________________
પંચ પ્રતિકમાણસૂત્રો
અને રોજ રોજ નવું લખાતું અને છપાતું સાહિત્ય એકઠું કરીને એક મોટો ઢગલો કરે, તો તે ઢગલો એવડો મોટો થાય, કે તે જોઈને આપણને કદાચ મેરુપર્વતનું સ્મરણ થઈ આવે.
એ સાહિત્યના મુખ્ય બે ભાગ પડી શકશે. એક તો છેલ્લાં બસો વર્ષની આસપાસનું આધુનિક સાહિત્ય, અને બીજું તે પહેલાનું પ્રાચીન સાહિત્ય, તે પ્રાચીનને અનુસરીને હમણાં લખાયેલા સાહિત્યને પણ પ્રાચીન સાહિત્યમાં જ ગણીશું.
કોઈ પણ સાહિત્યનું પ્રમાણ ઘણું વિશાળ છે કે અલ્પ છે, તે ઉપરથી તેની કિંમત અંકાતી નથી. પણ તેમાં જેમ વિશેષ સંગીનતા, વ્યવસ્થા, કળા, ઊંચ ઉદ્દેશ, તાત્વિકતા અને જેમ બને તેમ પરોપકારનું તત્ત્વ વિશેષ હોય, તેમ તેમ તેનું મહત્વ વધારે અંકાય છે.
[હમણાં જ એક યુરોપના વિદ્વાનના ત્રણ પાનિયાના પુસ્તકનું વિવેચન કરનારાં ત્રણથી ચાર હજાર પુસ્તકો રચાઈ ગયાં છે. ત્યારે આપણે કહેવું પડશે કે રોજ ને રોજ બહાર પડતા છાપાઓનાં પાનિયાઓને પાનિયાઓ કરતાં એ ત્રણ પાનાના પુસ્તકનું મહત્ત્વ સહજ રીતે વધારે ગણવું જોઈએ. એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એ ત્રણ પાનાનો પણ ભાવાર્થ એ વિદ્વાને દોઢ ઈંચની જગ્યામાં ગણિતના ૧૮ અક્ષરોથી બતાવીને પોતાની સમજ પ્રમાણેના આખા જગતનાં તમામ તો સમજાવવા પ્રયત્ન કર્યો છે.]
અર્થાત સંગીનતા, તાત્વિકતા, પરોપકારિતા, સ્પષ્ટતા, વ્યવસ્થા, કળા, જીવન માર્ગદર્શિતા, પ્રમાણસિદ્ધતા અને ઉચ્ચ ઉદ્દેશ એ વગેરે કોઈ પણ સાહિત્યની શ્રેષ્ઠતાની પરીક્ષા માટેની ખાસ કસોટીઓ છે.
આજના જમાનાની ગોરી પ્રજાએ, જગતની સંસ્કૃતિવાળી ઈતર પ્રજાઓ અને ખાસ કરીને ભારતીય આર્યપ્રજા સાથેની હરીફાઈ ખાતર વિજ્ઞાનની અનેક શોધો પાછળ પોતાનો સર્વસ્વ ભોગ આપવા પ્રયત્ન ચલાવ્યો છે. ત્યારથી તેને લગતું જે મુખ્ય સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે તેને અર્વાચીન સાહિત્ય કહીશું, તેને અનુસરીને અનેક પ્રકારનું લખાણ કાગળો ઉપર થઈ રહ્યું છે, અને હજુ થયે જાય છે.
આધુનિક વૈજ્ઞાનિક શોધોની મદદમાં બે સામગ્રી લેવામાં આવે છે. ૧. પ્રાચીન સાહિત્ય, અને ૨. બીજી તે પ્રાચીન સાધનો ઉપર મંડાણ માંડીને નવા સ્વતંત્ર સાધનોથી વિગતવાર હજારો બલ્ક લાખો દિશામાં સંશોધનો ચાલી રહ્યાં છે.
સંશોધનોના પ્રયત્નનું અંતિમ પરિણામ તો એ છે કે, જગતનાં સત્યો જાણવાં. પણ જાણવા શા માટે ? તે જાણી તેના ઉપરથી યોગ્ય જીવનમાર્ગ નકકી કરી યોગ્ય માર્ગે જીવન જીવવું, એ મુખ્ય ઉદેશ છે. અર્થાત્ જગતનાં સત્યોના સંશોધનનો અંતિમ ઉદ્દેશ અનેકવિધ જિજ્ઞાસાઓની તૃપ્તિ નથી, પણ યોગ્ય માર્ગે જીવન જીવવું અને કોઈ અપૂર્વ એવો જીવનનો આનંદ લેવો, એ તેનો અંતિમ ઉદ્દેશ છે, તે જ હોઈ શકે, અને તે જ હોવો જોઈએ. વૈજ્ઞાનિક શોધો જાણીને લોકો બેસી રહેતા નથી. પણ તેના પેટંટ લઈને લોકોને તે સામગ્રી પૂરી પાડવામાં આવે છે. અને એ શોધ જનસમાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org