ્રાપૂર્ણક મહેમાન તરીકે કોઈ મુનિ આવ્યા હોય ત્યારે તેને, આલોચના પ્રસંગે ગુરુને, દિવસ ચરિમ પચ્ચકખાણ વખતે અને આરાધના પ્રસંગે.
૧૫. વંદન સંખ્યા - પ્રતિક્રમણમાં ૪. સ્વાધ્યાયમાં ૩, એમ છ દિવસના પૂર્વ ભાગમાં અને દિવસના પાછળના ભાગના ૭.
૧૬. વંદન ન કરવાથી છ દોષ - ૧. અભિમાન, ૨. અવિનય, ૩. નિંદા, ૪. નીચ ગોત્રનું બાંધવું, ૫. અબોધિ, ૬. સંસારની વૃદ્ધિ.
૧૭. ૩૩ આશાતનાઓ - ૧. કારણ વિના ગુરની આગળ ચાલવું. ૨. ગુરની બાજુમાં ચાલવું. ૩. પાછળ પણ નજીકમાં ચાલવું. ૪-૫-૬. એમ જ આગળ, બાજુમાં અને પાછળ ઊભા રહેવું. ૭-૮-૯. એ જ પ્રમાણે બેસવું. ૧૦. ગુરુની પહેલાં સ્પંડિલ ભૂમિથી પાછા ફરી આવવું. ૧૧. ગુરુ કરતાં પહેલી વાતચીત કરવી. ૧૨. સાથે બહારથી આવ્યા છતાં પહેલાં ગમાણા-ગમાણેની આલોચના કરવી. ૧૩. ગોચરી બીજા પાસે આલોચ્યા પછી ગુરુ પાસે આલોચવી. ૧૪. બીજાને બતાવીને ગુરુને બતાવવી. ૧૫. ગુરુની રજા વિના વધારે ગોચરી કોઈને આપી દેવી. ૧૬. બીજાની પછી ગુરને નિમંત્રણ દેવું. ૧૭. ગુરુને જે તે આપી દઈ, સારું સારું પોતે લઈ લેવું. ૧૮. ગુરુ રાતમાં જાગવા કે ઊંઘવાનો પ્રશ્ન પૂછે પણ તેનો જવાબ ન દેવો. ૧૯. રાત્રિ સિવાયના વખતમાં પણ જવાબ ન આપવો. ર૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org