________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કહેતી વખતે બે હાથ જોડી લલાટની ઉપર જરા દૂર, કે લલાટને લગાડીને મુક્તાશક્તિ મુદ્રા કરવી.
(૧૦) ૩. પ્રણિધાન-મન, વચન, અને કાયાની એકાગ્રતા રાખવી. અથવા – જાવંતિ-જાવંત અને જયવીરાય. એ ત્રણ સૂત્રો પ્રણિધાન સૂત્રો છે. આ દશ ત્રિક કહેવાય છે.
૫. અભિગમ - તીર્થંકર પ્રભુને સામે ભેટવા જતાં ખાસ સાચવવા જોઈએ. ૧. સચિત્ત દ્રવ્યનો ત્યાગ, ૨. અચિત્ત વસ્ત્ર-આભૂષણાદિનો ત્યાગ ન કરવો. ૩. મનની એકાગ્રતા. ૪. એક સાટક ઉત્તરાસંગ. ૫. જિનેશ્વર પ્રભુનું દર્શન થતાં અંજલિ જોડવી. અથવા રાજાએ-૧. ખગ્ન, ૨. છત્ર, ૩. ઉપાન, (પગમાં પહેરવાના જોડા વગેરે) ૪. મુકુટ, અને ૫. ચામર, એ પાંચ વસ્તુઓનો ત્યાગ કરવો.
૨. દિશિ- પ્રભુની જમણી બાજુએ પુરુષ અને ડાબી બાજુએ સ્ત્રીએ ઊભા રહી વંદન, સ્તુતિ વગેરે કરવાં.
૩. અવરહ- જઘન્ય અવગ્રહ [] નવ હાથ અને ઉત્કૃષ્ટ ૬૦ હાથ રાખવો. બાકીનો મધ્યમ ગણાય. અથવા દહેરાસર નાનું હોય, તો વા થી માંડીને ૬૦ હાથ સુધી પ્રતિમાજીથી છેટે બેસી શકાય.
૩. ચૈત્યવંદન- જઘન્ય, મધ્ય અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના ચૈત્ય વંદન થાય છે. તે દરેકના ત્રણ ત્રણ ભેદ છે. તે સમજી લઈને તેનો આદર કરવો.
૧. પ્રણિપાત- પાંચ અંગે પ્રણિપાત એટલે ખમાસમણ દેવા.
નમસ્કાર- ૧ શ્લોકથી માંડીને આ શ્લોક સુધી સ્તુતિના શ્લોકો-ગાથાઓ-કવિતાઓ બોલી નમસ્કાર-વંદન કરી શકાય.
૧૦. આશાતનાનો ત્યાગ - ૧. પાન ચાવવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. પગરખાં પહેરવાં, ૫. મૈથુન સેવવું, ૬. સૂવું, ૭. ઘૂંકવું કે નાક છીંકવું, ૮. પેશાબ કરવો, ૯. મળ-ઝાડો કરવો, ૧૦. જુગાર રમવું. આ દશ ઓછામાં ઓછી આશાતના દહેરાસરના ગઢમાં તજવી.
૧. ચૈત્યવંદનાનું આસન- સામાન્ય રીતે યોગમુદ્રાએ [બે ઘૂંટણ જમીન પર સ્થાપીને કમળના ડોડાને આકારે બન્નેય હાથ કોણી ઉપર સ્થાપી] ચૈત્યવંદન કરવા બેસવાનું છે, પરંતુ ઈંદ્ર વગેરે ઋદ્ધિમાન ડાબો પગ જરા ઊંચો રાખીને પ્રભુને વંદન કરે છે. તે પ્રમાણે સામાન્ય રીતે બીજા પણ ડાબો ઢીંચણ જરા ઊંચો રાખીને ચૈત્યવંદન કરે છે. તે અપવાદ માર્ગ જણાય છે. વિશેષ ખુલાસો ગુરુમહારાજ પાસેથી જાણવો.
૧. છંદો-જગચિંતામણિ સૂત્રની પહેલી ગાથા-સંવૈયા જેવી જણાય છે. પછીની બે ગાથામાં વસ્તુ છંદ છે. કલ્યાણકંદ-ઉપજાતિ છંદમાં છે. બાકીના આર્યા છંદો છે.
૧૦. શ્રી દેવવન્દન-વિધિનાં સૂત્રો.
૨૩. પુફખરવર દીવ-(શ્રુતસ્તવ)-સૂત્ર-૧. શબ્દાર્થ:- પુખર-વર-દીવ પુષ્કર નામના-સુંદર-અદ્વીપમાં. ધાયઈ-સંડે ધાતકી-ખંડમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org