________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ઉન્નતિ થાય જ. તેમાં જેટલી ખામી રહે તેટલું શાસનનું માલિન્ય થાય. આ રીતે આઠ આચાર પ્રમાણે શાસન પ્રત્યે વર્તવાથી દર્શનાચારનું પાલન થઈ શકે છે.
I ૩. ચારિત્રાચાર | પાંચ સમિતિ-૩. ગુપ્તિ- આ આઠ પ્રવચન માતાનું પાલન મન, વચન, કાયાની એકાગ્રતાથી કરવામાં આવે, તો જગતુમાં ઊંચામાં ઊંચું ચારિત્ર પાળી શકાય. પાંચ સમિતિમાં રોજનો આદર્શ જીવનક્રમ બતાવ્યો છે. અને ત્રણ ગુપ્તિમાં સર્વોપરી સંયમ બતાવ્યો છે. ત્રણ ગુપ્તિ તે સર્વથા સંયમનો જ લગભગ ઉપદેશ આપે છે. છતાં તેને બરાબર અમલમાં મૂકવા સમિતિઓ ઉચ્ચ જીવન જીવતાં શીખવે છે. કેમ ચાલવું? કેમ બોલવું જરૂરની વસ્તુ કેમ મેળવવી ? વપરાશની વસ્તુઓનો વપરાશ કેવી ખૂબીથી અને કેવી યાતનાથી કેવી કરકસરથી કરવો ? તથા નિરુપયોગી થયેલી વસ્તુઓનો ત્યાગ પણ કેવી ખૂબીથી કરવો ? જેમ વસ્તુ મેળવતાં આવડવી જોઈએ, તેમ તેને સાચવી તેનો યથાયોગ્ય સદુપયોગ કરતાં પણ આવડવો જોઈએ, અને તે જ રીતે તેનો ત્યાગ કરતાં, તેને ફેંકી દેતાં પણ બરાબર આવડવું જોઈએ. એ પાંચ સમિતિ યોગ્ય ચેષ્ટાઓ યોગ્ય પ્રવૃત્તિઓ, અને ત્રણ ગુપ્તિ પાળવામાં આવે, તેનું જગતમાં સર્વોત્તમ સંયમી જીવન હોય. એ આઠ પ્રવચનમાતાના પાલનની પરાકાષ્ઠા એ ચારિત્રાચારની પરાકાષ્ઠા છે. બીજા બધા ચારિત્રના ભેદો અને ગુણો તેમાં સમાય છે. બાળજીવો પણ સમજી શકે તે રીતે આ આચારો બતાવવામાં આવ્યા છે.
૪. તપાચાર છે બે પ્રકારે - છ બાહ્ય. છ આત્યંતર.
છ બાહ્ય ત૫ - અનશન-ઊનૌરિક, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાય-કલેશ, સંસીનતા. ૧ એકાસણું, બેસણું, ઉપવાસ, આયંબિલ વગેરે. ૨. ભૂખ કરતાં પાંચ સાત કોળિયા ઊણા ખાવા. ૩. જરૂરિયાત
ઓછી રાખવી. સંતોષ. ૪. ઘી, દૂધ વગેરે વિગઈઓનો ત્યાગ કરવો. ૫. લોચ આદિક કષ્ટ સહન કરવાં. ૬. જેમ બને તેમ સંલીનતા રાખવી. કષાયો ઉદિરવા નહીં. અંગોપાંગોનો ઉપયોગ, પ્રસારણ વગેરે સંયમપૂર્વક કરવું. બહાર પડવા-આગળ આવવા ધાંધલ ન કરવું.
છ આત્યંતર તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ. ૧. અતિચારનું ગુરુ પાસે આલોચન કરી તેની શુદ્ધિ માટે જે તપશ્ચર્યા કરવી. તે ૧૦ પ્રકારનું પ્રાયશ્ચિત્ત. ૨. જ્ઞાન દર્શન ચારિત્ર-તથા શાસનનાં બીજાં દરેક અંગો તરફ હદયની ભક્તિ બહુમાન રાખવું, તે અનેક પ્રકારનો વિનય. ૩. અરિહંત પ્રભુ તથા આચાર્યાદિકની સેવાભક્તિ, સગવડ પૂરી પાડવી વગેરે, દશ પ્રકારનું વેયાવચ્ચ. ૪. ભણવું, ભણાવવું, પાછલું સંભાળવું, પ્રશ્નો પૂછવા; જવાબ આપવા ખુલાસા કરવા વગેરે ધર્મોપદેશ દેવો; તે પાંચ પ્રકારનો સ્વાધ્યાય વગેરે. ૫. ચાર પ્રકારના ધર્મધ્યાન અને ચાર પ્રકારના શુકલ ધ્યાન બાવા. ૬. કર્મો, શરીર અને સર્વ વૈભાવિક સામગ્રીનો નિશ્ચયથી હાર્દિક ત્યાગ.
આ છ બાહ્ય અને છ આત્યંતર તપનો તીર્થંકર પ્રભુ વગેરે કુશળ પુરુષોએ ઉપદેશ કરેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org