________________
વર/વર્ત શબ્દ છે. પ્રચલિત શબ્દ અપાઈ છે. હવે અહીં જે કાર્ય પાઠ રાખ્યો તેની પુષ્ટિ માટે શ્રાવક પ્રશટિ ને પાઠ આપે છે. અને અર્થની દૃષ્ટિએ પણ અપ + અર્ધ કરતાં ઉપ + અર્ધ વધારે સંગત જણાય છે. તત્વાર્થભાષ્યમાં પણ ૩જા પાઠ છે અને એ પાઠ પાંચમા પરિશિષ્ટમાં (પૃ. ૧૯૮) વિસ્તૃત ટીકા સાથે આપેલો છે.
p. ૬૨ માં ટિ. ૩ માં વૈવાઢિ ને अणुसोओ संसारो पडिसोओ तस्स णिप्फेण ॥
આ પાઠમાં હિરો તલ્સ વત્તા એ જ પાઠ પ્રચલિત છે. છતાં પણ પાડ મૂળમાં મળેલો રાખીને પાઠાન્તર તરીકે સત્તારો, નિવેદો, નિઘા એવા પાક નેધ્યા છે.
સંપાદક મહાશયશ્રીએ શુદ્ધ પાઠની ગષણ માટે ભારે જહેમત લીધી છે. સંશોધન ક્ષેત્રના સર્વ પ્રથમ નાગૂઢ ત્રિાણાતે ક્રિશ્ચિત્ એ નિયમનું અક્ષરશઃ પાલન થયેલું જોવા મળે છે.
હવે આપણે શસ્ત્રસંશોધન એ શું ચીજ છે, તેની શી જરૂરત છે, એ અંગે થોડું વિચારીએ :
જૈન શ્રમણ પરંપરાની જીવાદોરી એટલે જ શાસ્ત્રો-આગમ ગ્રંથ, માર્ગને આધાર આ આગમ ગ્રંથ છે. આ આગમને શ્રુત કહેવાય છે આગબો શ્રુતિથી-કર્ણોપકર્ણ-શિષ્ય પરંપરામાં ઉતરતાંસચવાતાં–જીવતાં. પણ પછી કાળ પ્રભાવે જીવોની ધારણ-અવધારણુ શક્તિની ક્રમશઃ ક્ષીણતા, બોદ્ધિક હાસ થવાથી એ ગ્રંથને-કમને, અનેક વિમાસણ હોવા છતાં–માર્ગનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લખવાનું મુનાસીબ મનાયું. શરૂમાં તાડપત્ર પર, પછી કાગળ ઉપર લેખન શરુ થયું ચાલ્યું, વિકસ્યું. અનેકના હાથે લખાયું. વિદ્ધાને એ પણ લખ્યું અને અભણેએ પણ લખ્યું. અભણ કરતાં વિદ્વાનોના હાથે લખાયેલી પ્રતમાં પાઠાંતરે વધારે થવા લાગ્યાં.
શ્રી સંધના કાજે-વિશાળ સંગ્રહ રૂપે અનેક ભંડારે લખાયા-લહીયાની પરંપરા સર્જાઈ. આ લહીઆઓમાં પણ ચઉમંગી પડે છે.
૧. ભાષા-વિષયનું જ્ઞાન અને અક્ષર સુંદર ૨. ભાષાવિષયનું જ્ઞાન અને અક્ષર અસુંદર ૩. ભાષા-વિષયનું અજ્ઞાન અને અક્ષર સુંદર ૪. ભાષા-વિષયનું અજ્ઞાન અને અક્ષર અસુંદર
લખનાર, વિષયને પૂર્ણ અજ્ઞાત હેય અને યથા–સ્થિત લખે તો તે સારું જ, પણ તે ઘરનું ડહાપણ ડહેળે અને કાંઈક ઉમેરે કાંઈક ઘટાડે, અસાવધતાથી પંક્તિઓ છૂટી જાય છે કયારેક કંઈ એવા પણ લહીયા હોય, જે મૂળ પ્રતમાં જ્યાં શાહીના ડબકાં હોય ત્યાં પોતે એવા જ આકારનાં ડબકાં પાડે. મૂળ પ્રતમાં કઈ અક્ષર બ્રેટ લખાઈ જવાથી ચેકી નાંખ્યો હોય તે કોપી કરનાર લહીયે પણ તે અક્ષર એવી રીતે લખીને પછી કાઢી નાંખે. આવું બધું આ ક્ષેત્રમાં કામ કરનારને જોવા, જાણવા ખૂબ મળે.
ઘણા ભંડારો મુસ્લિમકાળમાં નાશ પામ્યા. ઘણા ભંડારો વહીવટદારની ઉપેક્ષાથી, બેદરકારીથી રફેદફે થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org