________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
જીવનમાં ઉપયોગી બનાવવા પ્રયત્નો કરવામાં આવે છે. શોધનો ઉપર જણાવેલો ઉદ્દેશ પુરવાર કરવાને એક જ દલીલ બસ છે.
પણ આજની શોધો દરેક અપૂર્ણ જ છે. એક નવી શોધ થાય છે કે જૂની ખોટી ઠરે છે. અલબત્ત, જે વખતે જે શોધ થાય તેના વકરાનાં અને વ્યાપારનાં ક્ષેત્રો ઊઘડે છે, ઉઘાડવામાં આવે છે. લાગવગ તથા સત્તાના ઉપયોગથી તેનો પ્રચાર કરવામાં આવે છે. અને “અમે જનસમાજને લાભ આપીએ છીએ.” એવો દાવો સંશોધકો કરે છે. પણ તેવામાં બીજી શોધ થઈ શકે તે નવી વસ્તુઓનો વકરો. શરૂ થાય છે. આથી નુકસાન એ થાય છે કે, જેઓ તાત્વિક અને સંપૂર્ણ શોધોને પરિણામે જગતના ત્રિકાળ સિદ્ધ સાધનો અને માર્ગોનો ઉપયોગ કરતા હોય છે, તેના ઉપર લાગવગ અને સત્તાની અસર પાડવાથી તેઓ તેથી વંચિત રહે છે એ નુકસાન થાય છે.
આધુનિક વિજ્ઞાનની શોધોના ઈતિહાસના લેખકો કહે છે કે : “હજુ તો આટલી બધી મહેનતને અંતે પણ પાશેરામાં પહેલી પૂણી કંતાઈ છે.” અર્થાત્ હજુ તો જગતનાં તત્ત્વો આધુનિક શોધખોળથી શોધાયાં છે, તેના કરતાં અનંત ગુણા શોધવા બાકી છે. માટે આધુનિક વિજ્ઞાન સાધ્યમાન છે. તેથી તેનું સાહિત્ય પણ સાધ્યમાન છે, સિદ્ધ નથી.
| સર્વ વિજ્ઞાન શોધાઈ રહે, અને સર્વ વિજ્ઞાનોના તારણ રૂપ તત્વજ્ઞાન વ્યવસ્થિત થાય, તે પછી નિશ્ચિત જીવનમાર્ગ શોધાય, પછી જગત તે માર્ગે ચાલે અને શાશ્વત કે સર્વોત્તમ-વૈજ્ઞાનિકોએ છેવટનો જે ઠરાવ્યો હોય-તે આનંદ મેળવી શકે. શું આ અનંતકાળે પણ પામરોથી શકય છે ? નથી જ. માટે આધુનિક વિજ્ઞાન અને તેને લગતું સાહિત્ય વિશ્વાસ કરવા લાયક જ નથી તેમજ તે ઉત્તેજનપાત્ર પણ નથી. માત્ર નવી નવી ફોસલામણી વાતો અને દેખાવો કરીને અત્યારની ગોરી પ્રજા પોતાના સ્વાર્થી સિદ્ધ કરવા મથે છે, તે સિવાય કાંઈ પણ તાત્પર્ય દેખાતું જ નથી. અમુકને પાડે છે, અને અમુકને ચડાવે છે. અમુકને મોટા બનાવે છે, અમુકને આશ્રિત બનાવે છે, આજે અમુક સિદ્ધાંતો મૂકે છે, કાલે અમુક નવા સિદ્ધાંતો મૂકે છે. પરમ દિવસે તેને રદ કરે છે. આમાં જગતના કલ્યાણનું કાંઈપણ સ્થાયી તત્ત્વ નથી. તેથી અત્યારનું સાહિત્ય એ સાહિત્ય જ નથી, ખાલી ઇંદ્રજાળ છે.
પ્રાચીન સાહિત્યમાં-દરેક ધર્મગ્રંથો જેવા કે-વેદો, ઉપનિષદો, અવેસ્તા, બાઇબલ, કુરાન, ગણિપટકો વગેરેનો અને તેને અનુસરતા ધર્મગ્રંથોનો અને દાર્શનિક ગ્રંથો તથા જુદાં જુદાં વિજ્ઞાનો, કળાઓ, નોંધો વગેરેનો સમાવેશ થાય છે.
પરંતુ તે દરેક પણ જુદાં જુદાં વિજ્ઞાનો પૂરાં પાડે છે. બાઇબલ માત્ર નીતિનો ઉપદેશ આપીને ચૂપ રહે છે. કુરાન મોઘમ નીતિ અને ધર્મ સમજાવીને બાજુએ રહે છે. તેમજ અવેસ્તા અને વેદોમાં પણ લગભગ એવા મોઘમ વિષયો જ છે. વેદાંત, વૈશેષિક વગેરે દર્શનો જગતનું એકીકરણ કે પૃથકકરણ વગેરે જુદાં જુદાં વિજ્ઞાનો જ સમજાવે છે. યોગશાસ્ત્ર, અર્થશાસ્ત્રો, વૈદક, ધનુર્વેદ, પુરાણ વગેરે તો સ્પષ્ટ જ જુદાં જુદાં વિજ્ઞાન છે. બૌદ્ધો કેવળ વૈરાગ્યનું વિજ્ઞાન પૂરું પાડે છે.
ત્યારે જૈન શાસ્ત્રો લાખો બબ્બે કરોડો વિજ્ઞાન સમજાવી દે છે અને ઉપરાંત આાવાદમય તત્વજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org