________________
૫૪
પંચ પ્રતિકમાણસૂત્રો
વિરહ [“મોક્ષ મને આપો. ૪.
ચૈત્યવંદનાનો વિશેષાર્થ ચૈત્ય શબ્દનો દહેરાસર અને પ્રતિમા પણ અર્થ થાય છે. પરંતુ દહેરાસર અને પ્રતિમાને વંદન કરવા મારફત ખરી રીતે શ્રી તીર્થકર ભગવંતોને જ વંદન કરવાનું હોય છે. (સં. દેવ-દેa, To રોસા-ઢોસા-દેરાસર ૦માં વન તુ, પૃદનો દર રૂશ્વરનો સર=દેવ મંદિરોમાં ઉત્તમ-દેવમંદિર.
તીર્થકર ભગવંતોએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી જગતુને ધર્મનો અપૂર્વ ઉપદેશ આપ્યો છે, અને પ્રાણી માત્ર ઉપર અનહદ ઉપકાર કર્યો છે. પ્રાણી માત્ર જે કાંઈ સુખ ભોગવે છે, અને જગતમાં જેટલો દયાભાવ પ્રવર્તે છે, તથા એક બીજાના સુખમાં એક બીજા વિદન જેટલું ઓછું નાંખે છે ને સહિષ્ણુતા રાખે છે, તે સર્વ પ્રભાવ અને ઉપકાર મુખ્યપણે શ્રી તીર્થકર ભગવંતોનો જ દેખાઈ રહ્યો છે. ઉત્તમ જીવો પોતાના જીવનમાં આગળ વધે છે, નીતિ અને ધર્મનો માર્ગ ગ્રહણ કરે છે. તે બધા ઉપકારો પણ શ્રી તીર્થકર ભગવંતોના જ છે, કારણ કે એ માર્ગ બતાવનાર તીર્થકર ભગવંતો જ છે. એટલે જગમાં ઉપકારી તો ઘણા હોઈ શકે, પરંતુ તેઓ કરતાં વિશેષ ઉપકારી આ દુનિયામાં બીજું કોઈ પણ નથી.
તીર્થકર ભગવંતો વિચરતા હોય, ત્યારે તેમને વંદન-નમસ્કાર ભવ્ય જીવો કરતા હતા, તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમનો લાભ લેવાય તેટલો લેતા હતા. પરંતુ જ્યારે તીર્થંકર ભગવંતો બીજા દેશમાં વિચરતા હોય, ત્યારે પણ તેઓને, અને પૂર્વના તીર્થંકર ભગવંતોને તેઓની પ્રતિમાઓ મારફત જ વંદન નમસ્કાર કરતા હતા અને તેઓનું પૂજન કરતા હતા તથા કોઈ જ્ઞાની મહાપુરુષો ભાવિ કાળમાં થવાના ઉપકારી તીર્થકર ભગવંતોની પણ, પ્રતિમાઓ અગાઉથી ભરાવીને તેની પૂજા કરતા હતા.
તેઓ ખુદ વિદ્યમાન તીર્થંકર ભગવંતોની જ ભક્તિ કરતા હતા, એટલું જ નહીં, પરંતુ પૂર્વના, પછીના અને વર્તમાન તીર્થકર ભગવંતોની પ્રતિમાઓ મારફત પણ તે સર્વેની ભકિત તેઓ તે વખતે પણ જ્યારે કરતા હતા, તો પછી, પછીના વખતમાં તો પ્રભુની પ્રતિમા જ વિશેષ અવલંબન રહ્યું; આગમ શાસ્ત્રો તીર્થંકર પ્રભુની ઓળખાણ કરાવે, તેની ભકિત કરવાનું શીખવે, પરંતુ અવલંબન પ્રતિમા સિવાય દરરોજ ભક્તિ શી રીતે કરી શકાય ? ભગવાને કહેલો ધર્મ સાધુ કે શ્રાવક થઈને પાળી શકાય, પરંતુ તે પાળતાં પાળતાં ઉપકારી પ્રભુની ભકિત સેવા રોજ શી રીતે કરવી ? રોજ તેમના તરફ સ્પષ્ટ કૃતજ્ઞતા શી રીતે બતાવવી? સારાંશ કે એ બધું પ્રતિમાજી મારફત જ થઈ શકે.
સ્મરણ, ધ્યાન, આજ્ઞાપાલન વગેરે બીજા પણ ભક્તિ બતાવવાના અનેક પ્રકારો છે. પરંતુ સાક્ષાત્ તીર્થંકર ભગવંતો વિચરતા હોય, ત્યારે પણ ભક્ત જીવો સ્મરણ, ધ્યાન અને આજ્ઞાનું પાલન કરીને બેસી રહેતા નહોતા, પરંતુ તેઓને ખુદને નમસ્કાર કરતા હતા, વંદન કરતા હતા. દેવો તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org