________________
૩૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કાઢી, તે વખતે બનેલા બનાવો સાથે સંગત કર્યા છે, એમ જણાય છે. નિયંતિની એ શૈલી છે, તેથી તેમ કરી શકાય છે.]
ભગવંતોનાં શરીરના વર્ગો-૨. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય સ્વામીનો લાલવર્ણ ૨, ચંદ્રપ્રભ સ્વામીનો અને સુવિધિનાથ પ્રભુનો શ્વેતવર્ણ ૨. મહિનાથ અને પાર્શ્વનાથનો લીલો વર્ણ, ૨. મુનિ સુવ્રત સ્વામી અને અરિષ્ટ નેમિનાથનો શ્યામવર્ણ, તથા બાકીના ૧૬ તીર્થકર ભગવંતોનો સુવર્ણ જેવો વર્ણ સમજવો.
આ ઉપરાંત, દરેક તીર્થંકર ભગવંતની ઊંચાઈ, આયુષ્ય વગેરે તથા બીજી ઘણી હકીકતો આવશ્યકવૃત્તિ તથા ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે મોટા ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી જાણવા જેવી છે.
ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ ૧. સ્થાપનાચાર્ય કે સાક્ષાત્ આચાર્ય મહારાજ ન હોય તો વિધિપૂર્વક સ્થાપનાચાર્યની સ્થાપના
કરવી.
૨. પછી-ઈચ્છામિ ખમાસમણો ! સૂત્રથી ગુરુ વંદન કરી, ઈરિયાવહિય, તસ્ય ઉત્તરી અને અન્નત્થ સૂત્ર કહી, એક લોગસ્સનો ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી નમો અરિહંતાણં” કહી, કાઉસ્સગ્ન પારી-પ્રગટપણે ચતુર્વિશતિ નામસ્તવલોગસ્સ સૂત્ર કહેવું.
કાઉસ્સગ્ન કરવાનો વિધિ ૧. ઊભા રહી કાઉસ્સગ્ન કરવો હોય તો- બે પગ વચ્ચે આગળથી ચાર આંગળ, અને પાછળથી કાંઈક ઓછી જગ્યા રાખી, આજુબાજુ કે ઉપર ટેકા વગર, સ્થિર અને શરીરે સીધા ઊભા રહેવું. બે હાથ છૂટા નીચે નમાવવા, ડાબા હાથમાં ચરવલો અને જમણા હાથમાં મુહપત્તિ રાખવી. ડોક સીધી રાખી નજર નાસિકાના અગ્રભાગ ઉપર રાખી, પ્રસન્ન મુખથી તદ્દન મનમાં નવકાર મંત્ર કે લોગસ્સનો ઉચ્ચાર કરવો. તે વખતે નીચેના તથા ઉપરના દાંત પરસ્પર અડકવા ન જોઈએ. શ્રાવિકાએ તથા સાધ્વીજી મહારાજે માથું ઢાંકેલું હોવું જોઈએ, અને નીચે નમાવેલું હોવું જોઈએ.
૨. બેઠા બેઠા કાઉસ્સગ્ન કરવો હોય તો - પલાંઠી વાળી ઢીંચણ ઉપર બન્ને હાથ ખુલ્લા રાખવા, પરંતુ જમણા હાથમાં મુહપત્તિ રાખવી અને ડાબો હાથ ખાલી રાખવો, બાકી ઉપર પ્રમાણે. ચરવળો હોય તો તેની દાંડી ખોળામાં રાખવી.
૭. સામાયિક વિધિનાં સૂત્રો
મુહપત્તિ પડિલેહણનો વિધિ અને તેના ૨૫ બોલ. [કોઈપણ ક્રિયા કરતી વખતે, દરેક ઉપયોગી ઉપકરણો તથા મકાન વગેરેનું પડિલેહણ કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org