________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫૭
સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ય અને પચ્ચકખાણ એ છે આવશ્યકોમાં ચૈત્યવંદન વિધિમાં-ત્યવંદન-નમુત્થાણું-કિંચિ-જાવંતિ ચેઈઆઈ' વગેરેમાં ચતુર્વિશતિ સ્તવ તો સાક્ષાત છે જ. “જાવંત કેવિ સાહુમાં ગુરુવંદન ખુલ્લું જ છે. એક નવકારના કાઉસ્સગ્નમાં કાઉસ્સગ્ગ પણ સ્પષ્ટ જ છે. જયવીયરાયમાં સમાધિ મરણ, બોધિલાભ વગેરે આત્મગુણ પોષક ભાવના છે. અને સળંગ વિધિમાં એકંદર ચતુર્વિશતિ જિવંદન રૂપ-આત્મગુણમાં લીનતામય-સામાયિક પણ ગર્ભિત રીતે સ્પષ્ટ છે. દુ:ખખઓ, કમ્મખઓ, ભવનિવેઓ વગેરે પદોમાં આત્મગુણ રોધક તત્ત્વોના ત્યાગની બુદ્ધિ રૂપ પ્રત્યાખ્યાન, અને અનાયાસે તે સેવાઈ ગયા હોય છતાં તેમાંથી મનને પાછું ફેરવવું, અથવા તેમાં અનાસકિત, તેને ખરાબ માનવા વગેરે રૂપ પ્રતિક્રમણ પણ ગર્ભિત રીતે દેખાય જ છે.
અર્થાત્ જિવંદન રૂપ મુખ્ય ક્રિયામાં લીનતા રૂપ સામાયિક, અને તેમાં એકાગ્રતાથી લીન થવાથી બીજી બધી સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ સ્વાભાવિક રીતે જ થાય છે. છતાં તેમાં મન વચન કાયા દોરાઈ જાય તો તેને પાછા ખેંચી લે, તો જ એકાગ્ર લીનતા ટકી શકે. એટલે સામાયિક, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ ત્રણ આવશ્યકો ગર્ભિત રીતે તો ગોઠવાયેલા છે. છતાં પ્રણિધાન સૂત્રમાં તેને માટેના સાક્ષાત્ શબ્દો પણ મળી શકે છે. જાવંતિ, જાવંત અને જયવીયરાય ત્રણ પ્રણિધાન સૂત્રો કહેવાય છે. પ્રણિધાન એટલે મન-વચન-કાયાની એકાગ્રતા.
અહીં કાયોત્સર્ગ, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ દરેક આવશ્યકો ચૈત્યવંદનનાં અંગો છે. ચૈત્યવંદન એટલે ચતુર્વિશતિ સ્તવ પ્રધાન ક્રિયા એ અર્થ થયો. જેમ સામાયિક વિધિમાં-સામાયિક પ્રધાનપણે હતું અને બીજા આવશ્યક તેનાં અંગો હતાં. તેમજ ઈર્યાપથિકા પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ આવશ્યક મુખ્ય, અને બીજાં તેનાં અંગો છે. એમ દરેક ઠેકાણે સમજવું. તેથી અહીં “અરિહંત ચેઈઆગ” જો કે કાઉસ્સગ્ગના હેતુઓ બતાવનાર સૂત્ર છે. છતાં તે વંદન જ છે. કાયોત્સર્ગ પણ વંદન જ છે. એમ બીજો દરેક આવશ્યકો અહીં ચૈત્યવંદનનાં અંગો હોવાથી વંદન જ છે. માટે આખી ક્રિયા ચૈત્યવંદન છે. છતાં તેમાં ગર્ભિત રીતે બીજાં આવશ્યકો નથી એમ ન સમજવું.
ચૈત્યવંદનના વિધિના મુખ્ય વિભાગો ૧. ચૈત્યવંદન કરવા માટે ગુરુની આજ્ઞા માગવી. ૨. કોઈપણ એક કે વધારે તીર્થંકર ભગવંતો, તેની પ્રતિમાઓ કે ચૈત્યોને ઉદ્દેશીને પ્રધાનપણે સ્વરૂપ વર્ણનાત્મક સ્તુતિ થાય છે. તેને ચૈત્યવંદન સ્તુતિ કહેવામાં આવે છે. અને એવાં ચૈત્યવંદનો, સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી વગેરે જુદી જુદી ભાષાઓમાં હોય છે. ઉપરની ગમે તે ભાષાનું ચૈત્યવંદન બોલ્યા પછી ચૈત્યની વંદનાને સંપૂર્ણ અને સશાસ્ત્ર કરવા, તેના અંગ તરીકે જેકચિ સૂત્ર પાઠ બોલાય છે,
૨. નમુલ્યાણં સૂત્રથી દરેકે દરેક તીર્થકરોના તીર્થંકરપણા સામે સંકળાયેલા અભુત ગુણોની કીર્તના કરવા સાથે તીર્થકરોને વંદના કરવામાં આવે છે. સાક્ષાત્ ઉદિષ્ટ ચત્ય, પ્રતિમા, અને તીર્થંકર આદિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org