________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૯
છે કે-સામાયિક દરમ્યાન કાંઈ પણ મન, વચન કાયાથી સાવધ યોગ સેવાઈ ગયા હોય, તેની શુદ્ધિ થઈ જાય. એટલે સામાયિક સાંગોપાંગ શુદ્ધ જ થાય. મુહપત્તિના પડિલેહણની જરૂર પણ એ પ્રમાણે પ્રમાર્જના પડિલેહણની ફરીથી ચોકકસાઈ માટે છે.
૨. ગુર ફરીથી સામાયિક કરવા કહે છે. ત્યારે પાળનાર પોતાની શક્તિ ન હોવાનું જણાવી પાળે છે ત્યારે ગુરુ છેવટે આચાર ન છોડવાનું કહે છે. પાળનાર સાધક તહત્તિ કઈ આજ્ઞા માથે ચડાવે છે. પછી સામાયિક વારંવાર કરવાની ભાવના ભાવતાં પહેલાં મંગલાચરણ તરીકે નવકાર ગણે છે. અને વિધિઅવિધિ તથા ૩ર દોષનું મિચ્છામિ દુકકડ દઈ સાંગોપાંગ શુદ્ધ સામાયિકનું ફળ મેળવવા ઇચ્છે છે.
૩. ઉત્થાપની મુદ્રા એટલે મુખ સામે જમણા હાથની હથેળી રાખવી. જેમ સ્થાપનાચાર્ય સ્થાપતી વખતે સ્થાપની મુદ્રા કરી હતી તેમ ઉત્થાપન કરતી વખતે ઉત્થાપની મુદ્રા કરવી જ જોઈએ. અને તે પ્રસંગે નવકાર મંત્ર માત્ર ઉત્થાપની મુદ્રાને પણ સૂત્રપાઠવાળી બનાવવાનું જણાય છે.
८. श्री लघुथैत्यवंधन विधिनां सूत्रो.
૧૨. શ્રી જગ-ચિન્તા-મણિ-ચૈત્યવંદન-સૂત્ર-૧ શબ્દાર્થ :- સૈયદહેરાસર કે પ્રતિમા. જગ જગતમાં. ચિંતામણિ ચિંતામણિ રત્ન સમાન. નાહકનાથ. રફખાણ =રક્ષણ કરનાર. સત્યવાહ= સાર્થવાહ, આગેવાન. ભાવ=પદાર્થ. વિઅખણવિચક્ષણ-જાણનાર. અઠ્ઠા-વ-અષ્ટાપદ પર્વત. સંકવિએ સ્થાપેલ. રૂવરૂપ પ્રતિમા. કમ્મઠ-આઠ કર્મ. વિણાસણ નાશ કરનાર. જયંતુ= જયવંતા વર્તો. અપડિહય સાસણ=પ્રતિહત શાસનવાળા, કયાંય પણ જેઓની આજ્ઞા ન રોકાય તેવા. ૧
કમ્મ-ભૂમિહિં કર્મ ભૂમિમાં. પઢમ સંઘયણિ=પ્રથમ સંઘયણવાળા. ઉકાસય ઉત્કૃષ્ટ સત્તરિય એકસો ને સિત્તેર જિણવરણ જિનવરોનું. વિહરત વિચરતું. લબ્બઈમળે છે. નવકોડિહિં નવોડ. કેવલણ કેવલીઓનું. કોડિ-સહસ્સ હજાર કોડ. નવ=નવ. સાહૂ સાધુઓ. ગમ્મઈ જણાય છે. સંપઈકહાલમાં. મુણિ=મુનિરાજ. બિહું બે, કોડિહિં ક્રોડ, વરનાણ-કેવલજ્ઞાની. સમગહ શ્રવણ. કોડિ-સહસ-દુઅ બે ક્રોડ હજાર. ગુણિજજઈ સ્તુતિ કરવી. નિચ્ચ નિત્ય-હમેશ. વિહારિવહાણામાં. ૨
જયઉ= જયવંતા વર્તો. સામિય=હે સ્વામી ! રિસહsષભદેવ પ્રભુ! સન્તજિં=શત્રુંજય ઉપર. ઉર્જાતિ ગિરનાર ઉપર. પહુ નેમિ-જિગનેમિનાથ જિનેશ્વર પ્રભુ. વીર મહાવીર સ્વામી. સચ્ચ-ઉરિ-મંડણસાચોર નગરના શણગારરૂપ. ભરૂઅચ્છહિં ભરૂચમાં. મુણિસુવ્ય મુનિસુવ્રત સ્વામી. મુહરિ-પાસ મુહરિ નગરમાં બિરાજમાન પાર્શ્વનાથ સ્વામી. દુહ-દુરિઅ-ખંડણ દુ:ખ અને પાપનો નાશ કરનાર. અવર-વિદેહિ મહાવિદેહ ક્ષેત્રમાં. ચિહું ચારેય. દિસિ દિશાઓમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org