________________
પંચ પ્રતિકમણ સૂત્ર
મન વચન કાયાની એકાગ્રતા કરીને કાઉસ્સગ કરવામાં આવે છે.
કાઉસગ્ગ હોય, એટલી તેની પૂર્વે અન્નત્થસૂત્ર તો આવે જ. અને અન્નત્ય પૂર્વે, કાઉસ્સગ્નના હેતુસૂચક સૂત્ર પણ આવે છે. એટલે તસ્સ ઉત્તરી કે અરિહંત ચેઈઆણે કે એવું કોઈક હેતુસૂચક સૂત્ર આવે જ છે.
અહીં તસ્સ ઉત્તરી કરણે સૂત્રની પૂર્વે પૂર્વી-કરણ સૂચક સૂત્ર આવવું જોઈએ. અને એ પૂર્વીકરણ એટલે આલોચન અને મિચ્છામિ દુક્કડં રૂપ પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત માટેનું સૂત્ર આવવું જોઈએ. તેવાં અનેક પ્રતિક્રમણ સૂત્રો મૂળ આવશ્યક સૂત્રમાં છે. છતાં ઇરિયાવહીયે અને ઇચ્છામિ કામિ પ્રચલિત છે. એટલે તેમાંથી એક આવે છે. અહીં ઈર્યાપથમાં થયેલી જીવ વિરાધનાની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવાનો નથી. પરંતુ પાંચ આચારોના અતિચારોના આલોચન તથા પ્રતિક્રમણમાં મિચ્છામિ દુકકડ દઈ વિશેષ શુદ્ધિ રૂપ સામાયિક માટે કાયોત્સર્ગ કરવાનો છે. તેથી પાંચ આચારોનું સામાન્ય અને વ્યવહારુ ટૂંકામાં પ્રતિક્રમણ સૂચવનારું આ સૂત્ર છે. અને સામાન્ય ખ્યાલથી મિચ્છામિ દુકક દેવાય છે. માટે આ સૂત્રની અહીં યોગ્ય સ્થાને ગોઠવણ છે એમ સ્પષ્ટ જણાશે.
ત્રણ ગમ - પાંચેય પ્રતિક્રમણોમાં ત્રણ ગમ હોય છે. દરેક ગામની શરૂઆતમાં કરેમિ સૂત્ર આવે છે. વંદિત્તા પૂર્વે કરેમિથી બીજો ગમ, અને આયરિય ઉવજઝાય પછી કાયોત્સર્ગ આવશ્યક પહેલાં કરેમિ આવે છે. તે ત્રીજા ગામની શરૂઆત.
તેથી આ સૂત્રની પૂર્વે પહેલા ગામમાં કરેમિ ભંતે સાક્ષાત્ સામાયિક મહાદંડક સૂત્રને સ્થાપિત કરેલ છે. એટલે અહીંથી માંડીને કાયોત્સર્ગ પૂરો થાય ત્યાં સુધી સામાયિક આવશ્યક સ્પષ્ટ દેખાઈ આવે છે. કરેમિ ભંતે સૂત્ર સામાયિક આવશ્યકની સામાન્ય રીતે સૂચના કરે છે, પરંતુ અતિચારોના સામાન્ય મિચ્છામિ દુક્કડ દ્વારા સામાન્ય શુદ્ધિ કરી, વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ, અને તેમાં બીજા કોઈ ચિંતનને બદલે પાંચ આચારોનું જ ચિંતન : એ બધી રચના સામાયિક આવશ્યકનું વિશેષ વાતાવરણ જમાવવાને બસ છે. કાયોત્સર્ગના હેતુઓ, સામાન્ય અને વિશેષ શુદ્ધિ વગેરે દષ્ટિથી ઇચ્છામિ ઠામિ અને તસ્સ ઉત્તરી. બે સૂત્ર પણ બરાબર ગોઠવાય છે. . ઈચ્છામિ કામિ સૂત્રનો વિશેષાર્થ- આ સૂત્રમાં ઠાઇ૯ પાઠાન્તરને બદલે કામિ પ્રચલિત છે. તસ્સ ઉત્તરીમાં પણ એમ જ છે. અથવા અહીં તસ્સ ઉત્તરી આવે છે. તેમાં કાઉસ્સગ્નમાં સ્થિર થાઉ છું એમ આવવાનું છે. અને અહીં કાઉસ્સગ્નમાં સ્થિર થવાને મિચ્છામિ દુક્કડું દેવું છે, એ દષ્ટિથી ઠાઈઉ પાઠ પણ સંગત તો લાગે છે.
ઈચ્છામિ કામિ સૂત્ર મુખ્ય તો પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત સ્વરૂપનું સૂત્ર છે. પરંતુ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવું હોય, ત્યારે તેની પૂર્વે ઉદ્દેશ સૂચક ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ગ પદ આવે છે, અને કાઉસ્સગ્ન કરવાનો ન હોય તો ઈચ્છામિ પડિક્ષકમિઉ એ ઉદ્દેશસૂચક પદ આવે છે. આલોઉ વગેરે પદ પણ આવે છે.
ઈચ્છામિ શબ્દ ઇચ્છા સામાચારીની દષ્ટિથી છે. જેમ અઈયારો કઓ અને જે ખડિએ, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org