________________
ભૂમિકા
તેમ હોય છે. અને તે વિષય પણ સમજાયા પછી, તેની આગળનો મુખ્ય વિષય પણ બરાબર સમજાવા માંડે છે. એવી શૈલીથી પેટા વિષયોનાં આગળ પ્રકરણો આપ્યાં હોય, અને તેનાં નામ માત્ર પ્રાથમિક શબ્દોથી કરવામાં આવ્યા હોય છે. કેમ કે, દરેકમાં હેતુસૂચક નામ કરવા જતાં બહુ ગૂંચવાડો ઊભો થવાનો સંભવ છે. કારણ કે, એક જ પ્રકરણ ઘણી વખત બીજા અનેક મુખ્ય વિષયના પ્રાથમિક વિભાગ તરીકે બની શકે તેમ હોય છે. વળી તે જ પ્રસ્તુત પ્રકરણનો વિષય કોઈના કારણ તરીકે હોય છે, તે જ રીતે અને બીજા પ્રકરણના કાર્ય તરીકે પણ હોય. એટલે કે, એક મુખ્ય પ્રકરણ હોય, અને બીજાં પ્રકરણો તેના પેટા વિષયના મુખ્ય વિષય તરીકે એ જ ઉદ્દશા કે અધ્યયનો હોય, ત્યારે કોની સાથેના સંબંધ રૂપે તેનું એક નામ કારણ થઈ શકે ? માટે જ સૂત્રના આદિ શબ્દો લઈને પણ ઉદેશા તથા અધ્યયનોનાં નામો
રાખવામાં આવેલાં હોય છે. ૧૭. આ શૈલી આપણને ચરક નામના વૈદ્યક ગ્રંથમાં સરળતાથી સમજાય તેમ છે. ૧૨00 શ્લોક
પ્રમાણ આઠ સ્થાનમાં-અંગમાં તે ગ્રંથનો સમગ્ર વિષય વિભકત છે. તેમાં વૈદ્યક વિદ્યા સાથે સંબંધ ધરાવતા તમામે તમામ નાના મોટા વિષયોનાં પ્રકરણો એવી ખૂબીથી ગોઠવવામાં આવ્યાં છે કે, એક પ્રકરણ દરેક અંગોનાં – સ્થાનોનાં દરેક પ્રકરણો અને વિષયો સાથે સંબંધ ધરાવતા હોય છે. અને મુખ્ય પ્રકરણના વિવેચન તરીકે-પ્રથમના કેટલાંક પેટા પ્રકરણો હોય છે. માટે તેમાં પણ નામકરણ અધ્યાયના પ્રથમ શબ્દ ઉપરથી ઘણાં પ્રકરણોના કરવામાં આવેલા જોવામાં આવે
છે. તેનું કારણ ઉપર પ્રમાણે જણાય છે. ૧૮. કેટલાક ગ્રંથોની એવી શૈલી મુખ્ય હોય છે કે, પ્રથમ ગ્રંથનો મુખ્ય વિષય આપીને તેનાં પેટા
પ્રકરણો ક્રમસર સમજાવતા હોય છે, ત્યારે કેટલાક ગ્રંથોની એવી શૈલી હોય છે કે, પ્રથમ પેટા વિષયો સમજાવતાં સમજાવતાં છેવટે મુખ્ય વિષયો સમજાવે છે. અને એમ આખા સળંગ ગ્રંથનો વિષય સમજાવે છે. એક બીજા પ્રકરણમાં આવતા જુદા જુદા વિષયો પોતાના મુખ્ય પ્રકરણ કરતાં પણ બીજાં અનેક મુખ્ય પ્રકરણો સાથે સંબંધ ધરાવતા હોય છે. તેની આગળ પાછળ સૂચના કરીને, તે તે પેટા પ્રકરણોના હવાલો આપીને, તે તે સ્થળે તેની જરૂરિયાત અને સંબંધ સૂચવે છે. આ શૈલી આપણા સૂત્રગ્રંથોમાં હોય છે. તેની અચૂક અને બંધબેસતી વિશાળ ધોરણે સંગતિઓ ગોઠવાયેલી હોય છે, પરંતુ બાળ જીવોને તે બરાબર ન સમજાય, માટે પણ ટીકાકારોએ
બંધબેસતી સામાન્ય સંગતિઓ જોડી બતાવી હોય છે. ૧૯. આમ અનેક રીતે ઉપયોગી હકીકતોને પ્રકરણબદ્ધ કરે છે, અને કેટલીક હકીકતો તો, આખા ગ્રંથના
પૂર્વાપરના અધ્યયન, મનન અને પરસ્પરના અનુસંધાનના ઊંડા ચિંતનથી ગ્રંથમાં સાક્ષાત્ શબ્દોથી કહ્યા વિના પણ સમજાય છે. આવી વિલક્ષણ પ્રાચીન ગ્રંથકારોની શૈલી હોય છે. પ્રકરણ ઉપર પ્રકરણનું વિષયસૂચક નામ નથી હોતું. અધિકાર સૂત્ર પણ ન હોય છતાં, પ્રકરણો અને અધિકારો તે તે શબ્દોથી અથવા વિષયના સળંગ નિરૂપણના સ્વીકાર અને પરિવારથી પણ સૂચિત થતા હોય છે. આમ સૂત્ર શૈલી ઘણી જ વિલક્ષણ હોય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં, તેમજ આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org