________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૫. નમુક્કાર સહિયં વગેરે પ્રત્યાખ્યાનનાં સૂત્રો, વિસ્તારથી પ્રત્યાખ્યાન સૂત્રો છે. ૬. પક્ષી સૂત્ર, પોસહ સૂત્ર વગેરે તથા કરેમિ ભંતે ! સૂત્ર છે. ખુદ સામાયિક સૂત્ર સ્વરૂપે છે. ૧૩. આ ઉપરાંત તે ધ્યેય આવશ્યકના વિધિઓનાં જુદાં જુદાં બીજાં પણ તેની સાથે સંબંધ રાખતાં સૂત્રો છે. તે આ ગ્રંથનું વિવેચન વાંચવાથી લગભગ સમજાશે.
૧૪. આમ વિસ્તાર કરતાં કરતાં દ્વાદશાંગીનાં તમામ સૂત્રો આ મુખ્ય સૂત્ર સાથે સંબંધ રાખે છે.
૧. દાખલા તરીકે - લોગસ્સમાં ચોવીસ તીર્થંકરોનાં જીવનચરિત્રો આવી જાય.
૨. ગુરુવંદનમાં - આખી ગુરુ સંસ્થા - ગુરુકુલવાસની વ્યવસ્થા આવી જાય.
૩. સામાયિકમાં - પાંચ આચાર અને તમામ આત્મવિકાસના - ચોથા ગુણઠાણાથી માંડીને ઠેઠ ચૌદમા ગુણ સ્થાનક સુધીની વિચારણા આવી જાય.
૪-૫. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનમાં અવિધિ અને તમામ સાંસારિક ઘટનાઓ અથવા બંધ અને આશ્રવતત્ત્વો આવી જાય.
૬. કાયોત્સર્ગમાં - વીર્યાચાર તથા આત્મવિકાસની ધ્યાન, ધ્યેય, આસન, મુદ્રા, શરીરાદિ ઉપર નિર્મમત્વ-ધર્મમાં મકકમતા ભોગ આપવાની તત્પરતા વગેરે સર્વ આંતર તૈયારીના વિચારોનો સમાવેશ થઈ જાય છે.
તે તે દરેક વિષયની વિચારણા આગમસૂત્રોમાં વિસ્તારથી કરતાં કરેમિ ભંતે ! સૂત્રના જ વિસ્તારરૂપ બારેય અંગો થઈ જાય, એ સ્વાભાવિક છે.
૧૫. કયા સૂત્રમાં, કયા શ્રુતસ્કંધમાં, કયા અધ્યયનમાં, કયા ઉદ્દેશામાં કયો વિષય છે ? અને તે કેમિ ભંતે સૂત્ર સાથે પરંપરાએ કે સીધો કયો સંબંધ ધરાવે છે ? તે પણ બરાબર વિગતવાર વિચાર કરીએ, તો આપણને મળી શકે તેમ છે. અર્થાત્ દરેક અંગના દરેકે દરેક ઉદ્દેશાના નાનામાં નાનાં સૂત્રોના પણ સંબંધ આ સૂત્ર સાથે મળી શકે તેમ છે. પરંતુ તે ઘણો બહોળો વિષય થઈ જાય છે. આગમોના કયા ઉદ્દેશાદિ એક એક વિભાગનો કોની સાથે કઈ જાતનો સંબંધ છે ? તે સૂચક મથાળા કરવા મુશ્કેલ હોવાથી, તેમ ન કરતાં સૂત્રના પ્રથમ શબ્દ ઉપરથી ઘણા ઉદ્દેશા અને અધ્યયનોનાં નામ આગમોમાં જોવામાં આવે. [જો કે ઘણે ઠેકાણે અંદરનાં વિષયસૂચક પણ નામો હોય છે તેમજ ઘણે ઠેકાણે આગળ આવનારા વિષયો સાથેનો સંબંધ સમજાય, તેવાં પણ નામો હોય છે.] એમ નામકરણ ઘણું જ વિવિધ હોવાથી, કયા ઉદ્દેશામાં કયો ખાસ વિષય છે અને તે કોની સાથે સંબંધ ધરાવીને કયા આવશ્યકનું અંગ બનીને કરેમિ ભંતે ! સાથે કેવો સંબંધ ધરાવે છે તે આપણે એકાએક સમજી શકતા નથી. છતાં સૂક્ષ્મ અભ્યાસથી સમજી શકાય તેમ છે ખરું.
૧૬. કારણ એ પણ હોય છે કે, એક મુખ્ય વિષય સમજાવવા માટે તેને લગતા બીજા પેટા વિષયો પ્રથમ સમજાવવા પ્રકરણો આપ્યાં હોય છે. એટલે એ વિષય અભ્યાસી વાંચી જાય, કે તેનો અભ્યાસ કરી જાય, એટલે તેમના પછીનો વિષય બરાબર સારી રીતે તેનાથી સમજી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org