________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
તીર્થંકરો અને પોતાના પૂજ્યનું અવલંબન લેવું વગેરે તૈયારી કર્યા પછી જ સામાયિકમાં પ્રવેશ કરી શકાય છે. તેમાં જરૂર પડે તો શરૂઆતમાં સ્થાપનાચાર્ય સ્થાપવા માટે નવકાર અને પંચિંદિય સૂત્ર બોલી સ્થાપનાચાર્ય સ્થાપવાના હોય છે. આ વિષે આગળ આવી ગયેલ છે.
૩૬
હવે સામાયિકની પ્રતિજ્ઞા લીધા પછી તેમાં લીન થવા માટે સ્વાધ્યાય ધ્યાન કરવાની ઇચ્છાવાળો સાધક તે માટે આજ્ઞા માગે છે અને તેના સૂચક તરીકે ટૂંકામાં ત્રણ નવકાર ગણે છે. પરંતુ સ્વાધ્યાય ધ્યાન ઊભા ઊભા કરી શકવાને અશકત બેસવાના આદેશો માગે છે. આ પરથી સામાયિક બની શકે ત્યાં સુધી ઊભા ઊભા જ લેવાનું હોય છે.
સામાયિકમાં શું કરવું ?
ત્રણ નવકાર ગણી નીચે બેસી-સામાયિકમાં લીન થવું એટલે શું ?
૧. પોતાના આત્માની શુદ્ધિ જે પ્રમાણમાં હોય, તે બરાબર ધ્યાનમાં લઇ, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં આગળ વધવું. અને સાવદ્ય પ્રવૃત્તિઓમાંથી તદ્દન મન, વચન, કાયાને ખેંચી લેવાં, પોતાનાં પાપો અને અપરાધોનો પસ્તાવો કરવો, મોક્ષની અભિલાષા જાગ્રત કરવી અને એકાગ્ર થઈ જવું. કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થયું. અનંત ભવોની પરંપરા પછી પ્રાપ્ત કરેલા સંયમ સ્થાનકોથી આગળના સંયમ-સ્થાનક ઉપર ચડવા પ્રયત્ન કરવો એટલે સામાયિક કરવું.
૨. મહાપુરુષોનાં ચરિત્રો અને તીર્થંકર ભગવંતોનાં ચરિત્રો ભાવવાં.
૩. કાંઈ પણ ધાર્મિક વિચારોને પોષણ આપે તેવાં પુસ્તકોનો સ્વાધ્યાય કરવો અથવા ગાથાઓ વગેરે કંઠે કરવી.
૪. નવકારવાળી કે આનુપૂર્વી ગણવી. પાછલી ગાથાઓનું પુનરાવર્તન કરવું. ગુરુ સાથે ધર્મચર્ચા કરવી. બીજાને સ્વાધ્યાય કરાવવો વગેરે.
૫. ૩ર દોષો અવશ્ય ટાળવા. એ સામાયિક કરવાની સીધી, સરળ અને વ્યવહારુ યોજના છે. ૩૨ દોષ ટાળે એટલે લગભગ સામાયિક થઈ જાય.
સામાયિકમાં વર્જવાના ૩૨ દોષો
૧૦ મનના - ૧. શત્રુ ઉપર ક્રોધ કરવો, ૨. અવિવેક ચિંતવવો, ૩. સૂત્રાર્થ ન વિચારવો. ૪. મનમાં કંટાળવું, પ. યશની ઇચ્છા રાખવી, ૬. અવિનય કરવો. ૭. ભય રાખવો. ૮. સાંસારિક કામના વિચારો કરવા, ૯. સામાયિકનું ફળ મળશે કે નહીં ? તેવો વહેમ રાખવો. ૧૦. નિયાણું કરવું. [નિયાણું એટલે કોઈ પણ સાંસારિક ફળની ઇચ્છા.]
૧૦ વચનના - ૧. કુવચન બોલવું, ૨. હુંકાર-ગર્વ કરવો, ૩. પાપનું કામ કરવા કહેવું, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org