________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૧
જ જોઈએ અને પ્રમાર્જના પણ કરવી જોઈએ. પરંતુ એમ ન કરી શકે તેણે ટૂંકામાં પડિલેહણ તરીકે મુહપત્તિનું પડિલેહણ તથા શરીરની પ્રમાર્જના કરવાથી ચાલી શકે. તેમ જ કોઈપણ ક્રિયાની શરૂઆત સૂચવનાર ક્રિયા તરીકે, પણ મુહપત્તિ પડિલેહણા કરવાનું હોય છે. કોઈપણ જૈન ક્રિયામાં-અહિંસા, સંજમ અને તપ-હોય જ છે. મુહપત્તિ પડિલેહણમાં પણ તે જ તત્વો છે.]. ૧. ઉભડક બેસો.
૩. મુહપત્તિ ઉકેલો. ૨. બે હાથ બે પગની વચ્ચે રાખો.
૪. બન્ને હાથથી બને છેડા પકડો. ૫. મુહપત્તિ સામે દષ્ટિ રાખો, ને બોલો
સૂત્ર ૬. પછી તેને ડાબા હાથ ઉપર મૂકી ડાબે હાથે પકડેલો છેડો જમણે હાથે પકડો, અને જમણે હાથે પકડેલો છેડો ડાબે હાથે પકડી સામે જોઈ.
અર્થ, તત્ત્વ કરી સહું. ૭. પછી ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેર, તે વખતે
સમ્યત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું. ૮. વળી ડાબા હાથ ઉપર મુહપત્તિ મૂકી, પાકું ફેરવી જમણા હાથ તરફ્લો ભાગ ત્રણ વાર ખંખેરતાં નીચેના અનુક્રમે ત્રણ બોલો
કામ રાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરું. ૯. મુહપત્તિનો મધ્ય ભાગ ડાબા હાથ ઉપર નાંખી, વચલી ઘડી પકડી બેવડી કરો. ૧૦. જમણા હાથના આંગળાના ત્રણ આંતરામાં મુહપત્તિ ભરાવો.
૧૧. પછી ડાબા હાથની હથેલીને ન અડે એવી રીતે ત્રણ ટપે કાંડા સુધી લાવો અને દરેક વખતે બોલો
સુદેવ, સુગુરુ સુધર્મ આદરું. ૧૨. પછી હાથને અડે તેવી રીતે કાંડેથી હથેલી સુધી ત્રણ ટપે લઈ, કાંઈક કાઢી નાંખતા હો, તેમ ત્રણ ટપે કરો ને બોલો
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. ૧૩. વળી ત્રણ પે હથેલીથી કાંડા સુધી મુહપત્તિ અધ્ધર રાખી અંદર લો, અને બોલો
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. ૧૪. વળી ત્રણ ટપે બહાર કાઢો અને બોલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org