________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કલ્લાકંદ અને સંસાર દાવાનલ સ્તુતિ આ બે સ્તુતિઓમાં પહેલી કોઈ પૂર્વાચાર્ય વિરચિત છે અને બીજી શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજની રચેલી છે. તેમણે પ્રાયશ્ચિત્ત તરીકે ૧૪૪૪ ગ્રંથો બનાવવાના હતા. ત્યારે ૧૪૪૦ ગ્રન્થો પૂરા કર્યા તેવામાં કાળધર્મ નજીક આવવાથી ચાર સ્તુતિરૂપ ચાર ગ્રન્થો બનાવી પ્રાયશ્ચિત્ત પૂરું કરવાના ઈરાદાથી ૪ સ્તુતિઓ બનાવતાં ચોથી સ્તુતિનું એક પદ બોલાયું તેવામાં બોલવાની શક્તિ બંધ થતાં, સંઘે અથવા શાસનદેવીએ તેમના હૃદયનો અભિપ્રાય જાણીને ચોથી સ્તુતિ પૂરી કરી, ત્યારથી જ ઝંકારાથી માંડીને પફખી વગેરે ત્રણ પ્રતિક્રમણમાં સ્વાધ્યાય વખતે ઉચ્ચ સ્વરથી બોલાય છે. કલાકંદમાં પાંચ જિનેશ્વરોની સ્તુતિ છે. અને સંસારદાવામાં મહાવીર પ્રભુની સ્તુતિ છે. છેલ્લી સ્તુતિ બન્નેયમાં શ્રુતની અધિષ્ઠાયક શ્રુતદેવીની છે. સંસારદાવા એ સમ સંસ્કૃત પ્રાકૃત સ્તુતિ છે.
દહેરામાં દર્શન પૂજા અને ચૈત્યવંદન વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલીક વિશેષ વિધિઓ
(૧) નિશીહિ: દહેરાસરના દરવાજામાં પેસતાં ૧ લી નિસહિ, ૨જી નિશીહિ પૂજા માટે ગભારામાં પેસતાં ૩ જી નિસીહિ ચૈત્યવંદન કરવાની શરૂઆત કરતાં પહેલાં કહેવી.
(૨) ૩ પ્રદક્ષિણા : પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવી.
(૩) ૩ પ્રણામ : ૧. પ્રભુને દેખતાં જ બે હાથ જોડી પ્રણામ કરવો. ૨. દહેરાસરની વચ્ચે જઈ નમો જિગાણ કરી માથું નમાવી પ્રણામ કરવો. ૩. ખમાસમણ દઈ પ્રણામ કરવો. અથવા ત્રણ ખમાસમણ.
(૪) ૩ પૂજા : ૧. ભગવાનને અંગે પૂજા. ૨. ભગવાનની આગળ અગ્ર પૂજા. ૩. ભગવાનની સામે ભાવનાપૂર્વક પૂજા. અથવા ૧. પંચપ્રકારી પૂજા. ૨. અષ્ટપ્રકારી પૂજા. ૩. સર્વ પ્રકારની પૂજા.
(૫) ૩ અવસ્થા : ૧લી છદ્મસ્થાવસ્થા : ૧. જન્માવસ્થા ૨. રાજ્યવસ્થા. ૩. મુનિ અવસ્થા ભાવવી. ૨જી કેવળીઅવસ્થા: પ્રતિમાજીની બાજુમાં આઠ પ્રાતિહાર્ય હોય છે, તે ઉપરથી કેવળી અવસ્થા ભાવવી. ૩જી સિદ્ધાવસ્થા : આસન અને ધ્યાનમાં રહેલા પ્રતિમાજીને જોઈ મોક્ષની અવસ્થા ભાવવી.
(૬) ૩ દષ્ટિવર્જન : દર્શન, પૂજા કે ચૈત્યવંદન કરતી વખતે ભગવાનની સામે જ દષ્ટિ રાખવી. બાકીની ત્રણ બાજુ તરફ દષ્ટિ ન રાખવી.
(૭) ૩ પ્રમાર્જન : ચૈત્યવંદન કરવા બેસતી વખતે ત્રણ વાર જમીનનું પ્રમાર્જન કરવું.
(૮) ૩ આલંબન : ચૈત્યવંદન કરતી વખતે ૧. તેના ઉચ્ચાર શુદ્ધ બોલવા. ૨. અર્થ ચિંતવવો. ૩. પ્રભુ પ્રતિમા તરફ એકાગ્ર ધ્યાન રાખવું.
(૯) ૩ મુદ્રા : ૧. નમુત્થણું બોલતાં બે હાથના આંગળાં જોડીને ડોડાને આકારે ગોઠવી, પેટ ઉપર કોણી રાખી યોગમુદ્રા કરવી. ૨. કાઉસ્સગ્ગ કરતી વખતે બે પગ વચ્ચે આગળ ચાર આંગળ, અને પાછળ કાંઈક ઓછું અંતર રાખીને ઊભા રહી જિનમુદ્રા કરવી. ૩. જાવંતિ જાવંત જયવીયરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org