________________
પાંચમા સૂત્રમાં વર્ણવેલી છે. સાંખ્ય તથા બીદર્શનના વિચારોની પણ આમાં આલોચના કરવામાં આવી છે. આ પાંચ સૂત્રમાં કહેલી વાત, ચોગ્ય પાસે વર્ણવવી. અગ્યને-અપાત્રને કહેવામાં પણ જોખમ છે, એનું અકલ્યાણ છે. માટે અયોગ્ય ઉપ૨ કરૂણું લાવીને અગ્યને ન કહેતાં, ગ્યને આ બધી વાતો જણાવવી. યોગ્ય આત્માનું એનાથી પરમ કલ્યાણ થાય છે, એ મ આ ગ્રંથની સમાપ્તિમાં છેવટે જણાવ્યું છે. આમાં પ્રવજ્યાના ફળ સ્વરૂપ સિદ્ધ અવસ્થાનું વર્ણન હોવાથી આ પાંચમા સુત્રનું નામ પ્રવ્રજ્યાફલસૂત્ર છે.
આ પાંચે ય સત્ર પ્રત્યેક સાધકે બહુ જ બહુ મનન કરવા જેવા છે. એના અનેક શબ્દોમાં અગાધ ગંભીર ભાવો રહેલા છે.
આ પંચસૂત્રક ગ્રંથ ઉપર ટીકા રચીને ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે સાધકે ઉપર મહાન ઉપકાર કર્યો છે.
આ પંચસૂત્રક મૂળ પ્રાકૃત ભાષામાં ગદ્યમાં છે. તેનું પ્રમાણ બહદિપનિકામાં જણાવ્યા પ્રમાણે (૩૨ અક્ષરને એક લેક એ ગણતરીથી) ૨૧૨ શ્લોક જેટલું છે. તેના ઉપર આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ. મહારાજે સંસ્કૃતમાં ટીકા રચેલી છે. તેનું પ્રમાણુ (૩૨ અક્ષરને એક કલાક એ ગણતરીથી) ૮૮૦ કલેક જેટલું છે.
સટીક પંચસૂત્રકના સંશોધન-સંપાદનને પ્રારંભ, આ સટીક પંચસૂવક ગ્રંથનું પ્રકાશન મહાન શ્રુતિ પાસક પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય પૂ. મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે તેમના સમયમાં તેમને પ્રાપ્ત થયેલી કાગળ ઉપર લખેલી હસ્ત લિખિત પ્રતિઓને આધારે સંશોધન-સંપાદન કરીને જૈન આત્માનંદ સભા (ભાવનગર) દ્વારા વિક્રમ સંવત ૧૯૭૦માં કર્યું હતું, આજ સુધી એને જ પ્રચાર રહ્યો છે, અને હજારો અભ્યાસીઓએ એને ઉપગ કર્યો છે. એ માટે જૈન સંધ એમને ઋણી છે.
જયારે અમે શ્રી હરિભદ્રસૂરિગ્રંથમાલાને અને તેમાં પ્રથમ પુષ્પ તરીકે આ પંચસૂચક ગ્રંથ લેવાને નિણય કર્યો ત્યારે પાટણમાં મળતી પ્રાચીન પ્રતિઓને ભેગી કરીને લાવવાનું કામ પાટણમાં કનાસાના પાડામાં શેડ ભોગીલાલ લહેચંદ તરફથી ચાલતી સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક પં. ચંદ્રકાન્તભાઈ સરૂપચંદ સંઘવીને સોંપ્યું હતું. તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓ લઈને, વિક્રમ સં. ૨૦૩૦ માં અમારૂં માંડલમાં ચોમાસું હતું ત્યારે ત્યાં, પં. ચંદ્રકાન્તભાઈ સંધવી આવ્યા હતા. મુદ્રિત પ્રતિની તેની સાથે સરખામણી કરીને જ્યાં જ્યાં પાઠભેદો લાગ્યા ત્યાં ત્યાં તેમણે પાઠભેદ મુદ્રિત પ્રતિમાં નંધ્યા હતા. મદિત ઉપરથી તેમણે કોપી પણ કરી હતી. તે પછી વિક્રમ સં. ૨૦૪૦ માં અમારું ચોમાસું શખેશ્વરજી તીર્થ પાસે (શંખેશ્વરછથી ૮ માઈલ દૂર) લેલાડા ગામમાં થયું હતું ત્યારે આ મહિનામાં આ કાર્ય વ્યવસ્થિત રીતે શરૂ થયું. ત્યારે જણાયું કે આમાં મહત્વનું ઘણું પાડભેદે છે. અને હજુ પણ વિશેષ પ્રાચીન હસ્તલિખિત સામગ્રીની જરૂર છે. તે વખતે મારા પ્રથમ શિષ્ય વાવૃદ્ધ પરમ વિનીત દેવતુલ મુનિરાજશ્રી દેવભદ્રવિજયજીની તબિયત અસ્વસ્થ હોવાથી કાર્ય ધીમી ગતિએ ચાલતું હતું. પછી તે મુનિરાજ શ્રી દેવભદ્રવિજયજીનો સં. ૨૦૪૧ ના કાતિક સુદિ બીજે (રવિવાર તા. ૬-૧૧-૮૩) લેલાડા ગામમાં જ સ્વર્ગવાસ થયો. એથી મારા મન ઉપર પડેલા સખત આઘાતથી પંચસૂત્રનું કાર્ય લંબાયું. કેટલાક સમય વીતી ગયા પછી પં. ચંદ્રકાન્તભાઈ ને બોલાવીને, બીજી પણ પ્રાચીન તાડપત્રીય સામગ્રી મેળવીને, કાર્યની શરૂઆત કરી. સામ-સામે બેસીને પંચસૂત્રક સટીકનું છાપવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org