________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૯૯
પ્રતિક્રમણ સામાન્ય શબ્દોમાં અને વિગતવારના શબ્દોમાં આપવામાં આવ્યું છે. ૬. અખાણ વોસિરામિ પદ કાયોત્સર્ગનું સૂચક છે. એ દેખીતું જ છે ને ? તસ્સથી બધો ભાગ કરેમિ ભંતે ! સૂત્રમાંનો જ છે, અંતે પદનો અર્થ ક્ષમા-શ્રમણ-ગુરુ લેવો, એમ સ્પષ્ટ શબ્દથી જણાવેલ છે. અપ્પાણે વોસિરામિ પદ પણ એ સૂત્રમાંનું જ છે.
૨. ત્રણ પ્રકારે ગુરુવંદન - અભુદ્ધિઓ ખામવો, તે થોભવંદન. ચતુર્વિધ સંઘને પરસ્પર હાથ જોડી પ્રમાણ કરવો, તે ફીટ્ટાવંદન. અને આ વાંદણાસૂત્રથી બે વખત વાંદણા દેવા, તે દ્વાદશાવર્તવંદન કહેવાય છે. કેમકે તેમાં બાર આવત આવે છે.
૩. ૨૫ આવશ્યક-૨ અવનત - બન્નેય વખતના વંદનમાં બે વાર થાય છે.
૪. યથાજાત મુદ્રા - જન્મ વખતે અને દીક્ષા વખતે થાય છે. તેમાં અહીં દીક્ષા વખતની યથાકાત મુદ્રા કરવાની છે. યથાવત એટલે ચરવળો અને મુપત્તિ હાથમાં રાખી બે હાથ જોડી અધોભાગ સિવાયના ખુલ્લા શરીરે નમીને ઊભા રહેવું, દીક્ષારૂપ નવા જન્મ વખતે એ રીતે ઊભા રહેવાનું હોય છે.
બાર આવર્ત-અહો કાય કાય શબ્દો બોલતાં ગુરુ ચરણ સ્થાપનાને સ્પર્શ અને લલાટ સ્પર્શ એમ છ થાય છે. બે વખતના બાર આવર્ત.
શિરોનમન-સંફાસ વખતે મસ્તક નમાવાય છે. અને ખામેમિ ખમાસમણ દેવસિય વઈક્રમ બોલતી વખતે મસ્તક નમાવાય છે. એમ બન્નેય વખત થઈને ચાર. ૩ ગુપ્તિ મન, વચન, કાયાની ગુપ્તિ. ૨ બે પ્રવેશ ૧. નિષ્ક્રમણ - નીકળવાનું ૧ વખત જ થાય છે. પહેલી વાર પ્રવેશ કરીને નીકળે છે, ને ફરી વાર અવગ્રહમાં પ્રવેશ કરે છે, પણ તે વખતે નીકળવાનું ન હોવાથી આવસિયાએ પદ બોલાતું નથી.
૫. શિષ્યના ૬ પૃચ્છા સ્થાન - ઈચ્છા, અનુજ્ઞા, શરીર અવ્યાબાધ, સંયમયાત્રા, ગુરુની યાપનિકા, અને અપરાધ ક્ષમાપના.
૬. ગુરુના ૬ જવાબો - છંદેણં, અણુજાણામિ, તહત્તિ, તુબ્સપિ વટ્ટએ? એવું, અહમવિ ખામેમિ તુમ.
૭. વંદનના ગુણો - વિનયોપચાર, ગર્વનો ત્યાગ, ગુર-પૂજા, તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન, યુત ધર્મની આરાધના, અક્રિયા, સાવદ્ય ક્રિયા ત્યાગ.
૮. વંદન કરવા યોગ્ય પૂજ્યો - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, રત્નાધિક, અને ગણાવચ્છક પણ.
૯. ખાસ કારણ વિના ન વંદન કરવા લાયક - પાસન્થો, અવસગ્ન, કુશીલ, સંસકત, યથાછંદ. ૧૦. ૨ અવગ્રહ - સાડા ત્રણ હાથ પ્રમાણનો. ૧૧. વંદનનાં નામો - વંદન, કૃતિકર્મ, ચિતિકર્મ, પૂજા કર્મ, વિનય કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org