________________
પંચ પ્રતિકમાણસૂત્રો
આત્મવિકાસમાં ઉપકારનું એ મૂળ બીજ સૌને લગભગ સરખું છે.
પ્રતિમાઓ પણ જુદા જુદા તીર્થકરોની જુદી જુદી હોય, તે કદાચ કેટલાક બાળ જીવોના ધ્યાનમાં ન રહે. વળી પ્રતિમાઓ માટે એક વ્યવસ્થિત ચોકકસ સ્થળ પણ જોઈએ. બાળ જીવોને બીજું કાંઈ પણ યાદ ન આવે-બીજી કોઈ પણ સૂક્ષ્મ વસ્તુઓ તરફ તેઓનું ધ્યાન ન ખેંચાય, પરંતુ ગામની શેરીમાં ધ્યાન ખેંચે તેવી વિચિત્ર બાંધણીવાળું, ભવ્ય વાતાવરણવાળું મંદિર હોય, તેના તરફ અનેક વાર ધ્યાન ખેંચાય, એ સ્વાભાવિક છે. સંસારી જીવોને રહેવા માટે ઘર તો હોય જ, તેમજ રાજ-દરબાર, નિશાળ, ચોકી, કચેરી, પંચને એકઠા થવાનો ચોરો, જકાતી-દાણની મંડી વગેરે મકાનો હોય, કે જેમાં સાંસારિક સામુદાયિકનાં કામો થતાં હોય. નિશાળમાં જે કે વિદ્યા મેળવવાની હોય છે, પરંતુ “નિશાળે જઈએ છીએ” એમ બોલાય છે. રાજનું દાણ ચૂકવવાનું હોય છે, પરંતુ “મંડીમાં જઈએ છીએ.” એમ બોલાય છે. અર્થાત્ કામનો ઉદ્દેશ અને કામનાં સાધનો જુદાં હોય છે, છતાં તેને માટેનું મકાન જ સૌનું ધ્યાન ખેંચતું હોય છે. તે ઉપરથી કામ સમજાય છે. સર્વ સામાન્ય સાધારણ જનસમાજનાં વ્યવહારમાં તે તે કામ માટેનાં મકાનો પ્રતીક તરીકે ઉપચારથી વિશેષ પ્રચલિત હોય છે. તે જ પ્રમાણે ધર્મ કરવાનું, ધર્મની શરૂઆત કરવાનું સૌથી પહેલું અને મુખ્ય સાધન ચય છે. અને તેમના તરફ જનસમાજનું ધ્યાન ખેંચાઈ શકે. માટે જ મૈત્યને વંદન કરવા તરફ ચિત્ત દોરવી તે મારત તીર્થકરોની પ્રતિમાને વંદન, અને તે મારફત તીર્થકર ભગવંતોને વંદન થાય, અને તે મારફત પરંપરાએ સમ્યગુદર્શનપ્રાપ્તિ દ્વારા, શ્રત, દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ધર્મની પ્રાપ્તિ થાય. એવી વ્યવહારુ ગોઠવણ, વ્યવહારુ શબ્દ ગોઠવીને સાધી દીધી. આ ખૂબીથી બાળ, મધ્યમ અને બુધજન એ સૌનું ધ્યાન ખેંચે, માટે ચૈત્યવંદન શબ્દ પ્રચલિત કર્યો છે.
ધર્મ એ જીવનનું ધ્યેય છે. તે ધ્યેયને સિદ્ધ કરવા-પ્રચાર કરવા, કોઈ પણ સંસ્થા, ખાતું કે સાધન જોઈએ, અને તે પ્રસિદ્ધ, સુલભ, પ્રાથમિક, સરળ, ગમે તેવા બાલ જીવોને જલદી દોરવનાર, આકર્ષક, અને સહસા ધ્યાન ખેંચનાર, સંસ્થા, ખાતું કે સાધન હોવું જોઈએ, અને તેવું સાધન શ્રી જિન-ચૈત્ય જ છે. બાળથી માંડીને બુધજન માટે યથાયોગ્ય ઉપયોગી હોવાથી પરમ જ્ઞાની મહાત્માઓને પણ તે સમ્મત છે.
પરંતુ ચૈત્યવંદન એટલે આખર તો “તીર્થકર ભગવંતોને જ વંદન" એ છેવટનો અર્થ સમજવાનો છે.
ચૈત્યવંદનના વિધિના મુખ્ય અધિકારો કોઈ પણ જૈન વિધિ અનેક ગર્ભિત હેતુઓથી ગૂંથાયેલો હોય છે. બીજા ગર્ભિત અનેક હેતુઓ હોવા છતાં મુખ્યપણે છ આવશ્યકો તો લગભગ ગૂંથાયેલા જોવામાં આવે છે.
ચૈત્યવંદન એ ચતુર્વિશતિ સ્તવનામનું આવશ્યક છે, યાત્રા, સંઘ યાત્રા, ત્રિકાળ દર્શન, નાનાં મોટાં દેવવંદન, પૂજા વગેરે ચતુર્વિશતિ સ્તવ સ્વરૂપનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org