________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
હોવાથી માતાએ બરાબર કર્યો હતો, તેથી તે સુમતિ-સારી બુદ્ધિ ઉત્પન્ન થવાના મહિમાથી પ્રભુનું નામ સુમતિ રાખવામાં આવ્યું હતું.
૨૮
૬. પદ્મપ્રભસ્વામી - માતાને પદ્માની શય્યામાં સૂવાનો દોહદ ઉત્પન્ન થયો હતો, તેથી પદ્મ એવું નામ પ્રભુનું રાખવામાં આવ્યું હતું.
૭. સુપાર્શ્વનાથ - પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાના બન્ને પડખાં સુંદર થયાં, અથવા બીજી પ્રત પ્રમાણે પિતાના કુષ્ટરોગ યુકત બન્નેય પડખાં પ્રભુની માતાએ હાથ ફેરવ્યાથી સાજાં થઈ ગયાં તેથી સુપાર્શ્વ નામ રાખ્યું હતું.
૮. ચંદ્રપ્રભસ્વામી - ચંદ્ર પીવાનો દોહદ માતાને ઉત્પન્ન થયો હતો. તે પ્રધાને યુકિતથી પૂર્યો હતો. તે ઉપરથી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું હતું.
૯. સુવિધિનાથ ગર્ભમાં આવ્યા પછી માતાપિતા સારી રીતે વિધિપૂર્વક ધર્મનું આરાધન કરવા લાગ્યા હતા. તેથી સુવિધિ, અને મચકુંદના ફૂલ જેવા પ્રભુના દાંત હોવાથી પુષ્પદંત એ બે નામ રાખવામાં આવ્યાં હતાં.
-
૧૦. શીતળનાથ - પ્રભુના પિતાના શરીરે દાહજ્વર હતો. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેઓની માતાએ હાથ ફેરવ્યાથી શીતળ થયો હતો. તે પરથી શીતળ નામ રાખવામાં આવ્યું હતું.
૧૧. શ્રેયાંસનાથ - દહેરાસરમાં પૂજાતી દેવતા વડે અધિષ્ઠિત શય્યા ઉપર બેસવાથી બીજાને ઉપદ્રવ થતો હતો, છતાં ભગવંતની માતાને ગર્ભના પ્રભાવથી તેમાં બેસવા છતાં ઉપદ્રવ થયો નહીં અને અધિષ્ઠાયક દેવ ચાલ્યો ગયો. તેથી શ્રેયસ્ થવાથી તેમનું નામ શ્રેયાંસ (સિાંસ) રાખ્યું હતું. (અથવા સિજ્જસ સિજ્જાશય્યા-અંસ]
-
૧૨. વાસુપૂજ્ય - ઇંદ્રમહારાજ વસુ રત્નો વડે ગર્ભના મહિમાથી માતા-પિતાની પૂજા કરતા હતા એટલે વાસુપૂજ્ય નામ રાખવામાં આવ્યું હતું.
૧૩. વિમળનાથ - શહેરમાં દહેરા પાસે ઊતરેલાં સ્ત્રીપુરુષ સૂતાં હતાં, તેનાંના પુરુષ રૂપ ઉપર મોહ પામેલી હોઈ ત્યાં રહેલી વ્યંતરી સ્ત્રીનું રૂપ કરી તે પુરુષની સ્ત્રી તરીકે ગોઠવાઈ ગઈ. સવારે બન્ને વચ્ચે ઝઘડો થતાં રાજા-પ્રધાન કાંઈ પણ નિર્ણય ન આપી શકયા ત્યારે પ્રભુની માતાએ ગર્ભના પ્રભાવથી બન્ને સ્ત્રીઓને દૂર રાખી એવો ઠરાવ કર્યો કે “જે સ્ત્રી પોતાના પતિવ્રતપણાથી દૂર ઊભી ઊભી પણ પોતાના પતિને સ્પર્શ કરી શકે, તેનો તે પતિ છે. તે ઉપરથી પેલી વ્યંતરીએ દેવપ્રભાવથી હાથ લાંબો કર્યો કે તુરત તેને વ્યંતરી સમજી લઈ ગુનેગાર ગણી, કાઢી મૂકી. આવો ન્યાય કરવાની વિમળ બુદ્ઘિ ઉત્પન્ન થવાથી વિમળ નામ રાખવામાં આવ્યું હતું.
૧૪. અનંતનાથ - માતાએ ગર્ભના પ્રભાવથી અનંતમાં-આકાશમાં અંત વગરનું મોટું ચક્ર ભમતું દીઠું, અનંત રત્નોની માળા દીઠી. અને અનંત ગાંઠોવાળા દોરાઓથી લોકોના તાવ મટાડ્યા. તેથી અનંત નામ રાખવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org