________________
લાયક મેટર લગભગ તૈયાર કરવામાં આવ્યું. કુટનેટ પણ લખાઈ. જો કે કેટલાંક સ્થળમાં મને ખાસ સંદેહ હતા જ, છતાં જે સામગ્રી ઉપલબ્ધ હતી તેના આધારે જે તેયાર થયું તે તરત જ છાપવા આપવાની તયારી કરી લીધી. તે પછી અચાનક ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારનું કેટલેગ જોતાં ધ્યાનમાં આવ્યું કે હજુ પણ, અમારા પાસે જે સામગ્રી હતી તે બધાથી પ્રાચીન, એક તાડપત્રીય પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારમાં છે, તેથી ત્યાંના કાર્યવાહકોને સંપર્ક સાધી ફેટોગ્રાફરને લઈને પં. ચંદ્રકાન્ત સંધવી, આકરિયાણાના જીતેન્દ્રકુમાર મણિલાલ સંઘવી તથા મજેઠીના કુમારપાળ ચિમનલાલ ફોટોગ્રાફીની બધી સામગ્રી સાથે ખંભાત પહોંચ્યા અને ટ્રસ્ટીઓનાં ઘણા જ સૌજન્યથી પંચસૂત્રક મૂળની ફિલમ લઈ આવ્યા. ફિલમને માઈક્રોફિ૯મ રીડર મશીન ઉપર ચડાવીને ચંદ્રકાન્ત સંધવીએ રાતોરાત પાઠભેદે નેધી લીધા. મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે જે જે સ્થળે મને શંકા હતી અને ત્યાં જે જે પાઠોની ખાસ આવશ્યકતા હતી ખરેખર તેવા પાઠ ખંભાતની સૌથી પ્રાચીનતમ પ્રતિમાં લગભગ મળી આવ્યા. અમે તયાર કરેલું પ્રેસ મેટર સુધારીને છાપવા મોકલી આપ્યું. તે પછી તે પ્રફોમાં પણ ઘણું ધણા સંસકારો થતા રહ્યા. તે પછી પરિ– શિષ્ટ તૈયાર કરવામાં આવ્યાં. આ બધા પરિશ્રમને અંત, દેવ-ગુરુ કૃપાથી જ જે જે તૈયાર થયું છે? તે આજે વિદ્વાન સમક્ષ રજુ થાય છે.
પંચસૂત્રકમૂળની તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓ વિક્રમના તેરમા-ચૌદમા શતકમાં લખાયેલી છે, જયારે કાગળ ઉપર લખેલી પ્રતિઓ વિક્રમના સત્તરમા શતકમાં લખાયેલી છે. બધાનું પરિશીલન કરતાં તાડપત્રીય પ્રતિઓના પાડ ઘણા શુદ્ધ છે તથા આ. શ્રી હરિભદ્રસૂરિવિરચિત ટીકા સાથે લગભગ બરાબર મળી રહે છે એ અમારો અનુભવ થયો છે. તેથી તાડપત્રીય પ્રતિઓના પાઠોને જ અમે મૂળમાં પ્રાધાન્ય આપ્યું છે. ટીકામાં પણ તાડપત્રીય પ્રતિના પાઠ જ અમને પ્રાયઃ શુધ જણાયા છે. તાડપત્ર ઉપરથી કાગળ ઉપર કેપી કરવાની જે યુગમાં શરૂઆત થઈ હશે ત્યારે પહેલાં તો તાડપત્રમાં જેવા: પાઠ હતા તેવા કાગળ ઉપર લખી લેવામાં આવ્યા હતા. પરંતુ તે પછી, કેઈક વાયકે પિતાની.. સ્વમતિથી તેમાં સુધારવા જતાં કેટલીયે વાર શુદ્ધ પાઠોને અશુદ્ધ બનાવી દીધા છે. જના મૂળ પાઠ ઉપર શાહી આદિથી કરેલા નવા સંસ્કારોનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં જુના પાઠ કેવા હતા તે ઘણીવાર સપષ્ટ વાંચી શકાય છે. વર્તમાનમાં પ્રચલિત આત્માનંદસભા તરફથી પ્રકાશિત મુદ્રિત મૂળ તથા ટીકા, કામળ ઉપર લખેલી સંસ્કારિત પ્રતિઓના પાકને અનુસરે છે. એટલે અમે તે તે સ્થળે શુદ્ધ લાગતા તાડપત્રીય પ્રતિઓના પાઠ જ સ્વીકાર્યા છે, અને મહત્ત્વના પાઠભેદો નીચે પાદટિપ્પણમાંફટનેટમાં આપેલા છે.
મળની પ્રતિ ઓમાં શ્રતિ હોય, પણ તે જ પાઠ માટે ટીકાની પ્રતિમાં તશ્રતિ હોય તો ટીકામાં અમે તકૃતિ જ રાખી છે. જુઓ પૃ૦ ૩ પં. ૭ તથા પૃ. ૪ ૫૦ ૮. પ્રાકૃતગ્રંથના પ્રાચીન હસ્તલિખિત આદર્શોમાં તકૃતિ તથા શ્રુતિ બંને ય જોવા મળે છે. તેમાં પણ તશ્રુતિ વધારે પ્રાચીન છે, એમ સ્વ. આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ આદિનું માનવું છે. હસ્તલિખિત : આદર્શોને અનુસરીને જ અમે મૂળ તથા ટીકાના પાઠો આપ્યા છે.
- કાષ્ઠકે હસ્તલિખિત આદર્શોમાં જે પાઠ મળ્યા તેના આધારે જ આ ગ્રંથ છાપવામાં આવ્યો છે.• કોઈક વાર બધા હસ્તલિખિત આદર્શોમાં મળતે પાઠ અમને અશુદ્ધ જ લાગ્યો છે ત્યાં તે પાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org