SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું; વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કો દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીશ દોષ માંથી જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકન્ડ. ગાથાર્થ:- જ્યાં સુધી મનમાં નિયમ ધારી હોય, ત્યાં સુધી સામાયિક વ્રતવાળો[ગણાય [અને] “જેટલી વાર સામાયિક હોય તેિટલીવાર] અશુભ કર્મને છેદે છે. અને જ્યારે શ્રાવક સામાયિક કરે યિારે શ્રમણમુનિ જેવો તિ] જે કારણે “થાય છે, “એ કારણે ઘણી વાર" સામાયિક કરવાં જોઈએ. સામાઈય-વય-જીત્તો સૂત્રનો-વિશેષાર્થ સામાયિકનું મહત્ત્વ સૂચવનારી અને વારંવાર સામાયિક કરવાની ભલામણ કરનારી આ બન્નેય ગાથાઓ શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજાએ રચેલ થી આવશ્યક નિર્યુક્તિની છે. આ ગાથાઓ સામાયિક કરવાની ભાવના ટકાવવા માટે છે. સામાયિકમાં મન, વચન અને કાયા બરાબર પરોવવાથી સામાયિકનું ફળ બરાબર મળે છે. સામાયિક પાળવાનો વિધિ ૧. ખમાસણમ દઈ, ઇરિયાવહિયા પડિકમવા. ૨. પછી એ જ પ્રમાણે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે - પડિલેહ. શિષ્ય કહે – ઇચ્છે. એમ કહી વિધિપૂર્વક મુહપત્તિ તથા શરીરની પડિલેહણ કરવી. ૩. પછી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંસિહ ભગવદ્ ! સામાયિક પારું? ગુરુ કહે – પુણોવિ કાયવ્યું. શિષ્ય કહે- યથાશક્તિ, પછી ખમાસમણ ! દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! સામાયિક પાયું ગુરુ કહે - આયારો ન મુનવ્યો. શિષ્ય કહે - તહત્તિ. ૪. પછી-ચરવળા કે કટાસણા પર જમણો હાથ સ્થાપી. એક નવકાર કહી–સામાઈય-વ-જુનો સૂત્ર કહેવું. ૫. જે સ્થાપનાચાર્ય સ્થાપ્યા હોય, તો જમણો હાથ મુખ સામે રાખી [ઉસ્થાપની મુદ્રા કરી એક નવકાર ગણવો. સામાયિક પાળવાના વિધિનો વિશેષાર્થ ૧. સામાયિક પારતી વખતે પણ ફરીથી ઇરિયાવહિયા પડિકમવાની જરૂર એટલા માટે જણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy