________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
બીજા ભવ્યો અનેક રીતે ભકિત કરતા હતા, પંચકલ્યાણકના પ્રસંગોમાં અનેક રીતે ભકિત કરતા હતા. તેવી ભકિત કરવાને માટે તો પ્રતિમા વિના રસ્તો જ બંધ થઈ જાય છે. માટે તીર્થંકરોના જે જે ઉપકારોનો લાભ અત્યારે જૈનસમાજ અને પ્રાણી માત્ર લે છે, તેની કૃતજ્ઞતા તરીકે તીર્થંકર ભગવંતો તરફ પોતાની લાગણી પ્રગટ કરવાને મોટામાં મોટું કોઈ પણ સાધન નથી જ. મુનિરાજ થઈને ભલે આજ્ઞાપાલન કરે, પરંતુ એ કૃતજ્ઞતાથી જ્યારે જ્યારે તેના દિલમાં તીર્થંકર ભગવંતો ઉપર ભકિત ઊભરાય, ત્યારે ત્યારે એ શી રીતે પ્રગટ કરી શકાય ? એક જ જવાબ છે કે - ત્યારે પ્રતિમાજીને વંદન કરે, નમસ્કાર કરે, એ વગેરે પ્રકારો પણ તીર્થંકર પ્રભુ પ્રત્યે પોતાની લાગણી પ્રગટ કરવાનાં સાધનો છે.
૧. નમુકકારશીનું પચ્ચક્ખાણ ત્યાગધર્મનું પ્રાથમિક પગથિયું છે.
૨. બે ઘડીનું સામાયિક, તીર્થંકરોના મહાસામાયિકમય જીવનનું અનુકરણ કરવાનું પ્રાથમિક પગથિયું છે. ૩. અને તીર્થંકરોએ જગત્ પર કરેલા મહાન્ ઉપકારોની કૃતજ્ઞતા બતાવવાને તેમની ભકિત કરવાને, તેમના પ્રત્યે પોતાની વફાદારી બતાવવાને બીજાં સર્વ સાધનોમાં ત્રિકાળ પૂજા પ્રાથમિક સાધન છે. ૪. તપનું પ્રાથમિક પગથિયું બિઆસણું છે.
૫. સ્વાધ્યાયનું પ્રાથમિક પગથિયું નવકાર-સ્મરણ છે.
૬. યોગ અને ધ્યાનનું પ્રાથમિક પગથિયું નવકારવાલી ગણવાનું છે.
૭. કાઉસ્સગ્ગોનું પ્રાથમિક પગથિયું એક નવકારનો કાઉસ્સગ્ગ છે.
૮. દેવ, ગુરુ અને ધર્મ : એ ત્રણ તત્ત્વમાં પણ ધર્મતત્ત્વ આચારણાથી આરાધી શકાય છે. અને દેવ ગુરુ તત્ત્વ પ્રતિપત્તિ-ભકિત સેવાથી આરાધી શકાય છે.
૫૫
માટે તીર્થંકર ભગવંતોની ભકિત કરવાનું દ્વાર પ્રતિમાજી છે. તેથી તેને સાક્ષાત્ તીર્થંકર જેવા માનીને, તેની સેવા ભકિત ખુદ તીર્થંકર ભગવંતોની સેવા ભકિત જ છે, એમ સમજવું ન્યાયસર જ છે.
પ્રશ્ન :- તો પછી પ્રતિમા ચંદનને બદલે ચૈત્યવંદન નામ કેમ રાખ્યું હશે ?
ઉત્તર :- બસ, એ જ ખૂબી છે. જૈન દર્શનકારોની અગાધ વ્યવહારુ બુદ્ધિનો એ જીવતો જાગતો
પુરાવો છે.
એ વળી શી રીતે ?
“ભવ્ય જીવો ધર્મ કરવાનાં અસંખ્ય સાધનોમાંથી પોતાની નિર્બળતાને લીધે બીજાં કોઈ પણ સાધનોને ન આરાધી શકે, તો પણ તીર્થંકર ભગવંતોને તો ન જ ભૂલે, અને છેવટે માત્ર તેમને વંદન નમસ્કાર કરે, તો પણ ઠીક. એટલું પણ આલંબન હશે. તો યે એ જીવાત્મા આગળ વધી શકશે.’’
કદાચ બીજું કાંઈ ન કરે. ન કરી શકે, તો પણ તીર્થંકર પ્રભુને તો ન જ ભૂલે તો ઠીક, પરંતુ તીર્થંકર ભગવંતો તો વિદ્યમાન છે જ નહીં, કદાચ વિદ્યમાન હોય, ત્યારે પણ દરેક ક્ષેત્રમાં દરેક વખતે તો ન જ હોય, માટે તેમની પ્રતિમાઓ હોય તો જ તેમનું સ્મરણ તાજું રાખવાનો એ ઉદ્દેશ સાધી શકાય. તીર્થંકરોની યાદ તાજી રાખવાની ફરજ બાળ, મધ્યમ, અને વૃદ્ધ સૌની સરખી જ છે. સૌના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org