________________
પંચ પ્રતિકમણસૂત્રો
૧૫. ધર્મનાથ - ગર્ભના પ્રભાવથી માતા પિતાને પ્રથમ કરતાં ધર્મ ઉપર અત્યંત રાગ થવાથી એ નામ પાડવામાં આવ્યું હતું.
૧૬. શાંતિનાથ - શહેરમાં ચાલતા મરકીના રોગની માતાએ અમી છાંટવાથી ગર્ભના પ્રભાવથી શાંતિ થઈ, તેથી એ નામ રાખ્યું હતું.
૧૭. કુંથુનાથ - માતાએ ગર્ભના પ્રભાવથી સ્વપ્નમાં પૃથ્વીમાં મોટો રત્નમય સ્તુભ દીઠો હતો. શત્રુઓ કુંથુ જેવા નાના થઈ ગયા હતા, અને કુંથુ જેવા નાના મોટા દરેક જીવોની જયણા પ્રવત હતી. તેથી પ્રભુનું નામ કુંથુ રાખ્યું હતું.
૧૮. અરનાથ - ગર્ભના પ્રભાવથી માતાએ સ્વપ્નમાં રત્નમય આરો અને શૂભ દીઠા હતા. તેથી એ નામ રાખ્યું હતું.
૧૯. મલ્લિનાથ - માતાને એક રાત્રીએ છયે ઋતુનાં ફૂલોની શય્યામાં સૂવાનો દોહદ થયો હતો. ગર્ભના પ્રભાવથી દેવતાએ પૂર્ણ કર્યો હતો. તે પરથી મલ્લિકુમાર નામ રાખવામાં આવ્યું હતું.
૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી - ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાપિતા મુનિની પેઠે શ્રાવકનાં બારેય ઉત્તમ વ્રતો સારી રીતે પાળવા લાગ્યા. તે ઉપરથી એ નામ રાખવામાં આવ્યું હતું.
૨૧. નમિનાથ - આજુબાજુની સરહદ ઉપર રહેલા શત્રુ રાજાઓ ચડી આવી કિલ્લાને ઘેરો નાંખી પડ્યા હતા. તે વખતે રાજા નિરુપાય થવાથી પ્રભુની માતાએ કિલ્લા ઉપર ચડી શત્રુ રાજાઓ સામે કરડી નજર કરી જેથી તેઓ ગર્ભના પ્રભાવથી નમી ગયા અને પછી માતાએ સૌના ઉપર મીઠી નજર કરી અને માથે હાથ ફેરવ્યો જેથી તેઓ પોતપોતાને સ્થાનકે ગયા. આ ઉપરથી આ નામ પાડવામાં આવ્યું હતું.
૨૨. અરિષ્ટનેમિ-માતાએ ગર્ભના પ્રભાવથી સ્વપ્નમાં-કાળાં અરિષ્ટ રત્નોની રેલ તથા આકાશમાં ઊછળતું ચક્ર દીઠાં હતાં. તેથી અરિષ્ટનેમિ નામ રાખવામાં આવ્યું હતું.
૨૩. પાર્શ્વનાથ - અંધારી રાતે માતાએ ગર્ભના પ્રભાવથી પોતાના પડખામાં–પાસામાં સર્પ જતો દીઠો હતો અને તેના જવાના માર્ગમાં રાજાનો હાથ હતો તે તેમણે ઊંચો કર્યો. રાજા જાગ્યા અને કારણ પૂછયું, પછી દીવો મંગાવી ખાતરી કરી જોઈ, તો સર્પ હતો. અંધારી રાતે પડખે જતો સર્પ માતા ગર્ભના પ્રભાવથી જોઈ શક્યા હતા. તે ઉપરથી પાર્શ્વ એવું નામ રાખવામાં આવ્યું હતું.
૨૪. વર્ધમાન - પિતાના ઘરમાં ઋદ્ધિસિદ્ધિની વૃદ્ધિ થવા લાગી હતી તથા શત્રુઓ આજ્ઞામાં વર્તવા લાગ્યા. તે ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ રાખ્યું હતું તથા બાલ્ય અવસ્થામાં અંગૂઠાથી મે કંપાવ્યો હતો, અને બાલ્ય અવસ્થામાં જ આમલકી ક્રીડામાં દેવને હંફાવ્યો હતો, તેથી ઈદ્રમહારાજાએ બીજું નામ મહાવીર એવું પણ રાખ્યું હતું. તે ઉપરાંત જ્ઞાતપુત્ર, દેવાર્યક વગેરે નામો પણ ભગવંતનાં પ્રસિદ્ધ છે.
[તીર્થકરોનાં નામોના પ્રાકૃત શબ્દોના નિર્યુકિતના ધોરણે શ્રી નિયુકિતકારો જુદા જુદા અર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org