________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સર્વવ્યવહારો અને ધર્મમાર્ગોની સીમાઓ એટલે કે મર્યાદાઓ એ શ્રુતજ્ઞાનમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવી છે. અતિશયોકિતવાળાં વર્ણનો કે અસંબદ્ધ પ્રલાપો નથી પણ સમાધર છે, એટલે દરેકે દરેક મર્યાદાઓને ધારણ કરનાર છે અથવા દરેક રીતે મર્યાદિત છે. તેથી જ શ્રોતાને પોતાના કર્તવ્ય માટે તત્કાળ જાગ્રત કરી દે છે અને તેના પ્રમાદને સહસા ઉડાડી મૂકે છે, પરંપરાએ ઝપાટાબંધ કલ્યાણમાર્ગમાં દોર્યે જાય છે.
ચોથી ગાથામાં વધારે સ્પષ્ટીકરણથી સ્તુતિ કરવામાં આવી છે. જેમ શ્રુતજ્ઞાનમાં વર્ણવવામાં આવેલા દરેકે દરેક વિજ્ઞાન સિદ્ધ જ છે, શોધવાના બાકી કે અપૂર્ણ નથી પણ સંપૂર્ણ, સાચા અને સાંગોપાંગ જ છે જેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જીવનમાં ઉતારવાને જરાય સંકોચ રાખવાનું કારણ નથી. એક વાર એક વાત કહેવામાં આવી હોય, તે જ વાત પછીના વખતમાં ખોટી ઠરે ને તેને ઠેકાણે બીજી શોધ આવે, એવું નથી. સંયમ સર્વસુખનો ઉપાય છે. સંતોષ વિના સંયમ અશક્ય છે. અને દુનિયામાં પણ સુખનું મૂળ સંતોષ ગણાય છે. એવા સર્વ સુખના મૂળભૂત સંયમમાર્ગમાં આ શ્રુત નંદી મંગળરૂપ આશીર્વાદ સમાન સાધક છે. આ શ્રુતની મદદ વિના સંયમમાર્ગ અશક્ય, અપ્રાપ્ત અને ભારે થઈ પડે છે. ત્યારે આ શ્રુતની મદદથી તે શકય, સહસા પ્રાપ્ત અને સહજ સરળ થઈ પડે છે. આ શ્રુતને દેવો અને માનવોએ સર્વમાન્ય ગણીને તેની આગળ પોતાનું માથું નમાવ્યું છે. આ થુતમાં કેવળ જૈન ક્રિયાઓ કે કથાઓ જ નથી, પણ આખા જગતના દરેકે દરેક પદાર્થો, તેનાં વિજ્ઞાન અને એકંદર આખા વિશ્વનું તત્વજ્ઞાન તેમાં સમજાવ્યું છે. લોક, મર્યાસુર, અને આ જગત તેમાં પ્રતિષ્ઠિત છે. એટલે કે પ્રતિબિંબિત છે. માટે તેમાં ત્રણ કાળના સર્વ દ્રવ્ય ક્ષેત્ર ભાવનું પ્રતિબિંબ પડેલું છે. એ શ્રુતજ્ઞાનની હરીફાઈ કોઈ પણ કાળે કોઈ પણ કરી શકતું નથી. તે સદા સર્વોપરી અને વિજયી જ રહે છે. આજે પણ આ કાળમાં પણ તે કેવી રીતે સર્વોપરી તરીકે વિજયવંત છે, તે નીચેની હકીકત પરથી સમજાશે. અને પોતે વિજયી હોવાથી જ તેની પછીના ચડિયાતા કમના દેશવિરતિ સામાયિકધર્મ અને સર્વવિરતિ સામાયિકધર્મ પણ જગતમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે અને વિજયી રીતે જગતનું કલ્યાણ કરી રહ્યા છે.
આ શ્રુત સિદ્ધ છે. એવી માન્યતા અને અચળ શ્રદ્ધાવાળાને સમ્યગુદર્શન-સામાયિકધર્મની પ્રાપ્તિ થાય છે, અને એવા અચળ શ્રદ્ધાળુ જ શ્રુતનો અભ્યાસ કરી શ્રુતસામાયિક ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. શ્રુતસામાયિક ધર્મની પ્રાપ્તિ કરી હોય તે જ દેશવિરતિ સામાયિકધર્મની કે સર્વવિરતિ સામાયિકધર્મની પ્રાપ્તિ કરી શકે છે. માટે આ શ્રુત સિદ્ધ, સર્વમાન્ય અને પૂજ્ય છે. અને તેમાં સર્વ જિજ્ઞાસુઓને સંતોષ થાય એવી રીતે ત્રિકાળના વિશ્વનું પ્રતિબિંબ પડેલું છે. સંયમમાર્ગમાં અસાધારણ મદદ કરનાર છે. આવો અદ્ભુત વાસ્તવિક મહિમા આ સૂત્રમાં શ્રુતજ્ઞાનનો ગાવામાં આવ્યો છે, જે યથાર્થ અને સુશ્રદ્ધેય છે, જે પ્રેરક અને આનંદદાયક છે.
આજના કાળમાં પણ આ શ્રુતજ્ઞાન સર્વોપરી અને સકળ જગત જંતુનું કલ્યાણકર કેવી રીતે છે ? તે અતિસંક્ષેપમાં વિચારી લઈએ :કોઈ પણ એક સમર્થ ધનવાન ગૃહસ્થ-આ જગતમાં વિદ્યમાન જગતનું તમામ સાહિત્ય પુસ્તકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org