________________
પંચ પ્રતિકમાણસૂત્ર
કષ્ટ, ચમત્કાર, આકર્ષક વ્યવસ્થા, સુંદર અને સગવડવાળાં ધર્મસાધનો, વિચિત્ર વિચિત્ર દલીલો, આડંબર, ફટાટોપ વગેરે જોઈને, તે તરફ મન લલચાઈ જવું, તે મૂઢપણું કહેવાય છે. તે ગૂઢ, ચોકકસ, મજબૂત, દીર્ધદષ્ટિવાળી, પરિણામે એકાંત હિતકર, સર્વસ્વ અને મહાતપસ્વી પરોપકારી પુરુષોએ ગોઠવેલી જૈન દર્શનની રચના તરફ અજ્ઞાનપણાથી ખામી દેખાય, અને બીજા તરફ મન લલચાય, એ મૂઢતા છે, દષ્ટિનો વ્યામોહ છે. એ વ્યામોહમાંથી છૂટવું ભલભલા માટે મુશ્કેલ છે. એવા વ્યામોહમાંથી દૂર રહેવું. અને એક જૈન દર્શને જ ત્રણેય કાળમાં બીજા બધા કરતાં વધારે સાંગોપાંગ વ્યવસ્થિત છે, એવો સત્ય અને દઢ વિશ્વાસ કેળવવો. જૈન ધર્મની ઉન્નતિને નામે કેટલીક ભળતી યોજનાઓમાં ભળી જવું, એ પણ મૂઢદષ્ટિપણું છે.
૫. ઉપબૃહણ : જૈન દર્શનની એકેએક સ્કૂલ કે સૂક્ષ્મ, મુખ્ય કે ગૌણ એવી સર્વ રચનાઓ, સર્વતત્ત્વો અને નાનામાં નાના જૈન જીવનની ખૂબી સમજવી, અને તેની શુદ્ધ રીતે મનમાં ઘણી જ પ્રશંસા કરવી. તેનું માન વધારવું, પ્રતિષ્ઠા વધારવી વગેરે ઉપબૃહણ કહેવાય છે.
૬. સ્થિરી-કરણ : ઉપર જણાવેલા ભવ્ય જૈન દર્શનથી કોઈ આત્મા પૂર્વ કર્મના યોગે ચલિત થઈ જાય, તો તેને તેમાં દઢ કરવા – સ્થિર કરવા પ્રયત્નો કરવા.
૭. વાત્સલ્ય : શાસનનાં દરેક અંગો-મંદિરો, ઉપાશ્રયો, ચતુર્વિધ સંઘ, સાધર્મિકો, જ્ઞાન ભંડારો, તીર્થો વગેરે ઉપર અનન્ય પ્રેમ ધારણ કરવો. દરેકનાં વિઘ્નો દૂર કરવાં. તેની ખાતર પોતાના સર્વસ્વનો ભોગ આપવો. સુશીલ અને સગુણી માતા પોતાના વહાલામાં વહાલા બાળક ખાતર જે જાતનું હૃદય ધરાવે, અને તેની ભયંકર માંદગી કે કષ્ટના વખતે જે લાગણી અનુભવે, જે યાતનાઓ સહન કરે, જે તનતોડ પ્રયત્નો કરે, પોતાની જાતને ભૂલી જાય, પ્રસંગે પ્રાણ પણ આપી દેવા તૈયાર થાય; તેના કરતાં પણ અધિક વાત્સલ્યભાવ શાસન અને તેનાં સર્વતત્ત્વો તરફ રાખવાનો છે.
૮. પ્રભાવના: શાસનની બહારનાં પ્રાણીઓ શાસન તરફ આકર્ષાય, શાસનમાં રહેલાં પ્રાણીઓ તેમાં દઢ થાય, એટલું જ નહીં, પણ વિશેષ ચાહતા થાય, અને શાસન ઉપર આવી પડેલાં વિનો એવી ખૂબીથી દૂર કરવામાં આવે, કે જેથી “જય જયકાર થઈ રહે. તથા શાસનનાં તત્ત્વોની રચના, પ્રતિપાદન વગેરે એવી ખૂબીથી કરવામાં આવે કે જેથી શાસન જગતમાં સર્વોપરી જણાય. શાસનનાં તત્ત્વો સૌને સર્વોપરી જણાય. તેની સામે આંખ ઊંચી કરવાનું મન ન થાય. તેની ભવ્યતાથી સૌ વાસ્તવિક રીતે અંજાઈ જાય, અને તેની પૂજ્યતાનો મઘમઘાટ વિશ્વમાં વિસ્તરી રહે, તેવા સર્વ કાંઈ પ્રયત્નો કરવા, તે પ્રભાવના કહેવાય છે. તેવી પ્રભાવના કરનારા મહાપુરુષો અનેક પ્રકારના પ્રભાવક તરીકે પ્રસિદ્ધ થાય છે. તેના આઠ પ્રકાર છે.
જૈન શાસનની જાહોજલાલી જગમાં ટકાવવા ઉપર પ્રમાણેના આઠ ગુણો કેળવવાથી અચૂક જાહોજલાલી ફેલાય જ. આ આઠેય આચારો ઉપર જૈન શાસ્ત્રમાં વિગતવાર વિચાર કરવામાં આવ્યો છે. અને કેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રસંગમાં કેમ વર્તવું? તે પણ વિગતવાર બતાવ્યું છે. તે પ્રમાણે બરાબર વર્તવામાં આવે, તો જૈન શાસનને કાંઈપણ ધકકો ન લાગતાં અવશ્ય તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org