________________
સંતાપ ન થાય, ખાસ કરીને માતા-પિતાને તે સંતાપ ન જ થવો જોઈએ. દીક્ષા લેતા પહેલાં, માતા-પિતાને કેવી રીતે સમજાવવા જોઈએ, તેમની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ, ઈત્યાદિ અનેક અનેક વાતોનું સાચા અર્થમાં ઉત્સર્ગ-અપવાદસહિત અત્યંત હૃદયસ્પર્શી વર્ણન આ ત્રીજા સૂત્રમાં છે. માતા-પિતા આદિને સંતોષીને, વૈભવ પ્રમાણે દીન-દુઃખી આદિને પણ સતાવીને, પ્રભુની પૂજ કરીને, સદગુરૂ સમીપે, લૌકિક ધર્મમાંથી લકત્તર ધર્મમાં જવા પૂર્વક દીક્ષા કેવી રીતે લેવી જોઈએ આ વાતનું અત્યંત માર્મિક વર્ણન આ ત્રીજા સૂત્રમાં છે. એટલે આનું પ્રવ્રજ્યાગ્રહણવિધિસૂત્ર એવું ખરેખર સાર્થક નામ છે.
(૪) પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી, પ્રવ્રજ્યાનું પરિપાલન કેમ કરવું, એનું અત્યંત મહત્ત્વનું વર્ણન ચોથા સૂત્રમાં છે. દીક્ષા લેવા માત્રથી કાર્ય પૂર્ણ થઈ જતું નથી. સાચા ઉપાયથી જ સાધ્ય સિદ્ધ થાય છે. અટલે સાચી રીતે સાધુ જીવન જીવવાની કળા ચેથા સૂત્રમાં સુંદર રીતે વર્ણવી છે. જીવનમાં સર્વત્ર સમતા હોવી જોઈએ. કોઈ પણ હઠાગ્રહ ન હોવો જોઈએ. આગ્રહ એ પોતે જ દુઃખ છે. ગુરૂકુલવાસ, ગુરૂ ઉપર અત્યંત બહુમાન, ગુરુવચનની આરાધનામાં જ મારૂં હિત છે આવી દઢ માન્યતા, ગુરૂશુશ્રવા ઈત્યાદિ ગુણ હોય તે જ દીક્ષા સાર્થક થાય છે. આવા ગુણેથી યુક્ત બની, આશંસાથી રહિત થઈ, મેક્ષનું લક્ષ્ય રાખી શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ.
દીક્ષા લીધા પછી પણ, ઉપર જણાવ્યા પ્રમાણે આરાધનાની જેને પડી નથી એને કશો જ લાભ નથી. એવા માણસને સાચી વાત કહેવાથી પણ દુઃખ થાય છે, અથવા સાચી વાત કહીએ તે પણ એ અવગણના કરે છે, અથવા એને સ્વીકારતે તે નથી જ. એના કરતાં તો આરાધનાબુદ્ધિથી આરાધના કરવા જતાં, કર્મબહુલતાને લીધે તથા માનવસ્વભાવની નિર્બળતાને લીધે થોડો દોષ લાગી જય-વિરાધના થઈ જાય તે પણ તે પરંપરાએ મેક્ષનું કારણ બને છે. આવા આરાધક આત્માને સાચી વાત કહેવામાં આવે ત્યારે તે પોતાના હઠાગ્રહને વળગી રહેતા નથી, સાચી વાતને સ્વીકાર પણ કરે છે અને સાચી વાતને અમલમાં મૂકવાને પ્રારંભ પણ કરે છે. અને જેનામાં કર્મબહુલતા નથી તેવા પવિત્ર આરાધક આત્માની તો ઉત્તરોત્તર વિશુદ્ધિ થતી જ જાય છે અને એને પારમાર્થિક પ્રશમ સુખના પરમ આનંદને અનુભવ થાય છે.
સંયમને સાચે આરાધક સ્પષ્ટ રીતે સમજે કે ગુરૂ ઉપર બહુમાન એ જ ખરેખર મોક્ષ છે, કારણ કે ગુરૂબહુમાન મેક્ષનું અમોધ કારણ છે, ગુરૂબહુમાનથી જ તીર્થકર ભગવાન સાથે સંબંધ જોડાય છે. ગુરૂ ઉપર જેને બહુમાન નથી તે ગમે તેટલી ક્રિયા કરે તો પણ ખરેખર એ ક્રિયા જ નથી. એની ધર્મક્રિયાઓ કુલટા સ્ત્રીની ઉપવાસાદિ ક્રિયાઓ જેવી છે, જેમ કુલટા સ્ત્રી ગમે તેટલી તપ આદિ યિા કરે પણ એની કશી કિંમત નથી તેમ આવો ગુરૂ આજ્ઞામાં નહિ રહેનાર શિષ્ય ગમે તેટલી ક્રિયા કરે તો પણ તત્વજ્ઞાનીની દષ્ટિમાં એ નિંદ્ય ક્રિયા છે. સંસાર પરિભ્રમણ એ જ એનું ફળ છે. આવી સમજણ આવે એનું નામ સાચું જ્ઞાન છે. આવો જ્ઞાની સંયમને આરાધક આતમા દીક્ષા લઈને, અનેક જન્મો સુધી આરાધના કરીને, કર્મો ખપાવીને, છેવટે અવશ્યમેવ મેક્ષ માં જાય છે. ઈત્યાદિ અનેક અનેક વાતો “સંયમનું-પ્રવજ્યાનું યથાર્થ પરિપાલન કેવી રીતે થાય' એ જણાવવા માટે આ ચેથા સૂત્રમાં વિસ્તારથી સુંદર રીતે વર્ણવેલી છે. માટે આનું નામ પ્રવ્રાજ્યપરિપાલનાસૂત્ર છે.
(૫) પ્રવજ્યાના સાચા પરિપાલનનું ફળ સિદ્ધિની–મેક્ષની પ્રાપ્તિ છે. આ સિદ્ધ અવસ્થાનું સ્વરૂપ કેવું છે, એમાં કે પરમ આનંદ છે ઇત્યાદિ અનેક વાતે દાર્શનિક પદ્ધતિથી શાસ્ત્રાનુસારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org