________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૦૧
ગુરુ મહારાજ બોલાવે તો આસન ઉપર બેઠા બેઠા કે શયનમાં સૂતા સૂતા જવાબ આપવો. તે ખરી રીતે-આસનાદિનો ત્યાગ કરી મથણ વંદામિ કહી સામે આવી હાથ જોડી ગુરુ વચન સાંભળવું જોઈએ. ૨૧. ગુરુ બોલાવે તો “શું છે ? શું છે ?” એમ બોલવું, તે. ૨૨. ગુરુને તુંકારાથી બોલાવવા. ૨૩. “તમેય આળસુ છો” એમ કહી તેમણે કહેલું કામ પોતે ન કરવું. ૨૪. ઘણા ઊંચા અને કર્કશ શબ્દથી વંદન કરવું. ૨૫. ગુરુ વાતચીત કરતા હોય, કે ઉપદેશ આપતા હોય ત્યારે વચ્ચે ડહાપણ ડહોળે કે “હા, એમ છે.” ૨૬. તમને પાપ લાગતું નથી કે ? એ વાત એમ નથી.” વગેરે બોલવું. ર૭. ગુરુવાકયની પ્રશંસા ન કરવી. ૨૮. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે “હવે મૂકો એ વાત, ભિક્ષા વેળા, સૂત્ર પૌરુષી વેળા કે ભોજન વેળા થઈ છે” વગેરે બોલવું. ૨૯. વચ્ચે પોતે બોલે કે “આ વાત હું તમને કહીશ” એમ કહી ગુરુ અને શ્રોતાની વાત તોડી નાંખવી. ૩૦. ગુરુ સામે સમાસન કે ઉચ્ચ આસન ઉપર બેસવું. ૩૧. પોતે વિશેષ ધર્મ કથા કહેવી. ૩૨. ગુરુ આસનને પગ લગાડવો. અથવા ભૂલથી લાગી જાય તો ખમાવવું નહીં. ૩૩. ગુરુની શય્યા કે આસન ઉપર સૂવું કે બેસવું.
જૈન દર્શનમાં ગુરુવંદનની મહત્તા કેટલી છે ? ગુરુની ભક્તિ કેવી રાખવાની છે ? શિષ્યધર્મ કેવો છે ? તેનું અદ્ભુત સ્વરૂપ આ ગુરુવંદન વિધિ વાંચતાં આપણા ખ્યાલમાં આવે છે. ગુરુ ઉપર શાસનનો કેટલો મદાર છે ? તે આ વંદન સૂત્ર દુન્યવી સ્વાર્થથી કરાતા નમસ્કાર, પ્રણામ, વંદન, ખુશામત વગેરે કરતાં તદ્દન જુદા જ પ્રકારનું છે. કેમકે આ વંદનનો ઉદ્દેશ દુન્યવી સર્વ સ્વાર્થનો ત્યાગ કરીને કેવળ મોક્ષને ઉદ્દેશીને સાધક ભાવે મોક્ષનો માર્ગ બતાવનારા ગુરુને અનન્ય ભાવે કરવાનું છે. તેથી આ વંદનની બીજા વંદન નમસ્કારાદિક કરતાં અસંખ્યાત ગુણી મહત્તા વધારે છે. તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
૪. પ્રતિક્રમણ અવશ્યક. આલોચના વિભાગ.
વંદન કરવાના હેતુઓમાં-“પ્રતિક્રમણ કરવાની ઈચ્છા હોય, ત્યારે પણ વંદન કરવું જોઈએ” એમ ગણાવેલ છે. એટલે હવે દેવસિક પ્રતિક્રમાણ માટે કરવામાં આવેલા વંદન પછી અવગ્રહમાં જ ઊભા રહીને દેવસિક પ્રતિકમાણના અંગ તરીકે તેની પૂર્વે દેવસિક આલોચના કરવાનો ક્રમ આવે છે. આલોચનામાં જો મે દેવસિઓ એ આલોચનાનું શાસ્ત્રીય સૂત્ર બોલ્યા પછી બાળ જીવોને વિગતવાર સમજણ પડે માટે લોક ભાષામાં આપેલા સાત લાખમાં જીવહિંસા વિષેની વિગતવાર મુખ્ય આલોચના થાય છે. અને અઢાર પાપ સ્થાનકના સૂત્રમાં તમામ પ્રકારના મન-વચન-કાયાના સંભવિત ઘણા દોષોની આલોચના થાય છે. હમેશના વ્યવહારમાં પ્રસિદ્ધ અને સામાન્ય બાળજીવો સમજી શકે તેવા, પ્રસિદ્ધ દોષોના સૂત્ર પાઠ એ રીતે ગોઠવવામાં આવ્યો છે. આલોચના હમેશાં પોતાની જાણમાં હોય, તેવા દોષોની વિગતવાર જાતે બોલીને કરવાની હોય છે. તેથી આલોચના પોતાની ભાષામાં જ બોલવી પડે. પરંતુ દરેક જીવો વ્યવસ્થિત બોલી ન શકે—કેટલું બોલવું, કેટલું ન બોલવું, કેટલા દોષોની આલોચના કરવી, એ વગેરે ન સમજી શકે : માટે બાળજીવોની સગવડ માટે સાત લાખ અને પહેલે પ્રાણાતિપાતએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org